હોટલ કંપનીઓ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવશે

પ્રિન્સ ઓર્ગેનાઇઝેશન આરોગ્યમાં અને જી6 મહિલાઓને ટેબલ માટે પ્રાધાન્ય આપશે

0
1009
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આઠમી માર્ચે ઉજવશે થશે, જેની થીમ ‘બ્રેક ધી બાયસ’ છે. 1900ના પ્રારંભથી આ દિવસ સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકિય ક્ષેત્રે મહિલાઓ દ્વારા હાંસલ કરાયેલી સફળતા બદલ ઉજવવામાં આવે છે. મહિલા સમાનતાને આગળ વધારે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચે છે અને હોટેલ માલિકો તથા મોટાભાગના હોસ્પિટાલિટી કંપનીઓ પોતાની રીતે ઉદ્યોગમાં મહિલાઓના યોગદાનને વધાવવા માટે અનેકવિધ રીતે આ દિવસની ઉજવણી કરશે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ પોતાના સ્થાનને વધારે મજબૂત બનાવી રહી છે અને ઘણી મહિલાઓને આગળ આવવાની તક આપવી જરૂરી છે.

કેલિફોર્નિયા ખાતેના હોટેલમાલિક સુનિલ ‘સન્ની’ તોલાની માટે આ દિવસ તેમની કંપનીની સફળતામાં યોગદાન આપનાર મહિલાઓને સન્માનવા માટેનો છે અને તે માટે તેમની સંસ્થા પ્રિન્સ ઓર્ગેનાઇઝેશન તરફથી હેલ્થ કેર માટે ટ્રેનિંગ તથા સમય ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે જી6 હોસ્પિટાલિટી ખાતે તાજેતરમાં ચીફ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે બઢતી પામેલા ટીના બર્નેટ માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે. જી6 એ મોટેલ 6 અને સ્ટુડિયો 6ની હોમ કંપની છે, જેમના માટે એ જરૂરી છે કે તેમને ત્યાં કામ કરનારી મહિલાઓને પુરુષો જેટલી જ સમાનતા મળે.

તોલાનીએ કહ્યું હતું કે અમારી કંપની ખાતે, અમે માનીએ છીએ કે મહિલાઓ પુરુષ સમોવડી છે અને તેમના જેટલી જ બુદ્ધિશાળી અને અત્યંત સક્ષમ છે.

 

પૂર્વગ્રહ તોડવાનો દિવસ

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ‘બ્રેક ધી બાયસ’ થીમ સાથે ઉજવાશે. ઘણા વર્ષો અગાઉ મહિલાઓ સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે સફળતા મળે તે હેતુ તથા મહિલાઓને સમાન તક મળે તે હેતુ સાથે ઉજવણીની શરૂઆત થઇ હતી.

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની સૌપ્રથમ ઉજવણી 1911માં આવી હતી. ન્યુયોર્કમાં 15000 મહિલાઓએ કામના સ્થળે યોગ્ય વેતન, કામના ઓછા કલાકો અને મતદાન અધિકારની માંગણી સાથે વિશાળ રેલી યોજી તેના ત્રણ વર્ષ પછી આ દિવસની ઉજવણીની શરૂઆત થઇ હતી. પહેલા 1911માં તે ફેબ્રુઆરીમાં ઉજવાયો હતો પણ પછીથી માર્ચમાં ઉજવણી ચાલુ થઈ હતી.

તોલાની કહે છે કે આ વર્ષે કોવિડ-19 મહામારીને કારણે ઘણું સહન કરવું પડ્યું છે અને અનેક બાબતો જાણવા પણ મળી છે. મહિલાને કોવિડની કારમી અસર સહન કરવી પડે છે તેમ પણ તેમણે કહ્યું હતું.

પ્રિન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમાનતાની સાથે આરોગ્ય તરફ પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તેઓ કલાકદીઠ વેતનના ધોરણે કામ કરનારી મહિલા કર્મચારીઓને રાહત આપશે અને તેમને આશા છે કે તેને કારણે મહિલાઓને નોકરીમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પણ મળશે.

અમે મહિલા કર્મચારીઓ પોતાના આરોગ્ય તથા બાળકોના સ્વાસ્થ્યને લઇને પ્રતિબદ્ધતા કેળવે તે માટે પ્રોત્સાહન અપાશે, તેમ તોલાનીએ કહ્યું હતું.

 

ટેબલ મેળવવામાં પ્રાધાન્યતા

બર્નેટ કહે છે કે જી6 પોતાનું વાર્ષિક સંમેલન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આસપાસના સમયગાળામાં જ ઉજવશે. તે દરમિયાન તેઓ મહિલાલક્ષી કેટલાક કાર્યક્રમોનું આયોજન કરશે.

તેમણે કહ્યું હતું કે અમે અમારા સોશિયલ પ્લેટફોર્મ ઉપર ચોક્કસપ્રકારની ઇવેન્ટ સાથે આ દિવસની ઉજવણી કરતાં જ હોઇએ છીએ. અમે મહિલાઓની પેનલ બનાવીએ છીએ જે ‘હર સ્ટોરી’ તરીકે ઓળખાય છે અને સંસ્થામાં કામ કરતી મહિલાઓ પોતાની વાત રજૂ કરી શકે છે. અમારી ફ્રેન્ચાઇઝ પણ તેમાં સામેલ થઇ શકે તેમ છે.

તેમણે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં મહિલા કર્મચારીઓને નેતૃત્વ સ્તરે આગળ વધવામાં મદદરૂપ થતા કાસ્ટેલ પ્રોજેક્ટ અંગે પણ વાત કરી હતી. મહિલાઓ ઉદ્યોગમાં મહત્વના સ્થાને ફરજ નિભાવે તે માટે તક પૂરી પાડવાનું તેમણે સમર્થન કર્યું હતું.

બર્નેટે કહ્યું હતું કે તેમની સાત સભ્યવાળી એક્ઝિક્યુટિવ કમિટીમાં ત્રણ મહિલા સભ્ય છે. અમે તે ધ્યાન રાખ્યું છે કે અમારી ઓનર્સ એડવાઇઝરી કાઉન્સિલમાં તથા અમારી યંગ પ્રોફેશનલ્સ કાઉન્સિલમાં મહિલાઓને સ્થાન મળે.

બર્નેટે કહ્યું હતું કે મહિલા ફ્રેન્ચાઇઝીસની સંખ્યામાં તેમણે વધારો નિહાળ્યો છે, તેમાં પણ ખાસ કરીને એશિયન અમેરિકન કોમ્યુનિટીમાં તેનું પ્રમાણ નોંધપાત્ર છે. માતાપિતાએ શરૂ કરેલી કંપનીમાં બીજી કે ત્રીજી પેઢી કમાન સંભાળી રહી છે

અમારી કાઉન્સિલમાં અમે ત્રણ બેઠક મહિલાઓને ફાળવી છે, તેઓ આગળ આવીને નેતૃત્વની ભૂમિકા ભજવી રહી છે. એકે પોતાના પિતા પાસેથી વેપાર મેળવ્યો, તેમણે સફળતા હાંસલ કરી અને હવે સારી રીતે પોતાની હોટેલ ચલાવી રહી છે. અન્યો પણ પોતાની રીતે સક્ષમ થઇને વેપાર કરી રહી છે.