STR: U.S. હોટેલની નફાકારકતા મેમાં સળંગ ત્રીજા મહિને 2019ના સ્તર કરતાં ઊંચા સ્તરે

આઠ અગ્રણી બજારોમાં GOPPAR અને TrevPAR સંતોષજનક સ્તરે

0
820
મેમાં GOPPAR મહિનાના 88.63 ડોલર હતો જે એપ્રિલના 90.96 ડોલરથી નીચો હતો, એમ STR જણાવ્યું હતું. માર્ચમાં GOPPAR 83.81 ડોલર હતો.

અમેરિકન હોટેલ્સની નફાકારકતા મેમાં સળંગે ત્રીજા મહિને 2019ના સ્તર કરતા ઊંચે હતી, પરંતુ એપ્રિલ કરતા નીચી હતી એમ STR જણાવ્યું હતું. GOPPAR અને EBITDA PARનું સ્તર મેમાં એપ્રિલની તુલનાએ ઘટ્યું હતું.

મેમાં GOPPAR 88.63 ડોલર હતો અને તે એપ્રિલના 90.96 ડોલરથી નીચે હતો. માર્ચમાં GOPPAR 83.81 ડોલર હતો. મેમાં EBITDA PAR 67.80 ડોલર હતો, જ્યારે TRevPAR 219.58 ડોલર હતો અને લેબર કોસ્ટ પ્રતિ રૂમ 66.27 ડોલર હતો.

“મેમાં આવકના માપદંડોએ મિશ્ર પરિણામ દર્શાવ્યા હતા, તેના પગલે નફાના માપદંડ પણ થોડા ઓછા રહેવાના તેમા કોઈ આશ્ચર્ય નથી, ” એમ STRની નાણાકીય કામગીરીના રાકેલ ઓર્ટિઝે જણાવ્યું હતું. “2019માં ઇન્ડેક્સેડ કરાતા ચાર ચાવીરૂપ નફાનુકસાન માપદંડમાં દરેકે સુધારો દર્શાવ્યો હતો અને તેમા GOPPAR અને EBITDA PAR મેના સ્તર કરતા ઊંચા આવ્યા હતા. અમે એફ એન્ડ બીમાં ગ્રુપ માંગના સ્તરે વૃદ્ધિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છીએ. એફ એન્ડ બી આવક તબક્કાવાર ધોરણે 2019ના સ્તરની નજીક આવી છે, પરંતુ કેટરિંગ અને બેન્કવિટની આવક હજી પણ ઓછી છે. “

STR મુજબ આઠ બજારોમાં GOPPAR અને TrevPARનું સ્તર 2019ની તુલનાએ ઊંચું હતું.

“માંગમાં વધારો થવાની સાથે ટોચના 25 બજારોએ નફાકીય સ્તરમાં વૃદ્ધિ દર્શાવી છે. મિયામીએ ઊંચા રૂમરેટના લીધે વધારો નોંધાવ્યો છે, તેણે GOPPAR અને TrevPARમાં રિકવરી દર્શાવવાનું જારી રાખતા GOPPAR લેવલ 2019ના 240 ટકાના સ્તરે પહોંચી ગયું છે. મેમાં નીચા GOPPAR ઇન્ડેક્સ સાથેના બજારમાં સાન ફ્રાન્સિસ્કો અને ઓહુ આઇલેન્ડનો સમાવેશ થાય છે, ” એમ ઓર્ટિઝે જણાવ્યું હતું.