સાઇબર હુમલાએ IHGની રિઝર્વેશન સિસ્ટમ રદ કરી

AAHOA જવાબદેહિતાની વાત કરી અને કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ કંપની સામે કેસ કર્યો

0
731
ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપે (IHG)એ સપ્ટેમ્બરમાં અહેવાલ આપ્યો હતો કે સાયબર-એટેકથી તેની રિઝર્વેશન સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. AAHOAએ તેના પગલે એક નિવેદન જારી કર્યું હતું કે IHGએ ભંગનું કારણ સમજાવવું જોઈએ અને ફ્રેન્ચાઈઝીના એક જૂથે કંપની સામે તેમ કહી દાવો દાખલ કર્યો છે કે આ પ્રકારના સાઇબર હુમલાને રોકવા માટે તે પગલાં લઈ શકી હોત.

ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ (IHG) પર સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા સાઇબર હુમલાના લીધે માટે બુકિંગ ચેનલો અને અન્ય એપ્લિકેશનો નોંધપાત્ર અસર થઈ હોવાનું કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું છે. હવે, AAHOA આ રીતે બુકિંગ ચેનલો અને અન્ય એપ્લિકેશનો ખોરવાઈ તે મુદ્દે IHG પાસે સમજૂતી માંગી રહ્યુ છે અને સભ્યોનો ડેટા સુરક્ષિત હોવા અંગે ખાતરી માંગી રહ્યુ છે. IHG ફ્રેન્ચાઇઝીઓના જૂથે કંપની સામે દાવો દાખલ કર્યો છે કે તેની નબળી ઓનલાઈન સિક્યોરિટીના લીધે આ સ્થિતિ સર્જાઈ છે.

કંપનીના જણાવ્યા અનુસાર IHG એ સંબંધિત નિયમનકારી સત્તાવાળાઓને સૂચિત કરવા, તેના ટેક્નોલોજી સપ્લાયર્સ સાથે કામ કરવા અને ઘટનાની તપાસ કરવા માટે બાહ્ય નિષ્ણાતોને જોડવા સહિતનો રિસ્પોન્સ પ્લાન અમલમાં મૂક્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, “અમે હોટલના માલિકો અને ઓપરેટરોને સર્વિસમાં આવેરા અવરોધને અમારા રિસ્પોન્સ પ્લાન હેઠળ ટેકો આપીશું.”

AAHOAના નિવેદન અનુસાર સાઇબર હુમલાના લીધે IHGના રિઝર્વેશન અને ગ્રાહક સંભાળ કૉલ સેન્ટર્સ, તેમજ મર્લિન અને IHG હેલ્પ ડેસ્ક જેવી આંતરિક સિસ્ટમોને અસર થઈ હતી. એસોસિએશને જણાવ્યું હતું કે તેના કેટલાક સભ્યો સહિત ફ્રેન્ચાઇઝીઓએ આ આઉટેજ દરમિયાન ગેસ્ટરૂમ બુકિંગમાં સંપૂર્ણ શટડાઉન જોયું હતું.

AAHOAએ જણાવ્યું હતું કે મોટાભાગની અસરગ્રસ્ત ફ્રેન્ચાઇઝીઓ નાના વેપારી માલિકો છે જેઓ આવા અણધાર્યા નુકસાનને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતા નથી, કારણ કે તેઓ હજી પણ COVID-19 રોગચાળાની સ્થિતિમાંથી માંડ-માંડ બહાર આવી રહ્યા છે. એસોસિએશને કહ્યું કે IHG એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અસરગ્રસ્ત ફ્રેન્ચાઇઝીઓને આ સાઇબર હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરે અને શું થયું તેના માટે સ્પષ્ટતા કરવામાં આવે.

“IHG તેની ફ્રેન્ચાઇઝીઓ પ્રત્યે પારદર્શકતા દાખવવી જોઈએ,”  એમ AAHOAના પ્રમુખ અને સીઇઓ લૌરા લી બ્લેકે જણાવ્યું હતું. ” IHG AAHOA સભ્ય હોટેલ માલિકોને આઉટેજ સમજાવવા માટે આગળ આવ્યું નથી, જેમણે સાઇબર હુમલાના લીધે બુકિંગ ચૂકી જવાથી ખોટ સહન કરી છે.”

AAHOA એ પણ કહ્યું કે તેના સભ્ય મહેમાનોના નાણાકીય અને વ્યક્તિગત ડેટાની ગોપનીયતા વિશે ચિંતિત છે. “તેના વર્તમાન અને ભાવિ ગ્રાહકો અને તેના ફ્રેન્ચાઇઝી સમુદાયના વિશ્વાસને જાળવવા માટે IHGએ ભવિષ્યમાં ડેટા સુરક્ષા ભંગને અટકાવવા અને તેઓ આ મોરચે કેવી રીતે આગળ વધવાની યોજના ધરાવે છે તે અંગે વધુ પારદર્શિતા પ્રદાન કરવા સાથે તેની બુકિંગ સિસ્ટમ્સને વધુ મજબૂત બનાવવી જોઈએ, ” એમ એસોસિએશને જણાવ્યું હતું.

