હોટલોને સૂચિત કાયદા દ્વારા પેરોલ સપોર્ટ ગ્રાન્ટ મળી શકશે

સેવ હોટેલ જોબ્સ એક્ટને આહોઆ અને આહલા દ્વારા સમર્થન

0
926
(ડાબે) હવાઈના ડેમોક્રેટ અમેરિકન સેનેટર બ્રાયન સ્ચાટઝ અને ફ્લોરિડાના રીપબ્લિકન પ્રતિનિધિ ચાર્લી ક્રિસ્ટ કે જેઓ સેવ હોટેલ જોબ્સ એક્ટના કોસ્પોન્સર્સ છે. જે હેઠળ હોટેલમાલિકોને તેમના હાલના કર્મચારીઓને આર્થિક મદદરૂપ બનવા ગ્રાન્ટ મળી શકશે.

સૂચિત કાયદા હેઠળ હોટેલમાલિકોને તેમના કર્મચારીઓને જાળવી રાખવા માટે આર્થિક અનુદાન સહિતની મદદ મળી શકશે. ઘણાં હોટેલ માલિકોએ સેવ હોટેલ જોબ્સને સમર્થન જાહેર કર્યું છે.

કોવિડ-19 રોગચાળાને કારણે હોટેલ ક્ષેત્રે ચાર મિલિયન નોકરીઓ ગઇ અને બેરોજગારીનું સ્તર વધ્યું છે તેમ હવાઈના ડેમોક્રેટ અમેરિકન સેનેટર બ્રાયન સ્ચાત્ઝ સાથે મળીને ખરડાને સમર્થ આપી રહ્યાં છ. જ્યારે અન્ય ઘણી હોટેલ્સને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ અનુદાન મળી રહ્યું છે, જ્યારે બાકીના ઘણાં હોટેલમાલિકોને તે માટે ઝઝૂમવું પડી રહ્યું છે,

તેઓ કહે છે કે મહામારીને કારણે સેંકડોની સંખ્યામાં હોટેલ કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડી છે અને ઘણાં અન્ય કર્મચારીઓના કામના કલાકો ઘટાડી દેવાયા છે. તેમને મદદની જરૂર છે.

સેવ હોટલ જોબ્સ એક્ટનો ગ્રાન્ટ પ્રોગ્રામ કંઇક આવો હશે:

  • હોટેલ ઓનર ઓપરેટર્સ સાથે હોટેલ કર્મચારીઓને મદદરૂપ થવા સીધી પેરોલ ગ્રાન્ટ મદદરૂપ થવા પૂરી પાડવા અપાય છે.
  • મહામારીને કારણ જેમણે હોટેલ ઈન્ડસ્ટ્રીમાં નોકરી ગુમાવી છે તેમને મદદરૂપ થવા અને હોટેલ કર્મચારીઓને પાછા બોલાવાશે,
  • જે લોકો આ કાયદાનું પાલન કરતાં નથી અને જેઓ કાયદાનું પણ પાલન કરતાં નથી.
  • કામદારોની સલામતી માટ ટેક્સ ક્રેડિટ્સ પૂરી પાડવી.

આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને આ બાબતે કાયદાને સમર્થન આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 20 મલિલિયન અમેરિકન્સને પેરોલ ગ્રાન્ટ્સ પૂરી પડાશે.

સ્ટાટન ઉમેરે છે ક હાલના સમયે જ્યાં એક તરફ હોટેલમાલિકો વેપારમાં ગતિ નિહાળી રહ્યાં છે ત્યારે બીજી તરફ હોટેલમાલિકોને કામદારોની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સેવ હોટેલ જોબ્સ એક્ટને કારણે હોટેલ માલિકોને પગાર કરવા સહિતના ખર્ચ માટે આર્થિક અનુદાન મેળવવા સહિતના વિકલ્પ મળી રહેશે.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સે આ બાબતે એક નિવેદનમાં જણાવ્યું કે આ કાયદાને કારણે હોટેલ કામદારોને જીવનદાન મળી શકશે.

“દરરોજ, હોટલો સારા માટે બંધ થાય છે, અને પરિશ્રમશીલ, વફાદાર કર્મચારીઓને દુર્ભાગ્યે છોડી દેવામાં આવે છે,” તેમ રોજર્સ જણાવે છે. હોસ્પિટાલિટી કરતાં ઈન્ડસ્ટ્રીને મહામારીની સૌથી ગંભીર અસર પહોંચી છે. સરકારે પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો અને નિયંત્રણો જાહેર કર્યાં, જેથી વાયરસના પ્રસારને અટકાવી શકાય, પરંતુ તેને કારણે છેલ્લાં દસ વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ કરેલા વિકાસ પર પાણી ફરી વળ્યું છે. હાલના સમયે લાખો નોકરીદાતાઓ તથા સેંકડો વેપારીઓ મુશ્કેલીમાં છે- તેમાં ફક્ત હોટેલ નથી.

આહોઆ દ્વારા તાજેતરમાં ઈબી-5 રીફોર્મ એન્ટ ઈન્ટેગ્રીટી એક્ટ ઓફ 2021ને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે., જે ઈબી-5 ઈન્વેસ્ટર્સ વિઝા પ્રોગ્રામ હેઠળ અનેક બાંધકામ હેઠળના પ્રોજેક્ટને આર્થિક સહાય મળી રહી છે.