બેસ્ટ વેસ્ટર્ને કોંગ લીગસી સ્કોલરશિપના પ્રથમ પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી

વિજેતાને હોસ્પિટાલિટી અભ્યાસમાં ફંડિંગના ભાગરૂપે 12,000 ડોલર મળશે

0
750
BWH હોટેલ ગ્રુપના ડેવિડ એન્ડ લુઇસ કોંગ લીગસી સ્કોલરશિપના ચાર વિજેતાઓ ક્લોકવાઇઝ ટોચથી ડાબે, કાયલા મેકમોહન, એશ્લી હર્નાન્ડેઝ, એલેક્સી હાઇકમેન અને કેટરિના રોઝ લેવેન્ડી

BWH હોટેલ ગ્રુપે ડેવિડ એન્ડ લુઇસ કોંગ લીગસી સ્કોલરશિપના પ્રથમ પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી છે. આ સ્કોલરશિપ બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સ સાથે સંકળાયેલાઓને નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે.

તેના ચાર વિજેતામાં ઇગલના એલેક્સીસ હાઇકમેન, પેટરસનના એશ્લી હર્નાન્ડેઝ અને ફોનિક્સના કેટરિના રોઝ લેવેન્ડી અને કાયલા મેકમોહન છે, એમ ગ્રુપે તેના નિવેદનમાં જણાવ્યું હતું. તેઓને ભંડોળના ભાગરૂપે 12 હજાર ડોલર મળશે.

હાઇકમેન આ વર્ષના પાનખરમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી ખાતે પત્રકારત્વનો અભ્યાસ શરૂ કરશે. તે પ્રવાસ કરવા માંગે છે, સાંસ્કૃતિક કે સ્પોર્ટ્સ કોરસપોન્ડન્ટ્સ બનવા માંગે છે. હર્નાન્ડેઝ હોટેલ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં ડિગ્રી સ્ટડીઝ જારી રાખશે. તે હાલમાં બેસ્ટ વેસ્ટર્ન પ્લસ વિલા ડેલ લેગો ઇનમાં જનરલ મેનેજર છે.

લેવેન્ડી હાલમાં પેરેડાઇઝ વેલી કમ્યુનિકી કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરે છે અને હ્યુમન રિસોર્સ મેનેજર બનવા માંગે છે. મેકમોહન આ પાનખરમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ કરશે. તેને ફેમિલી લો એન્ડ બિઝનેસમાં કારકિર્દી બનાવવામાં રસ છે.

આ સ્કોલરશિપ મેમ્બર હોટેલિયર કે તેના બાળકોને, હોટેલ સ્ટાફ કે તેમના બાળકોને અને કોર્પોરેટ એસોસિયેટ્સ કે તેમના બાળકોને આપવામાં આવે છે, એમ નિવેદનમાં જણાવાયું હતું.

BWH હોટેલ ગ્રુપ હંમેશા શિક્ષણ અને વ્યક્તિગત વિકાસને મહત્વ આપતું સંગઠન છે, એમ ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઇઓ લેરી કુક્યુલિકે જણાવ્યું હતું. આ વર્ષે પ્રાપ્તકર્તાઓ ખરેખર આ સ્કોલરશિપને લાયક છે અને અમને અમારા હોટેલિયરો, એસોસિયેટ્સ અને તેમના કુટુંબો પર ગૌરવ છે, જેમણે તેમના એકેડેમિક, પ્રોફેશનલ અને પર્સનલ ગોલ્સને પૂરા કરવાની દિશામાં પગલાં લીધા છે.

સ્કોલરશિપ અરજીની વિન્ડો દર વર્ષે જાન્યુઆરીમાં ખુલે છે અને દસ વ્યક્તિગત સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવે છે. એરિઝોન કમ્યુનિટી ફાઉન્ડેશન (એસેફ) જે બેસ્ટ વેસ્ટર્ન ફોર અ બેટર વર્લ્ડનું સંચાલન કરે છે તે આ ફંડની થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર છે.

ગયા મહિને બેસ્ટ વેસ્ટર્ન હોટેલ ગ્રુપના ભૂતપૂર્વ સીઇઓ ડેવિડ કોંગે સ્વૈચ્છિક સંગઠન DEI એડવાઇઝર્સ લોન્ચ કર્યુ હતુ. આ સંગઠન મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથોને તેમની કારકિર્દીની આકાંક્ષાઓ પૂરી કરવામાં મદદ કરે છે.