કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા પાંચમો વાર્ષિક વિમેન ઈન હોસ્પિટાલિટી લીડરશિપ રિપોર્ટ જાહેર કરાયો

વધુમાં વધુ મહિલાઓ નેતૃત્વની ભૂમિકામાં, પરંતુ હવે ધ્યાન હોસ્પિટાલિટી એજ્યુકેશન પ્રોગ્રામ પર કેન્દ્રિત કરવું જરૂરી

0
780
પેગી બર્ગ, વચ્ચે, કાસ્ટેલ પ્રોજેક્ટનાં સ્થાપક અને મહિલાઅધ્યક્ષ, આ અઠવાડિયે લોસ એન્જલસમાં યોજાયેલી અમેરિકાસ લોજિંગ ઇન્વેસ્ટિંગ સમિટમાં આઈએસએચસી પાયોનિયર એવોર્ડનો સ્વીકારતા. આ સંસ્થા બિનનફાકારક છે અને ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ગત વર્ષ હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ખૂબ કપરો રહ્યો, પરંતુ નેતૃત્વના સ્તરે વધુને વધુ મહિલા એક્ઝિક્યુટિવ્ઝ આગળ આવી છે, તેમ કાસ્ટેલ પ્રોજેક્ટના એક વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે. સંસ્થા બિનનફાકારક છે અને ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને નેતૃત્વ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રોજેક્ટ અનુસાર હવે પછીનો પડકાર એ હોસ્પિટાલિટી એજ્યુકેશન પ્રોગ્રામમાં વધુને વધુ મહિલાઓને સામેલ કરવા માટેનો છે.

કાસ્ટેલ પ્રોજેક્ટ ફાઉન્ડર અને ચેરવિમેન પેગી બર્ગ દ્વારા 2022 વિમેન ઇન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી લીડરશિપ રિપોર્ટ આ અઠવાડિયે લોસ એન્જલસમાં યોજાયેલી અમેરિકાસ લોજિંગ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન જાહેર કર્યું હતું.

રિપોર્ટ અનુસાર 2021માં મહિલાઓ આગળ વધી છે. હવે 2019ના 11.2ની સરખામણીએ પ્રતિ 10.3 પુરૂષોની સરખામણીએ એક મહિલા નેતૃત્વનું સ્થાન ધરાવે છે. હોસ્પિટાલિટી બ્રોકરેજ પોઝિશનમાં ત્રણમાંથી એક સ્થાને મહિલાઓ મેનેજર- ડિરેક્ટરના સ્થાને ફરજ નિભાવે છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ-સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ-એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પર દર છમાંથી એક સ્થાને મહિલા છે.

નેતૃત્વના સ્થાને ફરજ બજાવતી મહિલાઓની સંખ્યા બમણી થઇ છે જ્યારે પુરૂષ વાઇસ, સિનિયર વાઇસ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટની સંખ્યામાં કોઇ ખાસ ફેરફાર નથી. હોસ્પિટાલિટી બ્રોકરેજમાં પ્રતિનિધિત્વ કરનારી મહિલાઓની સંખ્યા જનરલ કોમર્શિયલ રિયલ એસ્ટેટની સરખામણીએ વધી છે. સંખ્યાનું પ્રમાણ 2017માં 10.1 પુરુષોની સરખામણીએ એક મહિલા જ્યારે 2021માં પ્રતિ 7.2 પુરુષોની સરખામણીએ એક મહિલા હતી. સીઆરઈડબલ્યુ રિપોર્ટ દર્શાવે છે કે વધુને વધુ મહિલાઓ બ્રોકરેજ પોઝિશન હાંસલ કરી રહી છે.

કાસ્ટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે 2017ની સરખામણીએ હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં પોડિયમથી સંબોધન કરતી મહિલાઓનું પ્રમાણ 16 ટકા વધ્યું છે.

બર્ગ જણાવ્યું હતું કે, મહિલાઓને પોડિયમ સુધી લાવવી ખૂબ મુશ્કેલીભર્યું છે. તેમની કારકિર્દી માટે તે સારી બાબત છે અને તેને કારણે અન્યોને પણ પ્રોત્સાહન-પ્રેરણા મળે છે. મહિલાઓને પોડિયમ ખાતે જોઇને આ ક્ષેત્રે કાર્યરત પુરુષોમાં પણ જાગૃતિ આવે છે. અમે છેલ્લી ચાર કોન્ફરન્સમાં જોયું કે તે સમગ્ર પુરુષના પ્રભુત્વવી હતી, ત્યાં મહિલાઓને પોડિયમ સુધી જવું ખૂબ પડકારજનક બન્યું હતું, તેમણે તે દિશામાં કામ કર્યું અને તેના પરિણામ પણ મળ્યા છે.

તાજેતરના મોટાભાગના અહેવાલ સકારાત્મક વલણ ધરાવે છે ખાસ કરીને ગત વર્ષના અહેવાલની સરખામણીએ તેમ બર્ગ કહે છે.

મહામારી શરૂ થયા પછી હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અનેક મહત્વના ફેરફાર જોવા મળ્યા છે, હોટેલ સેક્ટરમાં મહિલાઓ અને લઘુમતિઓ માટે કારકિર્દી ઘડવાની તક મહત્વપૂર્ણ બની છે. આ રિપોર્ટ તેમની પ્રગતિને ટ્રેક કરે છે અને અમે સિનિયર એક્ઝિક્યુટિવ્સપદે વધુને વધુ મહિલાઓને જવાબદારી સંભાળતી જોવા મળે છે. અનેક મહિલાઓ માલિક બની છે. નેતૃત્વવાળા સ્થાને રંગભેદની નીતિને હવે અવકાશ રહ્યો નથી તેમ જણાય છે.

જોકે, બર્ગ કહે છે કે પડકારો હજુ ઉભા છે.

કોલેજ અને યુનિવર્સિટી હોસ્પિટાલિટી પ્રોગ્રામમાં નોંધણી મહિલાઓની સાથે પુરુષોની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે, તેમ તેણીએ કહ્યું હતું. અમારી કાસ્ટેલ@કોલેજ પહેલને કારણે વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ક્ષેત્રે પોતાની કાબેલિયત દર્શાવવાની તક મળે છે.

કાસ્ટેલ પ્રોજેક્ટને કારણે મેન્ટરશિપ અને નેટવર્ક પ્રોગ્રામથી હોસ્પિટાલિટીમાં મહિલાઓને દરેક સ્તરે આગળ આવવાની તક મળે છે.

દરેક સ્ત્રી અલગ હોય છે. મને લાગે છે કે માલિકો માટે પડકારોનો ઉકેલ લાવવાની પરિસ્થિતિ અતિગંભીર બને છે. દરેકને માટે સરખી પદ્ધતિનો અમલમાં મુકી શકાતી નથી, તેમ તેણીએ જણાવ્યું હતું.