STR અને TE એ HDC ખાતે 2022ની નવી આગાહી જારી કરી

RevPAR આ વર્ષે સુધરીના 2019ના સામાન્ય સ્તરે આવવાની સંભાવના

0
781
STR અને ટુરિઝમ ઇકોનોમિક્સના નવા વર્તારા મુજબ RevPAR સુધરીને વર્ષના અંત સુધીમાં 2019ના સામાન્ય સ્તર 93 ડોલરે પહોંચી જાય તેવી સંભાવના છે. જ્યારે વર્ષ માટે ઓક્યુપેન્સી પ્રોજેકશન ઘટાડીને 64.6 ટકા અને ADR અંદાજ વધારીને 148 ડોલર કરવામાં આવ્યો છે.

STR અને ટુરિઝમ ઇકોનોમિક્સની નવી આગાહીમાં ADRના અંદાજો વધી રહ્યા છે અને ઓક્યુપેન્સીના અંદાજ ઘટી રહ્યા છે. નેશવિલમાં STRની 14મી વાર્ષિક હોટેલ ડેટાકોન્ફરન્સ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી આગાહી મુજબ આ વર્ષે હજી પણ RevPAR સંપૂર્ણપણે પણ નજીવા ધોરણે ફરીથી હાંસલ કરી શકાય તેવી અપેક્ષા છે.

જો કે અનુમાન મુજબ ફુગાવો એડજસ્ટ કર્યા પછી RevPARને પુનઃ પ્રાપ્ત થવા માટે 2025 સુધીનો સમય લાગશે તેમ મનાય છે. 2022 માટે RevPARને હવે જૂનમાં રજૂ કરાયેલા 92 ડોલરના અંદાજની તુલનાએ 93 ડોલર થવાની આશા છે, જ્યારે 2023માં તેમા નજીવી રિકવરી સેટ કરવામાં આવી છે.

વર્ષ માટે ઓક્યુપન્સી અંદાજ ઘટાડી 64.6 ટકા કરવામાં આવ્યો છે અને ADR અંદાજ વધીને 148 ડોલર થયો છે. અપડેટેડ અનુમાન મુજબ 2022 અને 2023 બંને માટે ADR અંદાજ બે ડોલર કરતાં થોડો વધુ રહી શકે છે અને ઓક્યુપન્સી દરેક વર્ષ માટે પોઇન્ટ એક ટકા કરતાં પણ ઓછી રહી શકે છે.

ઉનાળા દરમિયાન લેઇઝર સેકટરની માંગ અપેક્ષા મુજબ નોંધપાત્ર સ્તરે પહોંચી છે અને અમે અર્નિંગ કોલ્સમાં અમારા ઉદ્યોગના સાથીદારો પાસેથી જે સાંભળીએ છીએ તે સૂચવે છે કે ગ્રુપ બિઝનેસ ટ્રાવેલ પાનખર અને શિયાળામાં રોગચાળા પૂર્વેના સ્તરે પહોંચી જશે, એમ STR પ્રેસિડેન્ટ અમાન્ડા હાઇટનું કહેવું છે. અમારુ ઓક્યુપન્સી માટે ઘટાડા તરફી એડજસ્ટમેન્ટ ઇકોનોમી સેગમેન્ટમાં આવેલી નરમાઈને આભારી છે,જેમા લેઇઝર ટ્રાવેલરો ઉચ્ચસ્તરીય સવલત માંગે અને બજેટ ટ્રાવેલર્સ ભાવના મોરચે ચુસ્ત વલણ અપનાવે તેના મિશ્રણને અથવા તો મિશ્ર અભિગમને ધ્યાનમાં લેવાયો છે. અમારી એડીઆર ચર્ચામાં ફુગાવો મુખ્ચ પરિબળ છે, પરંતુ હોટેલોએ પ્રાઇસિંગ પાવરના મોરચે મજબૂત કામગીરી બજાવવાનું જારી રાખ્યું છે. અર્થતંત્ર અંગે વિચારવા માટેના કારણો છે, લેબર અને ધંધાકીય પરિવર્તનના મોરચે પડકારો જારી છે, પરંતુ હોટેલ ઉદ્યોગ મજબૂત સ્થિતિમાં છે. જુનમાં તેની નફાકારકતા 32 મહિનાના ઊંચા સ્તરે હતી. માર્જિન મજબૂત છે, જો કે હાયર સ્ટાફિંગ સ્તરે વેતન અને ખર્ચના મોરચે ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે.

STR અને TEને મંદીની સંભાવના લાગતી નથી, તેમ ટીઇના લોજિંગ એનાલિટિક્સના ડિરેકટ્ર આર્યન રયાનનું કહેવું છે.

” બેઢલાઇન ઓક્સફર્ડ ઇકોનોમિક્સ આઉટલૂક 2023માં ધીમી આર્થિક વૃદ્ધિની અપેક્ષા રાખે છે, પરંતુ મંદીની કોઈ સંભાવના લાગતી નથી. કુલ માંગના મોરચે ભરાવો અને પુરવઠાના મોરચે તકલીફો દૂર થવાની બાબતનું સંયોજન થતા ફુગાવો ઘટાડવામાં મદદ મળશે, એમ રિયાને જણાવ્યું હતું. આ સંદર્ભમાં નક્કર, ઘરગથ્થુ ફાઇનાન્સ અને ગ્રુપ અને બિઝનેસ ટ્રાવેલના મોરચે ચાલતી રિકવરીની સાથે લોજિંગના મોરચે સારી કામગીરી જારી રહે તેમ માનવામાં આવે છે. જો કે આ વર્ષે તેમાં આ વૃદ્ધિ ઘણા ધીમા દરે જારી રહે તેવી સંભાવના છે. આ વર્ષે એચડીસી વેચાઈ ગઈ છે, એવી જાહેરાત એસટીઆરે આ સપ્તાહે કરી હતી.