પીચટ્રી હોટેલ ગ્રુપમાં ટોચના નેતૃત્વમાં નવા ફેરફાર કરાયા

કંપનીના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અને ઓપરેશન સર્વિસને મદદરૂપ થવાના હેતુ સાથે હાલમાં નવા પ્રમોશન અપાયા

0
875
પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા તેની સિનિયર લીડરશિપમાં તાજેતરમાં કેટલાક પ્રમોશનની જાહેરાત કરાઈ છે. જેમાં સૌથી ઉપર ડાબેથી, માઇકલ રિત્ઝિસ હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ, વિવિયન ક્લાર્કીસ હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર પીપલ એન્ડ કલ્ચર, ગ્રેગ ઝેબિન્સ્કીલ હવે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, કેપિટલ માર્કેટ ફોર પીચટ્રી પીસી ઇન્વેસ્ટર્સ અને સ્ટીવ મેકેનઝીવાઝને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓવર ઓપરેશનસ ફોર પીચટ્રી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે.

પીચટ્રી હોટેલ ગ્રુપ અને તેની સંલગ્ન પીચટ્રી પીસી ઇન્વેસ્ટર્સ ફોર કેપિટલ માર્કેટ અને પીચટ્રી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા તેની સિનિયર લિડરશિપમાં નવા ફેરફાર તાજેતરમાં કરવાં આવ્યા છે. આ નવી બઢતીનો હેતુ કંપનીના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ તથા ઓપરેશન સર્વિસને સહારરૂપ બનવા માટે છે તેમ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.

એટલાન્ટા ખાતે આવેલી કંપની કે જેનું સંચાલન જતિન દેસાઈ અને મિતુલ પટેલના વડપણ હેઠળ થાય છે તેમાં ગ્રેગ ઝેબિન્સ્કીને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, કેપિટલ માર્કેટ ફોર પીચટ્રી પીસી ઇન્વેસ્ટર્સ તરીકે નિમાયા છે. વીવિયન ક્લારકીસ હવે બઢતી પામીને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર પીપલ એન્ડ કલ્ચરનો હોદ્દો સંભાળશે. સ્ટીવ મેકેન્ઝી પ્રમોશન પામીને હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓવર ઓપરેશન્સ ફોર પીચટ્રી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ તથા માઇકલ રીત્ઝ હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટની જવાબદારી સંભાળશે.

ગ્રેગ ફ્રેઇડમેને, પીચટ્રીના સીઈઓ કહે છે કે આ નવા પ્રમોશનનો હેતુ અમારી વ્યૂહાત્મક રણનીતિનો એક ભાગ છે, જેથી અમે અમારી સંચાલન ક્ષમતાને વધારી શકીએ.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ઝેબીન્સ્કી જ્યોર્જિયા ટેક.ની બેચલર ડિગ્રી ઇન મેનેજમેન્ટ વિથ સર્ટિફિકિટ ઇન ફાયનાન્સ ધરાવે છે. ઝેબીન્સ્કીએ પોતાની કારકિર્દીની શરૂઆત ન્યુયોર્ક ખાતેના સિટી ગ્રુપ સાથે કરેલી અને ત્યાર બાદ મોર્ગન સ્ટેન્લી સાથે પ્રાઇવેટ વેલ્થ, એનેલાઇઝિંગ અને ઇન્વેસ્ટિંગ ઇન પ્રાઇવેટ ઇક્વિટી, હેજ ફન્ડ તથા ઓપ્શન સંબધી સ્ટ્રેટેજીમાં કામ કર્યું છે.

ક્લાર્ક પીચટ્રીના હ્યુમન રિસોર્સ, કમપ્લાઇન્સ તથા એમ્પ્લોઇ રિલેશન તથા બેનિફિટ તરફ કામ કરસે. જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની ક્લાર્ક પીચટ્રી સાથે 2018થી સંકળાયેલી છે.

મેકેન્ઝીને સોંપાયેલી જવાબદારીઓમાં પીચટ્રીના પોર્ટફોલીયો ઓફ હોટેલ્સના આર્થિક દેખાવ તથા ફ્રેન્ચાઇઝી બાબતો અને રેગ્યુલેશન્સ તથા ગુણવત્તાનો સમાવેશ થાય છે. તેઓ 2018થી પીચટ્રી સાથે જોડાયા હતા.

પીચટ્રી સાથે 2017થી જોડાયેલા રિત્ઝ હવે પીચટ્રીના તમામ નવા ઇન્વેસ્ટમેન્ટની જવાબદારી સંભાળશે. તેઓ કોરનેલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હોટેલ એડમિનિસ્ટ્રેશનની માસ્ટર્સ ડિગ્રી તથા સ્ટોનહિલ કોલેજની બેચલર ડિગ્રી ધરાવે છે. અગાઉ તેઓ માર્કસ અને મિલિચેપના નેશનલ હોસ્પિટાલિટી ગ્રુપ સાથે જોડાયેલા હતા.

જાન્યુઆરીમાં પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા તેના બે મિલિયન ડોલર કેપિટલાઇઝેશનની જાહેરાત કરવામાં આવી હતી.