શી હેઝ એ ડીલ સ્પર્ધાના 2022 માટેના ફાઇનલિસ્ટ જાહેર

વિમેન હોટેલ ઓનરશિપને પ્રમોટ કરવાની સ્પર્ધા સાથે સીએચવારનિકની એડવાઇઝર અને એજ્યુકેટિંગ સ્પોન્સર તરીકે ભાગીદારી કરાઈ

0
1032
હોટેલ ઇન્ડસ્ટીરમાં મહિલાઓને માલિકી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરનાર ‘શી હેઝ અ ડીલ’ સ્પર્ધા દ્વારા તાજેતરમાં તેની ફાઇનલ રાઉન્ડ એસએચએડીપિચ માટેની છ ટીમની જાહેરાત કરાઇ. એસએચએડી દ્વારા સીએચએમવારનિક સાથે એસેટ મેનેજમેન્ટ એડવાઇઝર અને એજ્યુકેટિંગ સ્પોન્સર તરીકે પણ ભાગીદારી કરાઈ છે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ સ્પર્ધા ‘શી હેઝ અ ડીલ’ દ્વારા તેના ફાઇનલ રાઉન્ડ એસએચએપિચ 2022 માટેની આખરી છ ટીમની જાહેરાત કરવામાં આવી છે. એસએચએડી દ્વારા હોટેલ્સમાં માલિકી ક્ષેત્રે મહિલાઓને આગળ વધવાની તક આપવામાં આવે છે.

એચએચએડી દ્વારા એસેટ મેનેજમેન્ટ તથા એડવાઇઝરી ફર્મ સીએચએમવારનિક સાથે એસેટ મેનેજમેન્ટ એડવાઇઝર તથા એજ્યુકેટિંગ સ્પોન્સર તરીકે લાંબાગાળાની સેવા માટે ભાગીદારી કરવામાં આવી છે, તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

આખરી રાઉન્ડમાં છ ટીમ પહોંચી

આખરી રાઉન્ડમાં પહોંચનાર છ ફાઇનલિસ્ટ આ પ્રમાણે છેઃ આર્ટ, એલએલસીઃ યુનિવર્સિટી ઓફ હવેનથી રેબેકા ડેલવાલે અને એલેક્ઝેન્ડ્રા વેન્ડોલા, એએસએમ કોન્સોલીડેટેડ, એલએલસીઃ મોરગ્ન મેસન, પુરડ્યુ યુનિવર્સિટીથી, એલ એન્ડ બી હોસ્પિટાલિટી કન્સલ્ટિંગઃ બ્રીલિયન સ્મિથતથા લૌરેન ગ્રાફ સાન ડીએગો સ્ટેટ યુનિવર્સિટીથી, એલ એન્ડ જે ઇન્વેસ્ટમેન્ટઃ લિલિયન અમીરફઝલી, લીલી પાનીતથા જેયીલન રોવલી મિશિગન સ્ટેટ યુનિવર્સિટીથી, લુમિન ઇન્વેસ્ટમેન્ટ્સઃ શાંતિ હુઆન્ગ તથા વેલેરી ફેન્ડ કેલિફોર્નિયા સ્ટેટ પોલીટેકનિક યુનિવર્સિટીથી, પોમોના તથા ક્વાર્ટર્સ એન્ડ હાલ્વેઝઃ યવના પેટ્રોસ, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી એલીયટ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના સ્નાતક, તથા શાન્નાહ રીગન, યુનિવર્સિટી ઓફ પેનીસિલવાનિયાથી સ્નાતકનો સમાવેશ થાય છે.

ફાઇનલ પિચ સ્પર્ધા એપ્રિલ 28-29ના રોજ હિલ્ટન મેકલીન ટાયસન કોર્નર ખાતેની ઇનોવેશન ગેલેરી ખાતે યોજાશે. સ્પર્ધાની સાથે સાથે હયાત રીજેસી ટાયસન કોર્નર ખાતે એવોર્ડ તથા નેટવર્કિંગ લોન્ચ પણ યોજાશે.

આ અંગે એસએચએડીના નિર્ણાયક અને સિના હોસ્પિટાલિટીના સીઈઓ રવિ પટેલે કહ્યું હતું કે આ વર્ષે વિમેન હોટેલ ઇન્વેસ્ટર્સ તથા ડેવલપર્સ દ્વારા નવા તથા વૈવિધ્યવાળા સ્પર્ધકો હોટેલ ડેવલપમેન્ટ તથા સ્ટ્રેટેજી માટે લવાયા છે.

સ્પર્ધામાં ટીમોને અર્લી કરિયર, વુમેન હોસ્પિટાલિટી વિદ્યાર્થીઓને 50,000 ડોલરનો પુરસ્કાર હોટેલ ડીલ ઇક્વિટી માટે અપાય છે.

નવી ભાગીદારી

એડવાઇઝરી ફર્મ સીએચએમવાર્નિક સાથેની નવી ભાગીદારીને પગલે એસએચએડી એસેટ મેનેજમેન્ટ, એસએચએડી સ્પર્ધકો માટેના ટ્રેનિંગ મોડ્યુઅલ્સની તૈયારી તથા લીવરેજ પ્રોફપ્લસઆઈ, કંપનીના ટેકનોલોજી પ્લેટફોર્મ તથા હોસ્પિટાલિટીમાં રોકાણ માટે સહિતના ક્ષેત્રે લાભ મળશે.

એસએચએડીના ફાઉન્ડર ટ્રેસી પ્રીગમોર કહે છે કે એસેટ મેનેજમેન્ટમાં અમારી ટીમોને તેમના અનુભવ તથા કૌશલ્યમાં વધારો કરવાની તક સાથે રોકાણનો પણ લાભ મળે છે.

નિવેદન અનુસાર સીએચવાર્નિક દ્વારા એસએચએડી માસ્ટર ક્લાસિસ, એસએચએડી ટોક થા ચાલી રહેલી પ્રોગ્રામિંગ ડિઝાઇનને આગળ વધારવા સહિતના હોટેલ રિયલ એસ્ટેટ ક્ષેત્રના કાર્યક્રમોમાં કોન્ટેન્ટ માટેની કામગીરીમાં ફાળો અપાશે.

આહોઆ ચેરમેન અને ફેરબ્રૂક હોટેલ્સ, રિચમન્ડ, વર્જિનિયાના પ્રેસિડેન્ટ વિનય પટેલ એસએચએડીની એડવાઇઝરી બોર્ડમાં સામેલ છે. આદિત્ય ભૂપથી, પ્રિન્સિપલ તથા એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, નોબલ હોટેલ્સ, સામન્થા આહુજા, ગ્રીનબર્ગ ટૌરિંગ લો ફર્મ, માયામીના પાર્ટનર, એ બે પણ લ્યુમિનરીઝ છે અને સ્પર્ધાના માસ્ટર ક્લાસ પર પ્રકાશ પાડે છે.

ફેબ્રુઆરીમાં એસએચએડી દ્વારા અમેરિકાને આવરી લેનાર 10 સિટી ટૂર શરૂ કરાયું, જેનો હેતુ એસએચએડી પ્રોસપરીટી ફન્ડ આઈ હેઠળ ઇક્વિટી મૂડીરોકાણ એકત્ર કરવાનું હતું.