સ્ટોનહિલ 2021માં 1.25 અબજ ડોલરનું ધિરાણ કરશે, જે ગત વર્ષની તુલનામાં 74 ટકા વધારે છે

તેની પેરેન્ટ કંપની, પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા નવી ખરીદી માટે 1 બિલિયન ડોલરનો ખર્ચ

0
805
જતિન દેસાઈ અને મિતુલ પટેલના વડપણવાળી એટલાન્ટાસ્થિત પીચટ્રી હોટેલ ગ્રુપ સાથે સંલગ્ન કોમર્શિયલ રીયલ એસ્ટેટ ધિરાણકર્તા સ્ટોનહિન દ્વારા એપ્રિલમાં રીનેઇસન્સ ડલાસ હોટેલ માટે 14 મિલિયન ડોલરનું ઇક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પૂરું પાડવામાં આવ્યું. તે લગભગ 1.25 અબજ ડોલરનો એક ભાગ છે જે કંપની આ વર્ષે જમાવવાની યોજનાનું આયોજન ધરાવે છે.

કોમર્શિયલ રીયલ એસ્ટેટ ધિરાણકર્તા સ્ટોનહિલને આશા છે કે તે 2021 દરમિયાન અંદાજે 1.25 બિલિયન ડોલરથી વધારેની જમાવટ કરી શકશે, જે ગત વર્ષની સરખામણીએ 74 ટકા વધારે છે તેમ કંપનીનું માનવું છે. તેની પેરેન્ટ કંપની પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા જૂન 2020થી રીયલ એસ્ટેટ ક્ષેત્રે 1 બિલિયન ડોલર કરતાં વધારેના મૂલ્યની સંપત્તિ હાંસલ કરવામાં આવી છે.

એક નિવેદનમાં જણાવ્યા અનુસાર સ્ટોનહિલ દ્વારા હોટેલ ક્ષેત્રે મૂડીરોકાણ કરવા સહિત બાંધકામ લોન સહિતના વિવિધ હેતુ માટે કંપની દ્વારા વાર્ષિક ધોરણે 612 મિલિયન ડોલરના 64 સોદા પાર પાડવામાં આવ્યા છે.

આ અંગે સ્ટોનહિલના મેટ ક્રોસવીએ જણાવ્યું હતું કે આવા સમયે પણ ધિરાણ પૂરી પાડવાની અમારી ક્ષમતાને કારણે અસરકારક અમારા ગ્રાહકોને કોસ્ટ-ઇફેક્ટિવ કેપિટલ સોલ્યુસન્સ પૂરું પાડવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે ક્રોસવીએ સ્ટોનહિલને નાણાકીય ઉકેલ શોધનારા માલિકો સાથે કામ કરવા બદલ ગર્વ અનુભવે છે.

પીચટ્રીના વડા જતિન દેસાઈ અને મિતુલ પટેલ સ્ટોનહિલમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને કંપનીની ઇન્વેસ્ટમેન્ટ કમિટીમાં પણ સભ્યપદ ધરાવે છે. સ્ટોનહિલ પણ સ્ટોનહિલ પેસ સાથે સંલગ્ન છે, જે કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લિન એનર્જી (સીપેસ) ફાયનાન્સિંગ પૂરું પાડે છે.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા 2020માં હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર હોટેલમાલિકોને તેમને વ્યવસાયિક ધિરાણ પૂરું પાડનારા ધિરાણકર્તાઓ પાસેથી જોખમની સ્થિતિ સર્જાઇ શકે તેમ છે. જોકે હોટેલમાલિકોને સરકારની આર્થિક મદદ તથા બેન્કો તરફથી આ બાબતે રાહત મળી છે. જોકે આવનારા સમયમાં ઝડપથી આ સહકાર પૂરો થઇ શકે તેમ છે.

જાન્યુઆરીમાં સ્ટોનહિલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તેણે 2020ના ચોથા ત્રિમાસિકગાળામાં નવ પ્રોપર્ટી માટેની કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લિન એનર્જિ લોન બંધ કરી છે અને 90 દિવસ દરમિયાન વધારાના 80 મિલિયન ડોલર અંગે પણ નિર્ણય લેવાઇ શકે તેમ હોવાનું પણ નિવેદનમાં જણાવાયું છે.

પીચટ્રી દ્વારા સ્ટ્રેસ્ડ અને ડિસ્ટ્રેસ્ડ એક્વિઝિશન એ મહામારી દરમિયાન અર્થતંત્રને થયેલી અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિના એક ભાગની વ્યૂહાત્મક રણનીતિ છે. કંપનીનું જણાવવાનું છે કે તેણે આ સમયગાળા દરમિયાન ઇક્વિટી હિતો હસ્તગત, સંચાલિત અને નિકાલ કર્યા છે અને પ્રિફર્ડ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે.

પીચટ્રીના સીઇઓ ગ્રેગ ફ્રાઇડમેન કહે છે કે મહામારી શરૂ થયાના અગાઉના સમયગાળાની અર્થવ્યવસ્થાને ધિરાણ કરવામાં આવ્યું છે. હાલના સમયે પણ ધિરાણકર્તાઓ તરીકે અમે માર્કેટમાં અનેક નવી તકો નિહાળી રહ્યાં હોવાનું માની રહ્યાં છીએ.