PHG દ્વારા એમ ડી હોટેલના 5.3 મિલિયનનું રીનોવેશન પૂર્ણ

કંપનીએ 2019માં બાલ્ટીમોરમાં ધી હેમ્પ્ટન ઈન ખરીદી હતી

0
1207
પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા તાજેતરમાં આઠ માળની, 126 રૂમવાલી હેમ્પ્ટન ઈન બાય હિલ્ટન બાલ્ટીમોર ડાઉનટાઉન કન્વેન્શન સેન્ટર, બાલ્ટીમોર, મેરીલેન્ડનું 5.3 મિલિયન ડોલરનું રીનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. કામગીરીમાં ગેસ્ટ રૂમ, કોમન એરીયા તથા એક્સીટીયરનો સમાવેશ થાય છે.

પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા 5.3 મિલિયન ડોલરના ખર્ચે નવી હોટેલનું રીનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું રીનોવેશન કરાયું છે તે હેમ્પ્ટન ઈન બાય હિલ્ટન બાલ્ટીમોર-ડાઉનટાઉન કન્વેન્શન સેન્ટર, બાલ્ટીમોર, મેરીલેન્ડ છે. હોટેલનું સંચાલન પીચટ્રી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, પીએચજીનો એક ભાગ દ્વારા કરવામાં આવે છે.

8 માળ, 126 રૂમવાળી હેમ્પ્ટન ઈન એ 2019માં પીએચજી દ્વારા હસ્તગત કરાયેલ 10 હોટેલમાંથી એક છે. કંપનીનું સંચાલન મિતુલ પટેલ અને જતિન દેસાઈના વડપણ હેઠળ તથા સીઈઓ ગ્રેગ ફ્રેડમેન અને પીએચએમના પ્રેસિડેન્ટ પેટ્રીક શોર્ટની દેખરેખમાં થાય છે.

“હેમ્પ્ટન સાથેની કામગીરીથી અમે ખુબ ખુશ છીએ, તે વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી સારી રીનોવેટેડ હોટેલ છે, તેમ શોર્ટ જણાવે છે. વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તથા લેઇઝર ટુરિસ્ટની માંગણીઓને ધ્યાને રાખીને નીચેથી ઉપર સુધીનું રીનોવેશન કરવામાં આવ્યું છે.

હોટેલની આસપાસના વિસ્તારમાં ઓરીઓલ પાર્ક, કામડેન યાર્ડસ અને બાલ્ટીમોર કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે. આ હોટેલ એ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટર, એમએન્ડટી બેન્ક સ્ટેડિયમ, હોમ ઓફ બાલ્ટીમોર રેવન્સ અને હોર્સશૂ કસિનો બાલ્ટીમોરની નજીક આવેલી છે.

રીનોવેશનમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં ગેસ્ટ રૂમમાં લાઇટિંગ, આર્ટવર્ક, ફર્નિશિંગ તથા ટીવીનો સમાવેશ થાય છે. ગેસ્ટના બાથરૂમમાં ટબ-ટુ-શાવર જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોબીમાં નવું ફર્નિચર, ફ્લોરિંગ તથા આર્ટવર્ક કરવામાં આવ્યું છે અને ફ્રન્ટ ડેસ્કને પણ નવો દેખાવ આપવામાં આવ્યો છે.

બહારની તરફ નવું બ્રિકવર્ક અને પેઇન્ટિંગ કરીને દેખાવ વધારવામાં આવ્યો છે. હોટેલમાં પુલ એરિયા, કોરિડોર્સ, પબ્લીક રેસ્ટરૂમ, મીટીંગ રૂમ અને ફિટનેસ રૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

શોર્ટ કહે છે કે ગેસ્ટનો અનુભવ યાદગાર બનાવવા માટે અમે ઘણાં મહત્વના પગલાં લીધા છે જેથી હોટેલમાં ગેસ્ટનું રોકાણ આરામદાયદ તથા સફાઇયુક્ત બની રહે.

પીએચજી દ્વારા 2019માં હસ્તગત કરાયેલ અન્ય હોટેલઃ

  • ફોર્ડ લૌઉડેરડેલ, ફ્લોરિડા ખાતેની 128 રૂમની હેમ્પ્ટન ઈન બાય હિલ્ટન ફોર્ટ લૌઉડેરડેલ/પ્લાન્ટેશન
  • લિબર્ટી ટાઉનશિપ, ઓહાઇઓ ખાતેની ધી 92 સ્યુટ હોમટુ સ્યુટ્સ બાય હિલ્ટન સિનસિનાટી લિબર્ટી ટાઉનશિપ.
  • 156 રૂમવાળી કોર્ટયાર્ડ બાય મેરિયટ સવાન્નાહ ડાઉનટાઉન/હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ, સાવન્નાહ, જ્યોર્જિયા.
  • 111-સ્યુટ હોમટુ સ્યુટ્સ બાય હિલ્ટન અલ પાસો એરપોર્ટ, અલ પાસો, ટેક્સાસ ખાતે.
  • 152 સ્યુટ રેસિડેન્ટ ઈન બાય મેરિયટ ચાર્લોટ સાઉથ પાર્ક, ચાર્લોટ, નોર્થ કેરોલિના.

2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં પીએચજી પોતાની નવ સંપત્તિઓ માટે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી તથા ખર્ચ કરવામાં આવ્યો છે.