એલઈઃ 2021માં યુ.એસ. હોટેલ બાંધકામ પ્રવૃત્તિમાં સામાન્ય ઘટાડો

સમાનગાળા દરમિયાન, તાજેતરમાં આયોજનમાં મુકવામાં આવેલા પ્રોજેક્ટની સંખ્યા વધી

0
908
ગત વર્ષના અંતે ચતુર્થ ત્રિમાસિગાળા દરમિયાન કુલ બાંધકામ હેઠળના 4814 પ્રોજેક્ટમાં 581953 રૂમનો સમાવેશ થાય છે તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સનો અહેવાલ જણાવે છે. આયોજનના પ્રારંભિક તબક્કા હેઠળના 2021 પ્રોજેક્ટ હેઠળ 239,816 ઓરડાનો સમાવેશ થતો હતો, જે પ્રોજેક્ટની રીતે 18 ટકાનો વધારો અને ઓરડાની રીતે 11 ટકાનો વધારો સૂચવે છે.

અમેરિકામાં હોટેલ બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં 2021 દરમિયાન પ્રોજેક્ટની રીતે 8 ટકા અને ઓરડાની રીતે 10 ટકાનો ઘટાડો 2020ની સરખામણીએ જોવા મળ્યો હોવાનું લોજિંગ ઇકોનોમેટ્રિક્સ જણાવે છે. દરમિયાન, આયોજનના પ્રારંભિક તબક્કા હેઠળના પ્રોજેક્ટની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

ગત વર્ષે ચતુર્થ ત્રિમાસિકગાળામાં બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં કુલ 4814 પ્રોજેક્ટ હેઠળ કુલ 581,953 ઓરડાનો સમાવેશ થતો હતો તેમ એલઈ જણાવે છે. ઉપરાંત, 2021 પ્રોજેક્ટમાં 239,816 ઓરડાનો સમાવેશ આયોજનના પ્રારંભિક તબક્કા હેઠળનો સમાવેશ થતો હતો. તેમાં પ્રોજેક્ટની રીતે 18 ટકા અને રૂમ્સની રીતે 11 ટકાનો વધારો થયો હોવાનું એલઈના આંકડા દર્શાવે છે.

એલઈ અનુસાર, 210,890 ઓરડાવાળા 1821 હોટેલ પ્રોજેક્ટના બાંધકામની કામગીરી આવનારા 12 મહિના દરમિયાન શરૂ થવાની સંભાવના રહેલી છે. જ્યારે આ વર્ષે 131,247 ઓરડાવાળા 972 પ્રોજેક્ટનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના રહેલી છે.

એલઈના અહેવાલ અનુસાર ચોથા ત્રિમાસિકગાળામાં નવા ઓછા પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવી છે. જોકે, ડેવલપર્સ પણ હવે તો કોવિડ-19ને કારણે અટવાયેલા પ્રોજેક્ટોની કામગીરીમાં ગતિ લાવવા આતુર બન્યા છે. જોકે તેમની સામે કેટલાક ડેવલપમેન્ટને લગતા અવરોધ છે.

એલઈના વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરમાં નિકળેલી ટ્રાવેલ ડિમાન્ડને કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કંઇક અંશે સુધારો જોવા મળ્યો છે. તાજેતરના મહિનાઓમાં હોટેલ બુકિંગમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે.

2021 દરમિયાન, અમેરિકામાં 105,705 ઓરડાવાળા 823 પ્રોજેક્ટ શરૂ થયા છે. જે 1.9 ટકાનો વધારો સૂચવે છે.

એલઈ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સંભાવના અનુસાર 90074 ઓરડાવાળા 783 પ્રોજેક્ટ 2022 સુધીમાં ખુલ્લામાં મુકવાની ગણતરી છે. જે 1.6 ટકાનો વધારો સૂચવે છે. 2023માં, વધારાના 93,112 ઓરડાવાળા 820 પ્રોજેક્ટ પણ શરૂ થાય તેવા સંકેત છે. જે પણ 1.6 ટકાનો વધારો સૂચવે છે.

2021ના ત્રીજા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં હોટેલ બાંધકામ કામગીરી ક્ષેત્રે ડલાસ એ ટોચનું માર્કેટ બન્યું છે, તેમ એલઈ જણાવે છે.