વિઝન દ્વારા 25મી એનિવર્સરી ગાલાની હોમટાઉન ચટ્ટાનૂગા, ટેનેસી ખાતે ઉજવણી

કાર્યક્રમમાં 300 ગેસ્ટ કે જેમાં સ્થાનિક અધિકારીઓ, બ્રાન્ડ અધિકારીઓ તથા સાથી હોટેલ માલિકોએ હાજરી આપી હતી

0
1050
(Patel Family) મિત્ચ પટેલ, ટેનેસીના ચટ્ટાનૂગા ખાતેના વિઝન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ, તેમની પત્ની પારૂલ સાથે (મિત્ચની ડાબી તરફ), તથા સંતાન આલીયના, અર્જૂન તથા ઈશાન કંપનીની 25મી વર્ષગાંઠ નિમિતે હન્ટર મ્યુઝિયમ ઓફ અમેરિકન આર્ટ ખાતે ઉજવણી દરમિયાન નજરે પડે છે.

ટેનેસી નદી ડાઉનટાઉન ચટ્ટાનૂગા, ટેનેસી ખાતેથી પસાર થાય છે ત્યાં વિઝન હોસ્પિટાલિટી ગ્રુપની 25મી વર્ષગાંઠ નિમિતે ગુરૂવારે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં વિઝન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલ દ્વારા 300 જેટલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારોહમાં હાજર મહેમાનોમાં સ્થાનિક અધિકારીઓ, બ્રાન્ડ લીડર્સ અને પટેલના કેટલાક સાથી હોટેલમાલિકો તથા વીએચજીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મિત્ચ પટેલે સમારોહના અંતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું મને ખબર છે કે તમારામાંથી ઘણા થાકી ગયા હશો અને કાલે વહેલી સવારની અનેકની ફ્લાઇટ પણ હશે, માટે હું શક્ય એટલા ટૂંકાણમાં મારું વક્તવ્ય પૂર્ણ કરને જણાવીશ કે મારે ઘણાબધા લોકોનો આભાર માનવો છે, માફ કરશો. સમારોહ દરમિયાન અનેક પ્રેઝેન્ટેશન અને હન્ટર મ્યુઝિયમ ઓફ અમેરિકન આર્ટના ધાબે ફુલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મ્યુઝિયમ વીએચજીની માલિકીની ચટ્ટાનૂગા ખાતે આવેલી અનેક બૂટિક હોટેલો પૈકીની ધી એડવિન હોટેલની બરોબર બાજુમાં આવેલું છે. સમારોહ દરમિયાન અનેક ગેસ્ટે સ્પેશિયલ એનિવર્સરી ઇવેન્ટ તરીકે ધી એડવીન હોટેલ ખાતે કોમ્પ્લીમેન્ટરી રોકાણ પણ માણ્યું હતું, જેની જાહેરાત માર્ચમાં કરી દેવાઈ હતી.

વિઝન હોસ્પિટાલિટીની શરૂઆત 1997માં હોમવૂડ સ્યુટસ બાય હિલ્ટન, ચટ્ટાનૂગા-હેમિલટન પ્લેસ પટેલ દ્વારા ચટ્ટાનૂગા ખાતે વિકસાવવામાં આવી હતી. જ્યાં કંપની હજુ પણ હેડક્વાર્ટર ધરાવે છે. ત્યાર પછી અમેરિકન અર્થતંત્રમાં આવેલા અનેક પડકારો જેમ કે 2001માં થયેલા 9/11નો હુમલો સહિતના આર્થિક પડકારોનો સામનો કરીને પણ પટેલે દસ વધુ હોટેલ વિકસાવી હતી.

પટેલે કહ્યું હતું કે અમારી સ્ટોરી 25 વર્ષ પહેલા આ અઠવાડિયે શરૂ થઇ હતી. અમે એક નાના હોટેલથી શરૂઆત કરી પણ અમારું સપનું ઘણું મોટું હતું. તે એક અતૂલ્ય પ્રવાસ રહ્યો છે.

સમારોહમાં પ્રેઝેન્ટેશનની શરૂઆત ચટ્ટાનૂગાના મેયર ટીમ કેલી તથા બાજુમાં આવેલી હેમિલ્ટન કાઉન્ટીના મેયર જીમ કોપિન્ગર દ્વારા એપ્રિલ 21ને વિઝન હોસ્પિટાલિટી ગ્રુપ ડે જાહેર કરતી ઘોષણા સાથે થઇ હતી.

નાની બેકરીથી લઇને પેવિંગ મશીનનું લોજિસ્ટિક હોય તે તમામ અમને અહીં ચટ્ટાનૂગામાં ઉપલબ્ધ બની છે અને મિત્ચ પટેલ તેનું યોગ્ય ઉદાહરણ છે તેમ કેલીએ કહ્યું હતું. તેએ જ્યારે ફક્ત 27 વર્ષના હતા ત્યારે તેમણે આ વિઝન હોસ્પિટાલિટીની શરૂઆત કરી હતી ત્યારે તે અહીંની સૌપ્રથમ હોટેલ હતી અને ત્યાર પછી તેઓ આગળ વધ્યા અને ફક્ત ચટ્ટાનૂગા વિસ્તારમાં 16 હોટેલ સુધીનો વિસ્તાર કર્યો છે. તેમણે અહીં 350 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને તેને કારણે લાખો ડોલરની આવક ટેક્સપેટે પણ થઇ રહી છે.

સમારોહમાં હાજર રહેનારાઓમાં મેરિયટ ઇન્ટરનેશનલના ગ્રુપ પ્રેસિડેન્ટ ઓફ ધી અમેરિકાસ લાયમ બ્રાઉન, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાસ ફોર હિલ્ટન હોટેલ્સ ડેની હ્યુજીસ તથા ચીપ રોજર્સ, પ્રેસિડેન્ટ અને સીઈઓ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનનો સમાવેશ થાય છે અન્ય હોટેલ માલિકોમાં ડી.જે. રામા, ગ્રીનવિલે, સાઉથ કેરોલિનામાં આવેલી ઓરો હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ, તથા આહોઆના પૂર્વ ચેરવિમેન જાગૃતિ પાનવાલા કે જેઓ પેનિસીલવાનિયાના ન્યુહોપ ખાતેની વેલ્થ પ્રોટેક્શન સર્વિસના પ્રેસિડેન્ટ અને સીઈઓ પણ છે.

વિઝન હોસ્પિટાલિટી ગ્રુપનું માર્કેટ કેપ એક બિલિયન ડોલરે પહોંચ્યું છે અને પટેલ કંપનીના વિસ્તરણનું આયોજન ધરાવે છે. જે માટે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ, એક્વિઝિશન તથા રિપોઝિશનિંગ ઓપોર્ચ્યુનિટી સહિતના આધારે કામગીરી કરવાનું આયોજન છે.

સમારોહના સમાપન સમયે પટેલે પોતાના સંબોધનમાં હોસ્પિટાલિટી ઉદ્યોગમાં વિઝન ગ્રુપની સફર અને પડકારો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ હજુ ઘણા આગળ વધવા ઇચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગમાં હજુ ઘણી અનેક તકો રહેલી છે.