આહોઆકોન 2022નું મેરિલેન્ડના બાલ્ટીમોર ખાતે આયોજન કરાશે

0
809
આહોઆનું 2022નું કન્વેન્શન અને ટ્રેડ શોનું આયોજન મેરિલેન્ડના બાલ્ટીમોર ખાતે મંગળવારથી લઇને શુક્રવાર સુધી યોજાશે. બાલ્ટીમોરના પૂર્વ રેવન્સ લાઇનબેકર રે લેવિસ, ડાબે, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રહેશે. જમણે હિધર ‘લકી’ પેની, અમેરિકન એરફોર્સની 121મી ફાઇટર સ્ક્રોવડનમાં સામેલ થનારા સૌપ્રથમ અને એકમાત્ર મહિલા આ કાર્યક્રમ દરમિયાન યોજાનાર આ વર્ષના મહિલાઓના સત્ર અને લન્ચીઓન દરમિયાન હાજર રહેશે.

મેરિલેન્ડના બાલ્ટીમોર ખાતે આહોઆ 2022 કન્વેન્શન અને ટ્રેડ શોનું આયોજન થશે. જેમાં 5200 કરતા વધારે સભ્યો હાજરી આપશે અને કાર્યક્રમ દરમિયાન મંગળવારથી લઇને શુક્રવાર સુધી બાલ્ટીમોર કોન્ફરન્સ સેન્ટર ખાતે હાજરી આપશે.

આ વર્ષનું આહોઆકોન22 નિયત સમયે યોજાઇ રહ્યું છે કારણ કે ગત વર્ષની કોન્ફરન્સ એપ્રિલને બદલે ઓગષ્ટમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન 450 કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લેશે અને તે દરમિયાન 10 એજ્યુકેશન સેશન્સ અને ત્રણ નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરાશે.

આહોઆના વર્તમાન ચેરમેન વિનય પટેલ કહે છે કે આહોઆનો સ્ટાફ અને કન્વેન્શન કમિટી દ્વારા આ કાર્યક્રમના આયોજન માટેની તડામાર તૈયારી ચાલી રહી છે, તેઓ ઘડિયાળના કાંટે કામ કરીને તેને આખરી ઓપ આપી રહ્યાં છે. આ કાર્યક્રમમાં એજ્યુકેશન, ઇન્સ્પીરેશન, ડિલ-મેકિંગ, નેટવર્કિંગ સહિતના વિષયોને આવરી લેવામાં આવશે.

કોન્ફરન્સ દરમિયાન, વિનય પોતાની ચેરમેનશિપ 30 વર્ષના નિશાંત ‘નીલ’ પટેલને સોંપશે. તેઓ એસોસિએશનના સૌથી યુવાવયના અગ્રણી બનશે.

મારા માટે આ એક સન્માન છે તેમ પટેલે એશિયન હોસ્પિટાલિટીને તેના એપ્રિલના અંક માટે જણાવ્યું હતું.

યુવા વ્યવસાયકાર તરીકે મારી વિચારસરણી જુદી છે. મારો ઉછેર આ ઉદ્યોગ દરમિયાન જ થયો છે. હું હોદ્દો અને નવી જવાબદારી સંભાળશે.

આહોઆના સભ્યો જેમ કે ફલોરિડાના હોટેલિયર રૂપેશ પટેલે પણ નવા સેક્રેટરી સહિતના નવા હોદ્દેદારો માટે મત આપ્યો હતો.

રૂપેશ પટેલે જણાવ્યું હતું કે હું આહોઆકોન22 દરમિયાન મારા તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રોને મળી શકીશ. તેઓ ઓનલાઇન માર્કેટિંગ કન્સલ્ટિંગ ફર્મ સ્માર્ટગેસ્ટ્સના સ્થાપક છે. નીલ પટેલ સંસ્થાના યુવા વયના ચેરપર્સન બની રહ્યાં છે તે સારી બાબત છે.

પૂર્વ બાલ્ટીમોર રેવન્સ લાઇનબેકર રે લેવિસ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. જ્યારે અમેરિકન એરફોર્સની 121મી ફાઇટર સ્ક્રોડનમાં સામેલ થનાર સૌપ્રથમ અને એકમાત્ર મહિલા હિથર લક્કી પેની મહિલાઓ માટેના સત્રમાં હાજરી આપશે.

કેલિફોર્નિયા ખાતેના હોટેલિયર અને પ્રિન્સ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક સુનિલ ‘સન્ની’ તોલાણી કે જેઓ આહોઆના આજીવન સભ્ય છે તેઓ કહે છે કે તેઓ કોન્ફરન્સ માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં ન્યુયોર્ક વિકલી મેગેઝિન દ્વારા તેમને 2022ના ટોચના દસ ઉદ્યોગસાહસિકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આહોઆ દ્વારા કોન્ફરન્સને અનુલક્ષીને ફેર ફ્રેન્ચાઇઝિંગના સુધારેલા 12 મુદ્દા જાહેર કરવામાં આવ્યા હતા. જે સત્તાવાર એન એજ્યુકેશનલ પ્રાઈમરઃ અ બેસ્ટ-પ્રેક્ટિસ એપ્રોચ ટુ ડિઝાઇનિંગ, ડેવલપિંગ એન્ડ ઇમ્પ્લીમેન્ટિંગ બેસ્ટ-ઇન ક્લાસ, મ્યુઅચ્યુઅલી બેનેફિસિયલ ફ્રેન્ચાઇઝ સિસ્ટમ શિર્ષક હેઠળ આ મુદ્દા જાહેર કરાયા છે.