AHLA, તેના ફાઉન્ડેશન અને ICHRIEએ ભાવિ વર્કફોર્સ માટે પાર્ટનરશિપ રચી

AHLA મેમ્બર સરવેનું તારણ છે કે 97 ટકા હોટેલ્સ અંડરસ્ટાફ છે

0
710
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન AHLA ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન હોટેલ, રેસ્ટોરા અને ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશન ICHRIE વચ્ચે નવા સહયોગના ભાગરૂપે AHLA ફાઉન્ડેશન મટીરિયલ્સનું વિતરણ કરાશે અને તેની મેમ્બરશિપ અને કમ્યુનિકેશન ચેનલ્સના એક્સેસને સુગમ બનાવાશે.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન AHLA ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન હોટેલ, રેસ્ટોરા એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશન ICHRIE સાથે હોટેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના ભઆવિ વર્કફોર્સને વિકસાવવા નવી ભાગીદારી રચી છે.

13 જુનથી અસ્તિત્વમાં આવેલા આ સહયોગના ભાગરૂપે ICHRIE AHLA ફાઉન્ટેશન મટીરિયલ્સનું વિતરણ કરશે અને તેની મેમ્બરશિપ અને કમ્યુનિકેશન ચેનલ્સનું એક્સેસ સુગમ કરશે. આ ઉપરાંત તેઓ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ સાથે જોડાવવાની બાવિ તક ખંખોળશે, એમ AHLAએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.

AHLA વિશાળ વર્કફોર્સની ભરતી કરશે અને હોસ્પિટાલિટી કેરિયર તકોને વેગ આપશે. AHLAના પ્રેસિડેન્ટ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે અમે ICHRIE અને તેના જબરજસ્ત ડીન્સ, ડિરેક્ટર, પ્રોગ્રામ લીડર્સ અને હોસ્પિટાલિટી યુનિવર્સિટીઝ અને સ્કૂલ્સના સભ્યો સાથે ભાગીદારી કરીને રોમાંચિત છીએ. તેની સાથે હોટેલ ઉદ્યોગની ટેલેન્ટ પાઇપલાઇન અંગે અમારા શેર મિશનને મજબૂત બનાવવા માંગીએ છીએ.

“વૈશ્વિક હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ગ્લોબલ લીડર તરીકે ICHRIE અમારી વિદ્યાર્થીઓ અને દેશના એજ્યુકેટરો સુધીની અમારી પહોંચ મહત્તમ બનાવશે. AHLA સાથે AHLA ફાઉન્ડેશન અને CHRIE તે સુનિશ્ચિત કરશે કે બધા અમેરિકન વર્કફોર્સમાં પ્રવેશવા તૈયાર રહે તથા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં તેમની કારકિર્દી અંગે ઉપલબ્ધ તકોથી તે સુપેરે પરિચિત રહે.”

AHLAના ચીફ ઓપરેટિંગ ઓફિસર ICHRIEની નવી ઇન્ડસ્ટ્રી કાઉન્સિલની સાથે મળીને આ સંબંધોને સુગમ બનાવવામાં મદદ કરશે, AHLA અને AHLA ફાઉન્ડેશન ICHRIEની 75મી એનિવર્સરી કોન્ફરન્સ આ વર્ષે ઓગસ્ટમાં વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાશે.

યુ.એસ. બ્યૂર ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા મુજબ રોગચાળા પૂર્વેની સ્થિતિની તુલનાએ મે 2022માં બ્રોડર લેઇઝર એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં 13 લાખ જેટલી જોબ્સ ઘટી ગઈ હતી.

AHLA સભ્યોનો ગયા મહિનાનો સરવે જણાવે છે કે 97 ટકા સભ્યો અંડરસ્ટાફ છે અને તેમા 49 ટકાને તો ગંભીર અછત નડી રહી છે.

ICHRIEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફ્રાન બ્રાસેસ્યુક્સે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ઉદ્યોગ અકલ્પનીય સ્ટાફ અછત અનુભવી રહ્યો છે ત્યારે તે મહત્વનું છે કે આપણે એકેડેમિયામાં સંયુક્ત નિપુણતા શોધીએ જેથી ઉદ્યોગ આ મોટા પડકારનો સામનો કરી તેમાથી બહાર આવી જાય.

તાજેતરમાં AHLAનો પાર્ટનર પ્રોગ્રામ બીજા નવા છ સભ્યોના ઉમેરા સાથે 27 સભ્યો સુધી પહોંચ્યો હતો.