IHGની ઘણી ફ્રેન્ચાઇઝીઓએ જ્યોર્જિયા એટલાન્ટા ડિવિઝનની નોર્ધર્ન યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 15 સપ્ટેમ્બર  ના રોજ દાવો દાખલ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે કંપનીએ સાઇબર હુમલાને અટકાવવા માટે સિક્યોરિટી વધારે મજબૂત રાખવી જોઈતી હતી.. આ કેસમાં તેઓએ 2017માં IHG એ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હતો તેનું ઉદાહરણ આપ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને કંપની સલામતીના મોરચે વધુ સારા પગલાં લઈ શકી હોત.

“સાઇબર સિક્યોરિટીનો ભંગ એIHG ના અપૂરતા ડેટા સુરક્ષા પગલાં અને નેટવર્ક સુરક્ષા માટે અયોગ્ય અભિગમનું અનિવાર્ય પરિણામ હતું,” એમ આ કેસમાં કહેવાયું છે. ખાસ કરીને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં, સાયબર હુમલાઓ સુવિદિત છે અને સતત વધી રહેલા ખતરા છતાં IHG એ કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવાનો ઇનકાર કર્યો, જટિલ સુરક્ષા પ્રણાલીઓને અપગ્રેડ કરવામાં નિષ્ફળ ગઈ,  તેના કમ્પ્યુટર નેટવર્કની નબળાઈ વિશે ચેતવણીઓને અવગણવામાં આવી અને ઉદ્યોગ માટે સાઇબર સલામતીના ધારાધોરણોનું પાલન કર્યુ નહી.

વિયેતનામના એક યુગલે દાવો કર્યો છે કે સામાન્ય રીતે IHG કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાસવર્ડનો ઉપયોગ કરીને તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

ફ્રેન્ચાઇઝીઓએ દાખલ કરેલા કેસના વાદીઓમાં મયૂર પટેલ તેમજ પાર્ક 80 હોટેલ્સ અને PL હોટેલ્સ, લાપ્લેસની માલિકીની કંપનીઓ, લુઇસિયાના સ્થિત હોટેલિયર વિમલ પટેલનો સમાવેશ થાય છે, જેમણે કંપનીની ફી અને પસંદગીના વિક્રેતા પ્રોગ્રામને લઈને 2021માં IHG સામે બીજો દાવો પણ દાખલ કર્યો હતો.

“આ હેકરો સામાન્ય ન હતા અને તેઓ હજુ પણ નુકસાન કરવામાં સક્ષમ હતા,” તેમણે કહ્યું. “આ ઉપરાંત, IHG ક્રેડિટ કાર્ડ્સ માટે 8 ટકા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી ઉપરાંત ટેક્નોલોજી ફીમાં દર મહિને રૂમ દીઠ $16.40 ચાર્જ કરે છે. તે ફ્રેન્ચાઇઝીઓને લગભગ $40,000 થી $55,000ના ખર્ચે દર ત્રણથી ચાર વર્ષે હાર્ડવેર બદલવા દબાણ કરે છે. તો, શા માટે ફ્રેન્ચાઇઝીઓ હંમેશા નુકસાન એકત્ર કરવા માટે તેમના પોતાના પર છોડી દેવામાં આવે છે અને IHGને જવાબદાર ઠેરવી શકાય નહીં?” એવો સવાલ પણ ફ્રેન્ચાઇઝીઓએ પૂછ્યો છે.

IHGના પ્રવક્તાએ ધ પોસ્ટને જણાવ્યું હતું કે, IHG પાસે તેની બુકિંગ ચેનલો અને રેવન્યુ જનરેટિંગ સિસ્ટમનો ઝડપથી બેકઅપ લેવામાં આવ્યો હતો.

પ્રવક્તાએ કહ્યું, “અમારી ટેક્નોલોજી સિસ્ટમ્સમાં અનધિકૃત પ્રવૃત્તિને પગલે અમારા સુરક્ષા પગલાં ચાલુ છે.” “આ સમયે, અમે અતિથિ ડેટાની અનધિકૃત ઍક્સેસના કોઈ પુરાવાને ઓળખ્યા નથી.” જો કે પ્રવક્તા પેન્ડિંગ દાવા અંગે કોઈ ટિપ્પણી આપી શક્યા નથી.