આઈએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના વોકો હોટેલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતુંકે વૈશ્વિક પ્રવાસીઓ પૈકી 78 ટકા લોકો ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા હોટેલ બુકિંગ સમયે ઇચ્છે છે, તેમ ગ્લોબલ સર્વેમાં જાણવા મળ્યું હતું. સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધા પણ પ્રવાસીઓની અપેક્ષાઓમાં મોખરાના સ્થાને હોવાનું પણ જાણવા મળ્યું છે. પોતાના રોકાણ દરમિયાન ગેસ્ટ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરનાર સ્ટાફની ઉપસ્થિતિ પણ ગેસ્ટ ઇચ્છે છે.
આઈએચજીના લક્ઝરી અપસ્કેલ કન્વર્ઝન અને એફિલિયટ બ્રાન્ડના વીપી વિલ યેલ કહે છે કે હવે જ્યારે પ્રવાસમાં ફેરફાર આવ્યો છે, ગ્રાહકો પણ વધારે અપેક્ષા રાખી રહ્યાં છે. અડધાથી વધારે પ્રવાસીઓ ઇચ્છે છે કે તેમને વ્યક્તિગત રીતે સારી સુવિધા મળે.
પ્રવાસીઓ હવે મહામારી અગાઉના સમય માટે તૈયાર થઇ રહ્યા છે. મહામારી દરમિયાન બદલાયેલા સમયને અનુરૂપ પ્રવાસીઓ માટેના સમયમાં ફેરફાર આવ્યો છે. પ્રવાસીઓ પોતાના હોટેલ રોકાણ દરમિયાન વધારે મિત્રતાપૂર્ણ હોટેલ સ્ટાફની આશા રાખે છે.
65 ટકા પ્રવાસીઓ ઇચ્છે છે કે તેમના હોટેલ રોકાણ દરમિયાન તેમનો હોટેલ સ્ટાફ મિત્રતાવાળું સ્વભાવ ધરાવતો હોય. મોટાભાગના લોકો હોટેલમાં ઉદ્ધતાઈને બદલે સારી રીતે અને નરમાઇથી વર્તે તથા વાત કરે તેવા હોટેલ સ્ટાફની આશા રાખે છે.
ત્રણમાંથી એક (33 ટકા) જેટલા લોકો ઇચ્છે છે કે હોટેલમાં તેમને મોડીરાત્રે પણ જમવાનું મળી રહે, જ્યારે 29 ટકા લોકો ઇચ્છે છે કે બાથરૂમમાં તેમને વધારે સારી સુવિધા મળી રહે, જ્યારે અન્ય 29 ટકા ઇચ્છે છે કે તેમને બપોરના સમયે હોટેલ રૂમમાં ચા મળે. ઉપરાંત, જ્યારે 26 ટકા ઇચ્છે છે તેમને ધ્યાનમાં રાખીને જ વેલકમ પેકેજ તૈયાર કરવામાં આવે અથવા તેમને પલંગમાં જ બ્રેકફાસ્ટ મળી રહે.
સર્વે અનુસાર અમેરિકામાં પ્રવાસીઓ ઇચ્છે છે કે તેમને વિનંતી અનુસાર તેમની પસંદગીના કોકટેલ અથવા ડેઝર્ટ અગાઉથી મળી રહે અથવા તેઓ માંગણી કરે તે અગાઉથી તેમને મળી રહે.
તાજેતરમાં આઇએચજી દ્વારા જણાવાયું હતું કે વેપારમાં અને વૈશ્વિક પ્રવાસમાં પણ હવે વધારો આવી રહ્યો છે.