2022 દમરિયાન ટ્રાવેલર્સ સામે પોતાના મિત્રો અને પરિવારજનોને ફરી મળવાનો સમય આવ્યો છે, કારણ કે તેઓ કોવિડ મહામારીને કારણે તેઓ તેમની સાથે વિખુડા પડ્યા હતા, તેમ હિલ્ટનના રિપોર્ટમાં જણાવાયું છે. મહામારીને કારણે ઘણા અન્ય ફેરફાર પણ જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં છે.
હિલ્ટનના ‘ધી 2022 ટ્રાવેલરઃ ઇમર્જિંગ ટ્રેન્ડસ એન્ડ ધી રિડિફાઇન્ડ ટ્રાવેલર’ રિપોર્ટમાં જણાવાયું છે કે આ વર્ષે મુસાફરો ઘણી આશાઓ તથા આયોજનો રાખીને બેઠા છે. રિપોર્ટ અનુસાર પ્રવાસીઓ હજુ પોતાની બ્રાન્ડ, કંપનીઓ તથા ઓર્ગેનાઇઝન્સ અંગે વફાદાર રહ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકો ફરી જીવનમાં રાબેતા મુજબ અગાઉની માફક જીવવા માગે છે. તેઓ ફરીથી સરળ રીતે પ્રવાસ કરવા આતુર બન્યા છે. તેઓ કોન્ટેક્ટલેસ ચેક-ઇન અને ચેક-આઉટ તથા ડિજિટલ કી સહિતની સુવિધાઓ પણ મહામારીના સમયે ઇચ્છી રહ્યાં છે. તેમના કામની પદ્ધતિઓમાં ફેરફાર આવ્યો છે. તેઓ ફરી પોતાના પ્રવાસ આયોજન અંગે વિચારી રહ્યા છે.
નવી આદતોને કારણે તેઓ વધારે માહિતગાર, સરળ, સુસંસ્કૃત અને કેટલાક કિસ્સાઓમાં તેઓ કંઇક વધારે નવા વર્ષ 2022 દરમિયાન ઇચ્છી રહ્યાં છે. તેને કારણે નવા ફિટનેસ અને ખાનપાન અંગેના વિકલ્પની માંગમાં વધારો થયો છે.
હિલ્ટનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસ નાસેટા કહે છે કે, વિશ્વ અને – ખાસ કરીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી – છેલ્લાં બે વર્ષમાં ઘણું બધું પસાર થયું છે હવે જ્યારે આ રિપોર્ટ બધા સામે આવ્યું છે ત્યારે ટ્રાવેલર્સની આદતો અને ઇચ્છાઓ-અપેક્ષાઓમાં પણ ઘણો ફેરફાર થયો છે. તેઓ ઉમેરે છે કે હવે જ્યારે અમે આવનારા દિવસો અંગે વિચારીએ છીએ ત્યારે જણાય છે કે પ્રવાસન ઉદ્યોગ હવે થાળે પડી રહ્યો છે.
પ્રવાસ દરમિયાન લોકો હવે ફિટનેસ, સ્પા, એફએન્ડબી, ડિઝાઇન, સુવિધા અને લોયલ્ટી સહિતના અનેક ફેરફાર હોસ્પિટાલિટી ક્ષેત્રે જોવા મળી રહ્યાં છે. પ્રવાસીઓ મુસાફરી દરમિયાન ઘણી અનેક અપેક્ષાઓ રાખી રહ્યાં છે.
મહામારી દરમિયાન ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. હવે મહામારીને કારણે મનોવૈજ્ઞાનિક રીતે પણ લોકોને પ્રવાસમાં રહેવાના સ્થળે અનેક પ્રકારની આરોગ્યલક્ષી સુવિધા જોઇએ છે, તેમ ડો. કેટ કુમિન્સ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કહે છે.
ગ્લોબલ રેસ્ક્યુ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જણાયું છે કે ટ્રાવેલર્સ હવે મુસાફરી દરમિયાન સલામતી અંગે ઓછું વિચારે છે. તેઓ ફરી એકબીજાને મળવા પ્રવાસ કરવા આતુર છે.