હોકી હોટેલની હોટેલ ચૌન્સી હિલ્ટનના ટેપેસ્ટ્રી કલેક્શનમાં સામેલ થઈ

આ હોટેલ સ્વતંત્ર મૂવી થિયેટર, બોલિંગ એલી, આર્કેડ અને સોશ્યલ લાઉન્જ ધરાવે છે.

0
839
લોવા સિટીમાં આવેલી 51 રૂમવાળી હોટેલ ચૌન્સી, જેની માલિકી પ્રેસિડેન્ટ રવિ પટેલના વડપણ હેઠળની હોકી હોટેલ છે, તેનો સમાવેશ હિલ્ટનની ટેપેસ્ટ્રી કલેક્શનમાં કરાયો છે.

લોવા સિટી, લોવા ખાતે આવેલી હોકી હોટેલ્સની હોટે ચૌન્સીનો સમાવેશ હિલ્ટનના ટેપેસ્ટ્રી કલેક્શનમાં કરાયો છે. આ સાથે આ બૂટિક હોટેલનું રીઝર્વેશન હિલ્ટનની રીઝર્વેશન સીસ્ટમના માધ્યમથી થઇ શકશે અને ગેસ્ટને હિલ્ટનના લોયલ્ટી પ્રોગ્રામનો પણ લાભ મળશે તેમ લોવા ખાતેની કોરલવિલે દ્વારા જણાવાયું છે.

પ્રેસિડેન્ટ રવિ પટેલના વડપણ હેઠળની હોકી હોટેલ દ્વારા જાન્યુઆરી 2020માં 51 રૂમવાળી ચૌન્સી શરૂ કરવામાં આવી હતી.

આ અંગે હોકી હોટેલ્સના પ્રેસિડેન્ટ રવિ પટેલે કહ્યું હતું કે હિલ્ટનના ટેપેસ્ટ્રી કલેક્શનમાં સામેલ થવું એ અમારા માટે ગર્વની બાબત છે. અમને ગર્વ છે કે હોટેલ ચૌન્સી ખાતે અમે ગેસ્ટને આધુનિક સુવિધાઓ જેવી કે સ્વતંત્ર મૂવી થિયેટર, બોલિંગ એલી, આર્કેડ અને સોશ્યલ લાઉન્જ સહિતની સેવાઓ એક જ છત હેઠળ પૂરી પાડી શકીશું. હોટેલ ચૌન્સી ખાતે રોકાણ દરમિયાન ગેસ્ટને અહીંની સંસ્કૃતિ અને પરંપરાનો પણ અનુભવ મળી શકશે.

નિવેદન અનુસાર, આ હોટેલ પોતાની જૂની ડિઝાઇન તથા સુવિધાઓ જાળવી રાખશે, જેમાં અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ખુલ્લા રહેતા ફિટનેસ સેન્ટર અને રૂફટોપ ટેરેસનો સમાવેશ થાય છે જે ઐતિહાસિક ડાઉનટાઉન લોવા શહેરનો તથા યુનિવર્સિટી ઓફ લોવાના કેમ્પસનો નયનરમ્ય નજારો જોવાનો લ્હાવો આપે છે. દરેક ગેસ્ટરૂમમાં વિશાળ રસોડું, કામ કરવાની જગ્યા છે જ્યારે સ્યુટ્સમાં વિશાળ લિવિંગ સ્પેસનો સમાવેશ કરાયો છે.

ચૌન્સી ઇમારતમાં સોશ્યલ લાઉન્જ, બોલિંગ એલી, આર્કેડ, મૂવી થિયેટર અને ગોરમેટ કોફી શોપ આવેલી છે, સાથે અન્ય ઘણી દુકાનો, રેસ્ટોરાં અને મનોરંજનના સાધન પણ વેનિસિટી નજીક આવેલા છે.

હોકી હોટેલ દ્વારા લોવા શહેરમાં આવેલી તેની જ હોટેલ વેટ્રોને પણ ટેપેસ્ટ્રી કલેક્શન હેઠળ સમાવેશ થાય તેના આયોજનમાં છે. હિલ્ટન દ્વારા ટેપેસ્ટ્રી કલેક્શનની રજુઆત પોતાના એવા ગ્રાહકો કે જેઓ રસપ્રદ ઐતિહાસિક વારસો ધરાવતી અને રાજવી અનુભવ પૂરો પાડી શકે તેવો અનુભવ લોકલ કોમ્યુનિટીમાં લેવા ઇચ્છનારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો હતો.

સાલ 1982માં આર્કાન્સાસના મેનામાં એક રોડસાઇડ હોટેલ તરીકે શરૂ થનાર હોકી હોટેલ્સ એ અમેરિકામાં સૌથી ઝડપથી વિકાસ કરનાર હોસ્પિટાલિટી કંપની બની છે. કંપની 1000 કરતાં વધુ કર્મચારીઓની સાથે સમગ્ર દેશમાં વિવિધ સ્થળે હોટેલ્સની માલિકી અને સંચાલન ધરાવે છે.

માર્ચમાં કંપની દ્વારા પોતાની વર્ષની દ્વિતિય અને ત્રીજી હોટેલ એક્વીઝીશનની કામગીરી ઓહાઇઓ અને ઓકલાહોમા ખાતે કરી હતી. જેમાં ફેરફિલ્ડ ઈન અને સ્યુટ્સ, કેમ્બ્રિજ, ઓહાઇઓ અને એલોફ્ટ ઓકલાહોમા સિટી ડાઉનટાઉન-બ્રિકટાઉન, ઓકલાહોમા સિટી, ઓકલાહોમાનો સમાવેશ થાય છે. કંપનીએ જાન્યુઆરીમાં લુઇસિયાનામાં લફાયેટે ખાતે સ્ટેબ્રિજ સ્યુટ્સની માલિકી હાંસલ કરી હતી.