ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા નવ જી6 હોસ્પિટાલિટી હોટેલ્સ હસ્તગત કરાઈ

મોટેલ 6 અને સ્ટુડિયો 6 એ ફિનિક્સની અંદર અને પાસે આવેલી પ્રોપર્ટી છે

0
1070
ફિનિક્સમાં આવેલી ધી સ્ટુડિયો 6 ફિનિક્સ ડીયર વેલી એ ડલાસ ખાતેના ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા હસ્તગત કરવામાં આવેલી એરિઝોનામાં આવેલી નવ જી6 હોસ્પિટાલિટી હોટેલ પૈકીની એક છે. જૂથનું સંચાલન ચેરમેન અને સીઈઓ મેહુલ પટેલના વડપણ હેઠળ થાય છે. સોદામાં ત્રણ સ્ટુડિયો 6 બ્રાન્ડેડ પ્રોપર્ટીઝ અને છ સિક્સ મોટેલ6 પ્રોપર્ટીઝનો સમાવશ થાય છે.

ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા તાજેતરમાં વધુ નવી હોટેલ હસ્તગત કરવામાં આવી છે. જેમાં જી6 હોસ્પિટાલિટી પાસેથી એરિઝોનામાં નવ હોટેલની ખરીદીનો સોદો કરાયો છે. જેમાં છ બ્રાન્ડેડ મોટેલ6 અને ત્રણ સ્ટુડિયો 6 બ્રાન્ડ હોટેલનો સમાવેશ થાય છે. કંપનીને આશા છે કે માર્ચ સુધીમાં આ સોદો પૂર્ણ થશે.

ડલાસ ખાતેના ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા હાંસલ કરવામાં આવનારી છ મોટેલ 6 પ્રોપટીમાં જેનો સમાવેશ છે તેમાઃ

-મેસા નોર્થ, 152 રૂમ

-ફિનિક્સ વેસ્ટ, 148 રૂમ

-ફિનિક્સ ટેમ્પે, 131 રૂમ

-સ્કોટડેલ સાઉથ, 100 રૂમ

-મેસા સાઉથ, 91 રૂમ

-ફિનિક્સ એરપોર્ટ, 61 રૂમ

હસ્તગત થનાર સ્ટુડિયો 6 પ્રોપર્ટીમાં જેનો સમાવેશ છેઃ

– ટેમ્પે, 151 રૂમ

– ફિનિક્સ ડિયર વેલી, 142 રૂમ

– ટકશન ઇસ્ટ, 121 રૂમ

આ અંગે ન્યુક્રેસ્ટઇમેજના ચેરમેન અને સીઈઓ મેહુલ પટેલે કહ્યું હતું કે હાલમાં નવી હોટેલના ડેવલપમેન્ટની સાથે સંપત્તિ હસ્તાંતરણ એ અમારી 2022ની નવી રણનીતિનો એક ભાગ છે. એરિઝોના ખાતે આ નવી નવ હોટેલના સોદાથી અમે વધારે આગળ વધશું, તેને કારણે ઓપરેટિંગ ફિલોસોફી, એબિલિટીઝ અને ટ્રેક રેકોર્ડમાં સરળતા રહેશે.

જી6 હોસ્પિટાલિટી અમેરિકા અને કેનેડામાં મોટેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડ હેઠળ 1400 જેટલા ઇકોનોમી લોજિંગ લોકેશનમાં માલિકીની, સંચાલિત અને ફ્રેન્ચાઇઝ ધરાવે છે. કંપની ટેક્સાસના કેરોલટન ખાતે વડુમથક ધરાવે છે.

જી6 હોસ્પિટાલિટીના સીઈઓ રોબ પલેસ્ચી કહે છે કે ન્યુક્રેસ્ટઇમેજ આ ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. ગુણવત્તાયુક્ત હોટેલ અંગે તેમની સાથેની ભાગીદારી અમને પણ નવી ઓળખ આપશે. તેમના અનુભવ સહિતનો અમને પણ લાભ મળશે. મને તેમનો જી6 પરિવારમાં સ્વાગત કરતા આનંદ થાય છે.

ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા ફેબ્રુઆરી, 2013માં શરૂઆતથી લઇને અત્યાર સુધી 185થી વધારે હોટેલમાં સોદા કરાયા છે. જેમાંથી મોટાભાગની પ્રોપર્ટી ડ્યુઅલ બ્રાન્ડ હોટેલ તથા ફેરબદલ કરાયેલી ઐતિહાસિક ઇમારતો છે.

નવેમ્બરમાં ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા તેના હોટેલ પોર્ટફોલિયોમાં ઘણું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં સુમિત હોટેલ પ્રોપર્ટી સાથેના 822 મિલિયન ડોલરના હોટેલ સોદાનો સમાવેશ પણ થાય છે.