ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા નવેમ્બરમાં કરાયેલી જાહેરાત અનુસાર સુમિત હોટેલ પ્રોપર્ટીઝ સાથેના 27 હોટેલના વેચાણનો સોદો પૂર્ણ કરવામાં આવ્યો છે. ડલાસ ખાતેની આ કંપનીનું સંચાલન મેનેજિંગ પાર્ટનગર અને સીઈઓ મેહુલ પટેલના વડપણ હેઠળ કરવામાં આવે છે. તેમણે હોટેલ સંચાલન માટે એઇમબ્રિજ હોસ્પિટાલિટી સાથે પણ કરાર કર્યા છે અને મેનેજમેન્ટ કંપનીમાં માઇનોરિટી શેરહોલ્ડર તરીકે કામ કરશે.
શરૂઆતમાં આ સોદામાં કાર્યરત 26 હોટેલનો સમાવેશ થાય છે જે 3533 ગેસ્ટરૂમ ધરાવે છે અને હાલમાં છેલ્લે તાજેતરમાં બાંધકામ હેઠળની 176 રૂમવાળી કેનોપી બાય હિલ્ટન ન્યુ ઓરલીયન્સનો સમાવેશ થાય છે. જે પ્રથમ ત્રિમાસિકગાળામાં કાર્યરત થવાની સંભાવના છે, તેમ કંપની દ્વારા જણાવાયું છે. તેમાં પાર્કિંગ માટેના બે સ્થળનો પણ સમાવેશ થાય છે.
આ સોદો કુલ 776.5 મિલિયન ડોલરમાં હોટેલ માટે પાર પડ્યો છે, એટલે કે પ્રતિરૂમ 209,000 ડોલરમાં સોદો થયો છે. તેમાં બે પાર્કિંગ સ્ટ્રક્ચર માટે 24.8 મિલિયન ડોલર અને 20.7 મિલિયન ડોલર વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે ફાળવાયા છે. જે સુમિતના સિંગાપોર ખાતેના સોવેરિયન વેલ્થ ફન્ડ જીઆઈસી સાથેના સંયુક્ત સાહસ માટે છે. અમેરિકામાં હોટેલ હસ્તગત કરવા માટે તેનું ગઢન 2019માં કરવામાં આવ્યું હતું.
પટેલની નિમણૂંક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. હવે ન્યુઓર્લિયન્સ ખાતેની કેનોપી સહિત સુમિતના પોર્ટફોલિયોમાં 100 જેટલી હોટેલનો સમાવેશ થશે, જેમાં 61 સંપૂર્ણ માલિકીની છે. જેમાં 15,051 ગેસ્ટરૂમ 24 સ્ટેટમાં આવેલા છે.
ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા તેના વર્તમાન હોટેલ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ રાઇટ્સ પણ એઇમબ્રિજને ભવિષ્યમાં થનારી હોટેલની કામગીરી માટે સુપરત કરવામાં આવ્યા છે. ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા એઇમબ્રિજમાં સામાન્ય હિસ્સો હાંસલ કરવામાં આવ્યો છે.
પટેલનો સમાવેશ તાજેતરમાં રચાયેલા એઇમબ્રિજ હોસ્પિટાલિટી સીઈઓ એડવાઇઝરી બોર્ડમાં પણ કરવામાં આવ્યો છે.
એઇમબ્રિજના પોર્ટફોલિયોમાં 1500થી વધુ પ્રોપર્ટી છે જે 49 રાજ્યો અને 20 દેશમાં પથરાયેલી છે. પોર્ટફોલિયોમાં 84 લોજિંગ બ્રાન્ડ અને વધુ 82 ઇન્ડિપેન્ડેન્ટ બૂટિક-લાઇફસ્ટાઇલ હોટેલનો સમાવેશ થાય છે.
ગત મહિને ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા જી6 હોસ્પિટાલિટી પાસેથી એરિઝોનામાં નવ હોટેલની ખરીદી માટેની સંમતિ આપવામાં આવી હતી. જેમાં છ બ્રાન્ડેડ મોટેલ 6 અને ત્રણ બ્રાન્ડેડ સ્ટુડિયો 6 સામેલ છે. કંપની માર્ચ સુધીમાં આ સોદો પૂર્ણ કરવા ઇચ્છા ધરાવે છે.