મેરિયટ અને હયાતે યુક્રેન પર આક્રમણ કરનારા રશિયામાં કામગીરી બંધ કરી

યુદ્ધના શરણાર્થીઓની સહાય માટે આહોઆ દ્વારા #હોસ્પિટાલિટી નામે રાહત કામગીરી શરૂ કરવામાં આવી

0
896
ન્યુયોર્કમાં 16મી માર્ચે યુક્રેન પરના યુદ્ધ સામે વિરોધ દર્શાવી રહેલું એક બાળક. મેરિયટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ તથા હયાત હોટેલ્સ કોર્પ. દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે યુદ્ધના વિરોધમાં તેઓ રશિયામાં પોતાની તમામ કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખે છે. આહોઆ દ્વારા યુદ્ધના અસરગ્રસ્તો માટે રાહત કામગીરીનું આયોજન કરાયું છે. તસ્વીર સ્પેન્સર પ્લાટ/ગેટ્ટી ઇમેજીસ

અમેરિકાની અગ્રણી હોટેલ સંસ્થા મેરિયટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ તથા હયાત હોટેલ્સ કોર્પ. દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે યુક્રેન પરના યુદ્ધના વિરોધમાં તેઓ રશિયા ખાતેની પોતાની કામગીરી બંધ કરે છે. આહોઆ દ્વારા પણ એક નિવેદન જાહેર કરીને યુદ્ધને વખોડવામાં આવ્યું છે.

બંને હોટેલ કંપનીઓ દ્વારા યુક્રેન અને તેના પડોશી દેશમાં આવેલી પોતાની સંપત્તિઓ ખાતે પોતાના કર્મચારીઓ તથા ગેસ્ટની સુરક્ષા તથા સલામતીને લઇને ખાતરી કરવામાં આ રહી છે.

મેરિયટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે અમે નિર્ણય કર્યો છે કે તાત્કાલિક અસરથી મોસ્કોમાં આવેલી અમારી કોર્પોરેટ ઓફિસ બંધ કરવામાં આવે છે તથા આવનારા દિવસોમાં રશિયામાં શરૂ થનારી અમારી નવી હોટેલોની કામગીરી તથા નવા મૂડીરોકાણ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં જણાવાયું છે કે કંપનીઓ દ્વારા યુક્રેન અને રશિયા તથા પડોશી દેશોમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

કટોકટીના સમયમાં રાહત કામગીરી માટે મેરિયટ દ્વારા એક મિલિયન ડોલર જેટલી રકમ રાહત અને સહાય માટે એકત્ર કરવામાં આવી છે.

હયાત દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે હાલના સમયની પરિસ્થિતિમાં રશિયામાં અમે અમારી તમામ પ્રવૃત્તિ સ્થગિત કરી દેવાઈ છે તથા રશિયામાં થનારું નવું મૂડીરોકાણ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમે રશિયામાં અમારી હોટેલમાં રોકાયેલા ગેસ્ટ તથા કર્મચારીઓની સલામતીને લઇને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

યુદ્ધની આ સ્થિતિમાં આહોઆ દ્વારા પણ મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે.

આહોઆના ચેરમેન વિનય પટેલે કહ્યું હતું કે અમે સમાચારોમાં , તસ્વીરો અને વીડિયોમાં જોઇ રહ્યાં છીએ  ઘરો સહિતના સ્થળે બોમ્બમારો થઇ રહ્યો છે અને સલામતી માટે લોકોની ભીડ ટ્રેન સ્ટેશનો ખાતે ઉમટી રહી છે.

યુદ્ધમાં ઘરબાર છોડીને નિકળી જનારા યુક્રેનના નાગરિકો માટે આહોઆ દ્વારા મદદની પહેલ કરવામાં આવી છે. હેસટેગ હોસ્પિટાલિટીહેલ્પસ નામથી શરૂ કરાયેલી આ પહેલમાં યુક્રેનથી આવનારાઓને હંગામી ધોરણે હોટેલોમાં રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે.

પટેલ કહે છે કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ફરી એક વખત મદદની જરૂરિયાતના સમયે એકજૂથ બની છે અને જરૂરિયાતવાળાઓને રાહત અને સહાય પૂરી પાડવા માટે આગળ આવી છે. ભોગ બનેલાઓની મદદ માટે પગલાં લેવમાં આવી રહ્યા છે.