બિલ ફરી અધિકૃત કરાશે, EB-5 ઈન્વેસ્ટર્સ વિઝા પ્રોગ્રામમાં સુધારો કરાશે

આહોઆ એક્ટને મંજૂરી આપતા ગઠબંધનમાં સામેલ

0
904
સેનેટ જ્યુડિશરી કમિટી ચેરમેન અને લોવાના રીપબ્લિકન સેનેટર ચક ગ્રાસ્લી, 2019માં બોર્ડર સિક્યુરિટી અને ઈબી-5 ઇન્વેસ્ટર્સ વિઝા પ્રોગ્રામ અંગેની સુનાવણી પર તેમણે દેખરેખ રાખી હતી. ગ્રાસ્લી અને વેરમેન્ટના ડેમોક્રેટ સેનેટર પેટ્રિક લીહે દ્વારા ઈબી-5 સુધારા અને ઇન્ટીગ્રીટી એક્ટ 2021 રજૂ કરાયું કે જે પ્રોગ્રામમાં છેતરપિંડી થતી રોકવામાં મદદરૂપ બનશે. તસવીર સૌજન્ય ગેટ્ટી ઇમેજીસ

ઈબી-5 ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ, તે હોટેલ જેવા બાંધકામ પ્રોજેક્ટ માટે આર્થિક ભંડોળનું સ્રોત છે અને તે જૂનમાં પૂર્ણ થાય છે. નવું સૂચિત કાયદામાં રીન્યુની અને રીફોર્મનો સમાવેશ કરાયો છે, કોવિડ-19 મહામારીને કારણે ઉદ્યોગ-ધંધાને ભારે સહન કરવું પડ્યું છે ત્યારે આવા કાર્યક્રમ થકી તેમને આર્થિક ટેકો આપવાનો હેતુ છે.

ધી ઈબી-5 રીફોર્મ એન્ડ ઈન્ટીગ્રીટી એક્ટ ઓફ 2021, જેમના દ્વારા રજૂ કરાયો તે ડેમોક્રેટ સેનેટર પેટ્રિક લિહે સિનિયર મેમ્બર અને જ્યુડિશરી કમિટીના પૂર્વ ચેરમેન છે અને રીપબ્લીકન સેનેટર ચક ગ્રાસ્લી છે તેમણે આ યોજનાના અમલીકરણ દરમિયાન છેતરપિંડીને રોકવા માટે સુધારો રજૂ કર્યો છે. આ કાર્યક્રમ 1990માં અમલમાં આવ્યો હતો અને એવા વિદેશી રોકાણકારોને અમેરિકાના ઇમિગ્રેશન વિઝા પૂરા પાડે છે જેઓ આર્થિક સ્તરે રોજગારી પૂરી પાડી શકે તેવા ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પોતાનું મૂડીરોકાણ કરવા ઇચ્છતા હોય.

આ યોજના થકી એવા અનેક પ્રોજેક્ટ કે જેને આર્થિક ભંડોળની જરૂર છે તેમને આર્થિક સહાય મળી શકે તેમ છે, પરંતુ તાજેતરમાં આ કાર્યક્રમના અમલીકરણ દરમિયાન લાભાર્થી સહિત બન્ને તરફથી ગેરરીતી થતી હોવાના આરોપ લાગ્યા હોવાનું ગ્રાસ્લી અને લીહે દ્વારા જણાવાયું હતું.

“તે હવે છુપું રહ્યું નથી કે ઈબી-5 પ્રાદેશિક કેન્દ્ર કાર્યક્રમ વર્ષોથી અવ્યવસ્થિત છે, વિદેશી રોકાણકારો ઝડપથી ગ્રીન કાર્ડ મેળવવા માટે આ પ્રોગ્રામનો દુરઉપયોગ કરે છે, સ્થાનિક ડેવલપરો પણ વિદેશી રોકાણકારો પાસેથી ઝડપથી નાણાં મેળવવા બોગસ પ્રોજેક્ટનો ઉપયોગ કરે છે અને સરકારી અધિકારીઓ પણ રાજકીય તરફેણ માટે તેનો દુરઉપયોગ કરતા હોવાનું ગ્રાસ્લી જણાવે છે.

સૂચિત કાયદો ઈબી-5 રીજનલ સેન્ટર માટે નવી જાહેરાત આવશ્યકતાઓ સ્થાપશે જે રોકાણકારોને રક્ષણ આપશે અને કાર્યક્રમના નિયમોને આધિન પ્રાદેશિક કેન્દ્રોને પણ આવરી નવા નિયમોનો અમલ કરાશે.

ઈબી-5 પ્રોગ્રામને જૂન પછી ચાલુ રાખવાની મંજૂરી હોવી આવશ્યક છે, તેમ આહોઆ પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને એક નિવેદનમાં જણાવ્યું હતું.

સ્ટાટને જણાવ્યું કે, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને હોટલનો વ્યવસાય, આ કોવિડ-19 ના આર્થિક સંકટમાંથી પાછા આવી શકે છે, પરંતુ જો તેમને ઈબી-5 પ્રાદેશિક કેન્દ્ર પ્રોગ્રામ દ્વારા આપવામાં આવતી બિન-પરંપરાગત પરંતુ વિશ્વસનીય સહાયતાનો પ્રકારની મદદ મળી રહે તો.

નોકરીઓ બચાવતા તથા નવી નોકરીઓની તકોનું નિર્માણ કરનારા આ ઈબી-5 રીફોર્મ એન્ડ ઈન્ટીગ્રીટી એક્ટને મંજૂરી આપતા ગઠબંધનમાં આહોઆ સામેલ છે.

ગત જૂલાઈમાં અમેરિકાએ આને સમકક્ષ કાર્યક્રમ હેઠળ એચ-વનબી અને એચ-ટુબી વિઝા પ્રોગ્રામ હેઠળ આવનારા કામદારોના પ્રવેશ પર રોક લગાવી હતી. આ કાર્યક્રમ હેઠળ અમેરિકા ખાતેની કંપનીઓ વિદેશી કામદારોને લાંબા તથા ટૂંકા ગાળા માટે કામે રાખી શકે તેમ છે.