બુટિક હોટેલ્સનો RevPAR પરંપરાગત હોટેલ્સ કરતાં વધારેઃ રિપોર્ટ

બુટિક હોટેલ્સે 46થી 59 ટકાની રેન્જમાં ઓક્યુપન્સી લેવલ હાંસલ કર્યુ

0
963
અમેરિકામાં ગયા વર્ષે સ્વતંત્ર બુટિક, લાઇફસ્ટાઇલ હોટેલ્સ અને સોફ્ટ બ્રાન્ડ કલેકશન્સ તરીકે વર્ગીકૃત કરાયેલી હોટેલ્સે પરંપરાગત હોટેલ્સ કરતાં વધારે વાર્ષિક RevPAR મેળવ્યો હતો, એમ હાઇલેન્ડ ગ્રુપનું કહેવું છે.

અમેરિકામાં ગયા વર્ષે બુટિક હોટેલ્સે પરંપરાગત હોટેલ્સ કરતાં વધારે RevPAR મેળવ્યો હતો, એમ ધ હાઇલેન્ડ ગ્રુપની કન્સલ્ટન્સી એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું. હોટેલ્સે એક્સપરિયન્ટલ સ્ટે, અપવાદરૂપ ડિઝઆઇન અને સગવડો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જે પ્રીમિયમ રેટ લેવામાં મદદ કરે છે એમ રિપોર્ટે જણાવ્યું હતું.

બુટિક હોટેલ રિપોર્ટ 2022માં જણાવાયું હતું કે અપર મિડસ્કેલ, અપસ્કેલ અને લક્ઝરી સોફ્ટ બ્રાન્ડ કલેકશન 2021ના કામગીરીના માપદંડ પર અમેરિકાના અપસ્કેલ કાઉન્ટરપાર્ટની તુલનાએ મજબૂત રિકવરી દર્શાવી છે, જ્યારે અપર અપસ્કેલ ક્લાસ રિકવરીમાં આગળ હતુ પણ ઓક્યુપન્સીમાં પાછળ હતું.

અહેવાલ મુજબ લાઇફસ્ટાઇલ અપરસ્કેલ અને લક્ઝરી હોટેલ્સે તેમના સમકક્ષના જેટલી જ રિકવરી દર્શાવે છે, જ્યારે અપર મિડસ્કેલ અને અપસ્કેલ લાઇફસ્ટાઇલ હટેલ્સે ઓક્યુપન્સી અને સરેરાશ દરે ધીમી રિકવરી દર્શાવી છે.

“અમેરિકામાં શહેરી સ્થળોએ આવેલી બધી હોટેલ્સની તુલનાએ શહેરી સ્થળોએ આવેલી અપરમિડસ્કેલ અને અપસ્કેલ સ્વતંત્ર બુટિક હોટેલ્સે કામગીરીના બંને માપદંડ પર વધારે મજબૂત રિકવરી દર્શાવી છે.”

અહેવાલે જણાવ્યું હતું કે ગેટવે લોકેશન્સ પર આવી અપર અપસ્કેલ ઇન્ડિપેન્ડન્ટ હોટેલ્સ ટોચના 25 માર્કેટ્સમાં આવેલી હોટેલ્સની તુલનાએ રિકવરી રેટમાં આગળ હતી, પરંતુ ઓક્યુપન્સીમાં પાચળ હતી, એમ અહેવાલે જણાવ્યું હતું.

“લાઇફસ્ટાઇલ હોટેલ્સ અને સોફ્ટ બ્રાન્ કલેકશન હોટેલ ઉદ્યોગના બે ઝડપથી વિકસતા સેગમેન્ટ્સ છે. તેમા 2016ના સોફ્ટ બ્રાન્ડ કલેકશન્સે 17 ટકાના ચક્રવૃદ્ધિ દરે નવા ઓપનિંગની આગેવાની લીધી છે, જ્યારે તેના પછીના ક્રમે લાઇફસ્ટાઇલ હોટેલ 12 ટકાના વૃદ્ધિદર સાથે આવે છે. સ્વતંત્ર બુટિક ઓપનિંગમાં પાંચ ટકાના ચક્રવૃદ્ધિદરે વધારો થયો છે.”

અહેવાલે ઉમેર્યુ હતું કે બુટિક હોટેલ્સે 2021માં 46થી 59 ટકાની રેન્જમાં ઓક્યુપન્સી મેળવી હતી. તેની તુલનાએ અમેરિકાની બધી હોટેલ્સે 58 ટકા ઓક્યુપન્સી મેળવી હતી. અમેરિકન હોટેલ્સમાં સરેરાશ દરમાં 21 ટકાની વૃદ્ધિની સામે બુટિક હોટેલ્સનો સરેરાશ રેટ વૃદ્ધિદર 25 ટકા હતો, એમ અહેવાલે વધુમાં જણાવ્યું હતું.

રિપોર્ટ્સની હાઇલાઇટ્સ

લાઇફસ્ટાઇલ હોટેલ્સ

હાઇલેન્ડ ગ્રુપના રિપોર્ટે જણાવ્યું હતું કે કુલ ઇન્વેન્ટરીમાં લાઇફસ્ટાઇલ હોટેલ્સનો હિસ્સો નાનો છે, જો કે આ સેગેન્ટે ઉદ્યોગના 2010થી કુલ 14.4 ટકાના વૃદ્ધિદરની તુલનાએ 1.1 ટકા વધુ ઊંચો દર નોંધાવ્યો છે.

સોફ્ટ બ્રાન્ડ કલેકશન્સ

આ સેગમેન્ટે પરંપરાગત ફ્રેન્ચાઇઝીઓ સાથે જોડાયેલા કે અગાઉ સ્વતંત્ર હોય તેવી મિલકતોને આકર્ષવાનું જારી રાખ્યું છે. વધારામાં આ ફ્રેન્ચાઇઝ કંપનીઓની ડિઝાઇન અને સગવડોની ફ્લેક્સિબિલિટી ડેવલપરો અને ઓપરેટરોને અપીલ કરી રહી છે અને તેઓ તેને વધુ ડેવલપ કરે તેમ માનવામાં આવે છે.

સ્વતંત્ર બુટિક

આ સેગમેન્ટમાં વાર્ષિક પુરવઠો 2010થી 2016 દરમિયાન છ ટકાના દરે વધ્યો હતો અને તેની તુલનાએ અમેરિકન હોટેલ ઉદ્યોગમાં પુરવઠાનો વૃદ્ધિદર 1.1 ટકા હતો. અમેરિકાની કુલ ઇન્વેન્ટરીઝમાં સ્વતંત્ર બુટિક પ્રોપર્ટીઝનો હિસ્સો કુલ હિસ્સો 1.8 ટકાના દરે વધ્યો હતો.

મોટાભાગના સેગમેન્ટ્સ 2021માં સંપૂર્ણપણે રિકવર થયા ન હતા અને કેટલાક વિભાગ જેવા કે ફેડ અને બેવરેજીસમાં હજી પણ વૃદ્ધિ મર્યાદિત છે.

ગયા વર્ષે હાઇલેન્ડ ગ્રુપે જણાવ્યું હતું કે બુટિક હોટેલ્સે તેની કેટેગરીઓની બીજી હોટેલ્સ કરતાં વધારે ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી.