એસટીઆરઃ યુએસ હોટેલ રેવપારમાં 2021માં 83 ટકાનો સુધારો નોંધાયો

એડીઆર અને રેવપારમાં ડિસેમ્બરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો

0
723
યુએસ હોટેલ ઓક્યુપન્સી 2021માં 57.6 ટકા રહી, જે 2019ની સરખામણીએ 12.6 ટકા ઓછી રહી છે, 2011થી અત્યાર સુધીમાં સળંગ બીજી વખત ઓક્યુપન્સી 60 સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. દરમિયાન, વર્ષનો એડિઆર 124.67 ડોલર રહ્યો, જે 2019ના સ્તરે 4.8 ટકા ઘટ્યો છે અને રેવપાર 71.87 ડોલર, અગાઉના બે વર્ષની સરખામણીએ 16.8 ટકા નીચે અને 2020ને અપવાદરૂપ ગણતા આઠ વર્ષમાં બીજી વખત સૌથી નીચા સ્તરે રહ્યો છે.

યુએસ હોટેલનો રેવપાર 2021માં 2019ની સરખામણીએ 83.2 સુધારા સાથે નોંધાયો છે તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. ડિસેમ્બર 2021માં, એડીઆર અને રેવપાર સૌથી ઉચ્ચસ્તરે પહોંચ્યું હતું.

2021માં યુએસ હોટેલ ઓક્યુપન્સી 57.6 ટકા રહી હતી. જે 2019ના સ્તરની સરખામણીએ 12.6 ટકા જેટલી ઘટી હતી. વર્ષનો એડિઆર 124.67 ડોર રહ્યો જે 2019ના સ્તરે 4.8 ટકા ઘટ્યો હતો.

એસટીઆર દ્વારા જણાવ્યા અનુસાર 2020 દરમિયાન તથા 2021માં પણ, યુએસ હોટેલ ઓક્યુપન્સી 60 ટકાના સ્તરે પહોંચવામાં નિષ્ફળ રહી હતી. સામાન્ય રીતે 2021 એડિઆર સત્તાવાર રીતે ચોથી વખત ઉચ્ચસ્તરે રહ્યું હતું. દેશનું રેવપાર સ્તર આઠ વર્ષના ગાળામાં બીજી વખત ઘટીને રહ્યું હતું.

રિપોર્ટ અનુસાર, 2019 સિવાય ગત વર્ષે ટોપના 25 માર્કેટમાં પણ ઓક્યુપન્સીમાં કોઇ વધારો જોવા મળ્યો નથી. ટામ્પાએ સૌથી વધુ 68.4 ટકા ઓક્યુપન્સી હાંસલ કરી હતી જે 2019 પછી 5.2 ટકા ઘટી હતી.

2021માં સૌથી વધુ એડિઆર જ્યાં વધ્યું છે તે માયામીમાં 14.7 ટકા વધીને 223.49 ડોલર 2019ની સરખામણીએ રહ્યું. નોરફોલ્ક-વર્જિનિયા બીચે રેવપારમાં સૌથી સારો દેખાવ 7.7 ટકા વધુ 72.31 ડોલર વધ્યું છે.

વર્ષની સૌથી ઓછી ઓક્યુપન્સી મિનેપોલીસમાં 44.4 ટકા, સાન ફ્રાન્સિસકો-સોન મેટીયોમાં 47.7 ટકા નોંધાઈ હતી.

2021 દરમિયાન, રેવપારમાં સૌથી વધારે ખાધ સાનફ્રાન્સિસકો-સાન મેટીઓમાં ઘટીને 64.2 ટકાથી 72.97 ડોલરે પહોંચી, વોશિગ્ટન ડિસીમાં ઘટીને 48.9 ટકાથી 57.86 ટકા રહી. ટોચના 25 માર્કેટમાં ઓછી ઓક્યુપન્સી રહી પરંતુ અન્ય માર્કેટોમાં ઉચ્ચ એડિઆર રહ્યું છે.

ડિસેમ્બરમાં મજબૂત દેખાવ

યુએસમાં ડિસેમ્બરમાં 90.8 મિલિયન રૂમ નાઇટનું વેચાણ કરાયું, જે ડિસેમ્બર 2019ની સરખામણીએ 90.6 મિલિયન હતું. એસટીઆર રિપોર્ટ અનુસાર તે સૌથી વધુ રહ્યું હતું.

ડિસેમ્બરમાં ઓક્યુપન્સી 53.3 ટકાએ પહોંચી, જે નવેમ્બરની સરખામણીએ 57.6થી નીચે રહી અને 2019ની સરખામણીએ તેમાં 1.4 ટકાનો ઘટાડો રહ્યો હતો. એડિઆર 135.28 ડોલર, જે મહિના પહેલાના 128.50 ડોલરથી વધારે રહ્યું હતું. ગત મહિને રેવપાર 72.15 ડોલર રહ્યું હતું. જે નવેમ્બરના 74.03 ડોલરથી નીચે હતો પણ સમાન ગાળામાં 2019ની સરખામણીએ 5.2 ટકા વધારે રહ્યું હતું.

મિનેપોલીસમાં ડિસેમ્બરમાં સૌથી ઓછી ઓક્યુપન્સી 41.8 ટકા નોંધાઈ, વોશિંગ્ટનડી.સી.માં 45.3 ટકા રહી હતી. સાન ફ્રાન્સિસકો-સાન મેટીઓ, કેલિફોર્નિયામાં ઓક્યુપન્સીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. જે 2019ની સરખામણીએ 25.6 ટકા રહ્યું હતું. સરેરાશ, ટોપ 25 માર્કેટમાં ઉંચી ઓક્યુપન્સી અને એડિઆર અન્ય માર્કેટ કરતાં વધારે રહ્યું હોવાનું એસટીઆરના રિપોર્ટમાં જણાવાયું હતું.