અમેરિકન હોટેલ્સે પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત કામગીરી નોંધાવીઃ હોટસ્ટેટ્સ

યુ.એસ. હોટેલ્સે માર્ચમાં કામકાજમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે

0
754
માર્ચ 2022માં GOPPAR જાન્યુઆરી 2022ની તુલનાએ વધીને 70 ડોલર થયો હતો અને તે માર્ચ 2019ના સ્તર 90 ડોલર પર બંધ આવ્યો હતો.

અમેરિકન હોટેલ્સની કામગીરી માર્ચના પ્રથમ ક્વાર્ટરના અંતે મજબૂત રહી હતી, ફક્ત અમેરિકન જ નહી વિશ્વના મોટાભાગના વિસ્તારમાં માર્ચમાં પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં હોટેલ ઉદ્યોગની કામગીરી સારી રહેતા તેમા નફાકીય વૃદ્ધિ જોવા મળી હોવાનું હોટસ્ટેટના આંકડા કહે છે. રિસર્ચ ફર્મના જણાવ્યા મુજબ મજબૂત આવક, સારા રૂપાંતરણ દર અને કોવિડ અંગે પ્રવાસીઓમાં ઓછી ચિંતાના લીધે કામગીરીના મોરચે આટલો સુધારો જોવા મળ્યો છે.

પ્રથમ ક્વાર્ટર દરમિયાન અમેરિકન હોટેલ્સે તેમના કાર્યકારી માર્જિનમાં સુધારો જોયો હોવાનું હોટસ્ટેટ વેબસાઇટની બ્લોગપોસ્ટે જણાવ્યું હતું. માર્ચ 2022માં GOPPAR જાન્યુઆરી 2022ની તુલનાએ વધીને 70 ડોલર થઈ હતી અને તે માર્ચ 2019ના સ્તર 90 ડોલર પર બંધ આવી હતી. અમેરિકામાં ફેબ્રુઆરી 2020 પછી આ સૌથી ઊંચો નફાકીય માર્જિન છે, આ દર્શાવે છે કે કોવિડ-19 પછી સમગ્ર વિશ્વ તેની રાબેતા મુજબની સ્થિતિમાં આવી રહ્યુ છે.

અમેરિકામાં એડીઆરમાં વૃદ્ધિ જોવા મળી છે, માર્ચ એડીઆરે ઓક્ટોબર 2018 પછીનું સૌથી ઊંચું સ્તર દર્શાવ્યું તે આનો મજબૂત પુરાવો છે.

બ્લોગપોસ્ટે જણાવ્યું છે કે અમેરિકન હોટેલ ઓપરેટરો આ પ્રકારની આવકને નફામાં રૂપાંતર કરવા સક્ષમ રહ્યા છે. આ રૂપાંતરણનો દર અને નફાકીય વૃદ્ધિનો દર જોઈએ તો આવકમાં દર ડોલરની વૃદ્ધિના પગલે 50 ટકાથી વધારે વૃદ્ધિ નફામાં થઈ છે.

શ્રમ ખર્ચ પણ પ્રતિમાસ વધી રહ્યો હોવા છતાં તે કુલ આવકની તુલનાએ તેટલા ઊંચા દરે વધ્યો ન હતો, હોટસ્ટેટ્સે જણાવ્યું હતું. એસોસિયેશન અને કન્વેન્શન વોલ્યુમ માર્ચ 2020 પછીના સૌથી ઊંચા દરે પહોંચ્યુ હતુ.

તાજેતરની પોસ્ટમાં હોટસ્ટેટ્સે જણાવ્યું હતું કે GOPPARની કામગીરીની સમીક્ષા કરતા જોઈ શકાય છે કે હોટેલિયરોએ તેમના કારોબારને ચલાવવા માટે એકદમ સ્માર્ટ અને કાબેલિયતભર્યા નિર્ણયો લીધા છે.