એસટીઆરઃ હોટેલ બાંધકામમાં ડિસેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો

બાંધકામ હેઠળના પ્રોજેક્ટ અને આખરી તબક્કામાં પહોંચેલા પ્રોજેક્ટ સહિતની પ્રવૃત્તિમાં ઘટાડો

0
793
ડિસેમ્બરમાં બાંધકામ સ્તરે પહોંચેલા 158,906 રૂમની પ્રવૃતિમાં 19.2 ટકાનો ઘટાડો 2020ના સમાનગાળાની સરખામણીએ થયો અને 61,000 રૂમ 2020માં ટોચે પહોંચેલા સ્તરની નજીક હતા, તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. આખરી તબક્કામાં 185,231 રૂમનું કામકાજ પહોંચ્યું હતું જેમાં 2020ની સરખામણીએ 20.6 ટકાનો ઘટાડો થયો, જોકે બીજી તરફ 284,502 રૂમની પ્રવૃત્તિ ગત વર્ષના ડિસેમ્બરની સરખામણીએ 38.9 ટકા વધી છે.

હોટેલ બાંધકામ પ્રવૃત્તિમાં ડિસેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો છે. 2020માં ટોચે પહોંચેલા સ્તરની સરખામણીએ તેમાં 61,000 રૂમનો ઘટાડો જોવા મળ્યો છે તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. બાંધકામ હેઠળના અનેક પ્રોજેક્ટ તથા આખરી તબક્કામાં પહોંચેલી કામગીરીમાં પણ ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ડિસેમ્બરમાં બાંધકામ તબક્કા હેઠળના 158,906 રૂમની કામગીરીમાં 2020ના સમાનગાળાની સરખામણીએ 19.2 ટકાનો ઘટાડો થયો તેમ એસટીઆર જણાવે છે. આખરી તબક્કાની કામગીરીમાં 185,231 રૂમ પહોંચ્યા હતા તેમાં પણ 20.6 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે ત્યાં 284,502 રૂમની કામગીરીમાં 38.9 ટકાનો વધારો પણ જોવા મળ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

આ અંગે એસટીઆરના સિનિયર ડિરેક્ટર ઓફ કન્સલ્ટિંગ એલિસન હોયતે કહે છે કે તાજેતરમાં પૂર્ણ થયેલા વર્ષમાં પણ અગાઉના વર્ષની જેમ અનેક બાંધકામ પ્રવૃત્તિઓ તેના આખરી તબક્કાની હોવાથી પૂર્ણતાના આરે પહોંચેલી હતી. જોકે તાજેતરમાં જોવા મળેલી અસરથી જણાયું છે કે બાંધકામ હેઠળની તથા પાઇપલાઇન વાળી કામગીરીને મહામારીની અસર જોવા મળી છે. અગાઉના રિસેશન દરમિયાન 2008થી 2010 સુધી બાંધકામ પ્રવૃત્તિને ભારે અસર જોવા મળી હતી. જોકે હાલના સમયે આયોજનમાં ઘણો વધારો જોવા મળે છે.

હોટેલ બાંધકામના ટોચના માર્કેટમાં, ન્યુયોર્કસિટીમાં 15000 રૂમ પાંચ જાન્યુઆરી સુધીમાં બાંધકામ હેઠળ હતા. અન્ય પાંચ માર્કેટમાં 4500 જેટલા ઓરડા બાંધકામના આખરી તબક્કામાં હતા જેમાઃ

  1. લાસ વેગાસ (53,68 રૂમ)
  2. એટલાન્ટા (5078 રૂમ)
  3. ડલાસ (4764 રૂમ)
  4. નેશવિલે (4708 રૂમ)
  5. લોસ એન્જલસ (4620 રૂમ)

આ અંગે વધુ જણાવતા હોયતે કહે  છે કે ન્યુયોર્ક સિટીએ હોટેલ બાંધકામ પ્રવૃત્તિમાં મોખરાના સ્થાને છે. નવા વર્ષે પણ માર્કેટમાં તેનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. હાલમાં પણ જ્યારે માર્કેટમાં સુધારાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રજાઓના માહોલને કારણે વેપારમાં ફેરફાર જોવા મળ્યો છે. એસટીઆર દ્વારા પણ તે અંગે જણાવાયું છે. આગળ વધનારા માર્કેટમાં ન્યુયોર્કસિટીનો સમાવેશ થાય છે. જ્યાં સુધારો વધ્યો છે.

અમેરિકામાં હોટેલ બાંધકામ ક્ષેત્રની પ્રવૃત્તિમાં ડલાસ એ ટોચના માર્કેટમાં મોખરાના સ્થાને રહેશે તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સના ઓક્ટોબરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.