ઓગસ્ટમાં, આહોઆ સભ્યોને જાણવા મળ્યું હતું કે સમગ્ર દેશમાં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિની કેવી અસર હોટેલ ઇન્ડસ્ટ્રીને પહોંચી છે. દરેક રાજ્યમાં થયેલી અસરને દર્શાવતા આંકડા સહિતની માહિતીવાળા આ રિપોર્ટને આધારે તેઓ આગળની કામગીરીની રણનીતિ તૈયાર કરી શકશે.
પ્રારંભિક અહેવાલ, કે જે ટેક્સાસના ડલ્લાસમાં યોજાયેલા ધી 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન રજુ કરવામાં આવ્યો હતો, તેમાં જણાયું છે કે અસોસિએશનના અંદાજે 20,000 કરતાં વધારે હોટેલિયર્સ 3.1 મિલિયન ગેસ્ટરૂમ સાથેની 34,260 હોટેલ પ્રોપર્ટીની માલિકી ધરાવે છે, જે સમગ્ર યુ.એસ.માં આવેલી હોટેલ્સમાં 60 કરતાં વધારેની હિસ્સેદારી દર્શાવે છે. તેઓ 2.2 મિલિયન લોકોને પણ સીધી રોજગારી પૂરી પાડે છે.
આ વર્ષે ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ સાથે મળીને તૈયાર કરવામાં આવેલા સ્ટેટ બાય સ્ટેટ બ્રેકડાઉન રિપોર્ટમાં મહત્વની આંકડાકિય માહિતી સામે આવી છે. જેમાં આહોઆના સભ્યોની માલિકીની હોટેલ્સને પહોંચેલી આર્થિક સહિતની અસરોની માહિતી છે. જેમાં આહોઆ સભ્યોની દરેક રાજ્યમાં આવેલી હોટેલ્સને લેબર અને જોબ ઇમપેક્ટ, ગેસ્ટ સ્પેન્ડિંગ, મેમ્બર પર્ચેસિંગ, વાર્ષિક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તથા અન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અંગે આહોઆ પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીની કહે છે કે રાજ્યો અનુસાર તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે આહોઆ સભ્યો સહિતની હોટેલ્સને બ્રેકડાઉનમાં કેવી અસર પહોંચી છે. તેમની સ્થાનિક આર્થિક સ્થિતિ કેવી છે. રાજ્યો અને સ્થાનિક સ્તરે અમારી એડવોકેસીની જાણકારી મળે છે. કારણ કે અમારા સભ્યો નીતિ ઘડનારાઓ માટે સૌથી શ્રેષ્ઠ સ્રોત છે. જેમાં હોટેલિયર્સથી માંડીને ફ્રેન્ચાઇઝી, નાના ધંધાર્થીઓ સહિતનો સમાવેશ થાય છે.
રાજ્યવાર તૈયાર કરવામાં આવેલો આ આર્થિક અસર અંગેનો અભ્યાસ રિપોર્ટ આહોઆની વેબસાઇટ પર ઉપલ્ધ કરાયો છે.
આહોઆના અધ્યક્ષ વિનય પટેલ કહે છે કે આહોઆના સભ્યો દેશમાં હોટેલ્સ પ્રોપર્ટીમાં કુલ 60 ટકા કરતા વધારેની હિસ્સેદારી ધરાવે છે. જ્યારે તમે કોઇ ચોક્કસ રાજ્યને સાંકળીને વાત કરતા હોવ છો ત્યારે તો સંખ્યા વધારે અસરકારક બનતી જોવા મળે છે. તેઓ ઉમેરે છે કે, ઉદાહરણ તરીકે આરકાન્સાસ, લૂઇસિયાના, ઓકલાહોમા અને ટેક્સાસમાં આહોઆના સભ્યો હોટેલ પ્રોપર્ટીમાં 90 ટકા માલિકી ધરાવે છે. જેઓ સેંકડો લોકોને સીધી રોજગારી પૂરી પાડી રહ્યાં છે અને જીડીપીમાં હિસ્સો આપી રહ્યાં છે. તેઓ કાયદા ઘડનારા, બ્રાન્ડ, વેન્ડર્સ અને પત્રકારો પર આર્થિક અસર જમાવી શકવામાં સક્ષમ છે.