યુએસટીએઃ નવા જોબ ડેટા હોસ્પિલિટી સેક્ટરમાં અસમાન રીકવરીનો સંકેત આપે છે

આહોઆ દ્વારા ફેડરલ સહાય માટે સતત હિમાયત ચાલુ રાખવામાં આવશે

0
785
સપ્ટેમ્બર મહિનામાં, યુ.એસ. હોસ્પિટાલિટી સેક્ટરમાં નવી 74000 નોકરીઓ ઉમેરાઇ, જે સેગમેન્ટમાં અગાઉની તુલનામાં સુધારો દર્શાવે છે. જોતે તે અગાઉના મહિનાની સરખામણીએ નબળું છે તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા જણાવાયું છે.

લેઇઝર અને હોસ્પિટાલિટી સેક્ટર અંગેના તાજેતરના રોજગારીના આંકડા દર્શાવે છે કે ક્ષેત્રે અસમાન રિકવરી થઇ શકી છે તેમ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશનનું માનવું છે. સેક્ટરમાં વધારે નવી રોજગારી ઉમેરાઇ છે, જે અન્યની તુલનાએ વધારે છે પરંતુ ગત મહિનાની સરખામણીએ ઓછી સંખ્યા દર્શાવે છે.

સપ્ટેમ્બરમાં યુ.એસ.માં 194000 નોકરીઓ રોજગારી ઉમેરાઇ અને બેરોજગારીનો દર 4.8 ટકા ઘટ્યો હતો, તેમ તાજેતરના યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે. યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક એન્ડ પોલિસી ટોરી એમરસન બાર્ન્સે કહ્યું હતુ કે તાજેતરના આંકડા દર્શાવે છે કે હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારી દરમાં સુધારો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, વધવાની સંભાવના વચ્ચે ગણતરીની રોજગારી જ વધી શકી છે પરંતુ બેરોજગારીના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે વિશ્લેષકોની આગાહીથી વિપરીત હોવાનું પણ જાણવા મળે છે. કોવિડ-19ને કારણે હોસ્પિટાલિટી અને લેઇઝર ટ્રાવેલ ક્ષેત્રે થયેલી રોજગારીના પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે.

બાર્ન્સ કહે છે કે આ અસમાન વધારો વાઇરસ વરિયન્ટને કારણે મુસાફરી અને ઉનાળાને થયેલી અસરને કારણે જોવા મળે છે. આ પરિસ્થિતિમાં જરૂરી છે કે કોંગ્રેસ અગાઉની ફેડરલ રિલીફમાં વધારો કરીને ટ્રાવેલ આધારિત વ્યાવસાયોને ટકી રહેવામાં મદદરૂપ થાય તેવી વધારાની સહાય પણ જાહેર કરવાની જરૂર છે. જેથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન ક્ષેત્રને રાહત મળી શકે તેમ છે.

તાજેતરના આંકડા દર્શાવે છે કે જ્યારથી કોવિડ-19 મહામારીનું સંક્રમણ વધ્યું છે ત્યારથી અનેક ક્ષેત્રે રોજગારીને અસર પહોંચી છે. ખાસ કરીને જાન્યુઆરી અને જુલાઇ મહિના દરમિયાન 197000 જેટલી રોજગારી વધી છે, જે વિશેષ કરીને હોસ્પાટાલિટી ક્ષેત્રે આકાર પામી છે.

એપ્રિલ 2020 પછી અમેરિકામાં કોવિડ-19 સંક્રમણની અસરને કારણે સર્જાયેલી પરિસથિતિથી ફેરફાર જોવા મળ્યો છે. અર્થતંત્રમાં 17.4 મિલિયન નોકરીઓ વધી શકી છે. મહામારી અગાઉના સમયે આ સંખ્યા પાંચ મિલિયન જગ્યાઓ હતી.

આહોઆ દ્વારા ઉદ્યોગો માટે આર્થિક સહાય અને રાહત મેળવવા માટે કોંગ્રેસ અને અન્ય અમેરિકી સરકારી એજન્સી સમક્ષ ફેડરલ રિલિફ ફન્ડ અને અન્ય ઇન્સેન્ટિવ્સની માંગણી કરવામાં આવી રહી છે. જ્યાં સુધી મહામારીનો અંત આવે ત્યાં સુધી આ સહાય ચાલુ રાખવા પણ માંગણી કરવામાં આવી હોવાનું આહોઆ પ્રેસિડેન્ટ કેન ગ્રીનીએ જણાવ્યું હતું.

ગ્રીની કહે છે કે હોસ્પિટાલિટીમાં લેઇઝરમાં બેરોજગારીનું પ્રમાણ 1.6 મિલિયન જેટલું ઘટ્યું છે. જે ફેબ્રુઆરી 2020 પછીનું પ્રમાણ છે. આર્થિક સહાય જેવી કે ઇઆઈડીએલ અને એમ્પ્લોય રીટેન્શન ટેક્સ ક્રેડિટ હાલના સમયે હોટેલમાલિકો માટે અત્યંત જરૂરી છે.