કીનલે ચટ્ટાનૂગાની કોમન હાઉસ સોશ્યલ ક્લબ સાથે ભાગીદારી

મહેમાનોને ક્લબની સહકારી સુવિધા માણવા મળશે

0
991
પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલના વડપણ હેઠળની વિઝન હોસ્પિટાલિટી ગ્રુપની માલિકીની ટેનેસીના ચટ્ટાનૂગા ખાતે આવેલી કિન્લે ચટ્ટાનૂગા સાઉથસાઇડ બૂટિક હોટેલ હવે “કો-વર્ક + પ્લે” પેકેજની ઓફર મહેમાનો માટે શહેરની નવી સોશ્યલ ક્લબ કોમન હાઉસ સાથે મળીને આપે છે.

ટેનેસીના ચટ્ટાનૂગા ખાતે તાજેતરમાં શરૂ થયેલી કિનલે ચટ્ટાનૂગા સાઉથસાઇડ બૂટિક હોટેલ દ્વારા મહેમાનો માટે “કો-વર્ક + પ્લે” પેકેજની ઓફર શરૂ કરવામાં આવી છે. જે માટે શહેરની નવી સોશ્યલ ક્લબ કોમન હાઉસ સાથે મળીને આ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં મહેમાનોને કોમન હાઉસની કો-વર્કિંગ તથા ઈવેન્ટ સ્પેસ, પૂલ, જીમ, રેસ્ટોરાં અને અન્ય સુવિધાનો લાભ માણવાની તક મળશે.

પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલના વડપણ હેઠળની વિઝન હોસ્પિટાલિટી ગ્રુપની માલિકીની તથા હ્યુમિનિસ્ટ હોસ્પિટાલિટી દ્વારા સંચાલિત 65 રૂમવાળી આ હોટેલ 4 માર્ચથી શરૂ થઇ છે. તે ચટ્ટાનૂગા શહેરના કળા અને મનોરંજનવાળા વિસ્તારમાં તથા ટેનેસી એક્વેરિયમ અને રોક સિટી નજીક આ હોટેલ આવેલી છે.

નવી ભાગીદારીને પગલે હોટેલના મહેમાનોને સ્થાનિક સંસ્કૃતિ માણવા માટે અનેક વિકલ્પ મળી રહેશે તેમ હ્યુમનિસ્ટ હોસ્પિટાલિટીના સેલ્સ અને માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ લીન મ્યુસિનોએ જણાવ્યું હતું.

કોમન હાઉસ સાથેની ભાગીદારીથી અમે રોમાંચ અનુભવીએ છીએ, આ સોશ્યલ ક્લબ અમારા મહેમાનોને તેમના સ્થળે બેસીને કામ કરવા, જમવા, નવરાશ માણવા અને ચટ્ટાનૂગામાં રહેવાનો અનૂઠો અનુભવ મેળવી શકશે. જે ટ્રાવેલર્સ અનોખા અને સાહસી અનુભવીની તલાશમાં છે પરંતુ સાથે સાથે ઉત્પાદક કાર્યસ્થળ પણ તલાશે છે તેમના માટે અમારી આ ભાગીદારી સફળ નિવડશે તેમ તેમણે જણાવ્યું હતું.

મૂળ તો 1929માં નિર્માણ થયેલી કોમન હાઉસ ચટ્ટાનૂગા એ સામાન્ય રીતે ઈન્ડસ્ટ્રીય વાયએમસીએ હતી. આ ઈમારત 1984થી ખાલી હતી, પરંતુ ત્યાર બાદથી ઈમારતને તેના મૂળ સ્વરૂપે આકાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં તેના દેખાવ પર ધ્યાન અપાયું છે, રીસ્ટોરમાં મોટાભાગે લાકડાંનો ઉપયોગ કરાયો છે.

કોમન હાઉસના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેરીક સીગ કહે છે કે અમે અહીં જે લોકો ભોજન, પીણાં તથા અનુભવ માટે આવે છે તેમને અનેરો અને યાદગાર અનુભવ આપવા અદ્ભૂત જગ્યા બનાવી છે.

અમારું મિશન તો જોડાણ સર્જવાનું છે, અને અમે કિનલે સાથે ભાગીદારી કરીને રોમાંચ અનુભવી રહ્યાં છીએ અને જે લોકો અહીં અમારા વિસ્તારમાં આવશે તેઓ કોમન હાઉસ સાથેનો યાદગાર અનુભવ લઇને જશે.

કિનલે ખાતે સ્થાનિક મહિલા કળાકારોએ બનાવેલી કૃતિઓ પણ જોવા મળે છે અને સમગ્ર લોબી તથા ગેસ્ટ રૂમમાં નેચરલ લેન્ડસ્કેપ જોવા મળે છે.