અમેરિકન રેસ્ક્યુ પ્લાન અમલમાં મુકવા સંગઠનોની માંગણી

પ્રેસિડેન્ટ બાઇડનનું 1.9 ટ્રીલિયન ડોલરનું કોવિડ-19 રીલીફ પેકેજ પીપીપી, વેક્સિન વિતરણ વગેરેને ભંડોળ પૂરું પાડશે

0
851
ફેડરલ સરકારના ત્રીજા કોવિડ-19 આર્થિક સહાય પેકેજ માટે પ્રેસિડેન્ટ જો બાઇડન દ્વારા સૂચિત અમેરિકન રેસ્ક્યુ પ્લાન અંગે ચર્ચા વિચારણા કરવા અંગે તાજેતરમાં પ્રેસિડેન્ટ બાઇડન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે અમેરિકન સેનેટરો સાથે મુલાકાત યોજી હતી.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે અસર પામેલા અમેરિકાના અર્થતંત્રને વેગ આપવા અને નાગરિકોને સહાયરૂપ બનવા માટે અમેરિકન સરકાર દ્વારા આર્થિક રાહત પેકેજની જાહેરાત થઈ છે. તાજેતરમાં પ્રેસિડેન્ટ બાઇડન દ્વારા ત્રીજા આર્થિક રાહત પેકેજ અમેરિકન રેસ્ક્યુ પ્લાનની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. 1.9 ટ્રિલિયન ડોલરવાળા પેકેજને તરત મંજૂરી આપવા માટે હોસ્પિટાલિટી ક્ષેત્રના વિવિધ સંગઠનો દ્વારા માંગણી અને રજુઆત કરવામાં આવી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં આ બિલનું સંસ્કરણ ગૃહમાં પસાર કરાયું અને ગુરુવાર સુધી સેનેટમાં તે અંગે ચર્ચા યોજાઇ હતી. સેનેટ દ્વારા શનિવાર સુધી તેના સંસ્કરણને પસાર કરાયું, હવે તે હાઉસમાં ફરીથી મોકલાયું છે જેથી ફરી પસાર કરી શકાય અને પ્રેસિડેન્ટ બાઇડનના હસ્તાક્ષર માટે રજૂ કરવામાં આવશે. બીલના હાઉસ અને સેનેટ સંસ્કરણમાં પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ માટેના વધારા 7 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે અને વધુ નોન-પ્રોફિટ સંસ્થાઓ તેનો લાભ મેળવવાને લાયક બની શકશે તેમ સીએનએનનો અહેવાલ જણાવે છે.

તેમાં ખાસ કરીને 25 બિલિયન ડોલરની ગ્રાન્ટ બાર્સ અને રેસ્ટોરાં માટે પણ સામેલ છે અને 15 બિલિયન ડોલર ઇમરજન્સી ઇન્જરી ડિઝાસ્ટર લોન પ્રોગ્રામ માટે ફાળવાયા છે, જે લાંબા ગાળા માટે ઓછા વ્યાજની લોન સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન તરફથી ઉપલબ્ધ થશે.

આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસીલ સ્ટાટને એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોટલો માટે ટોચની પ્રાથમિકતા છે.

“અમેરિકન રેસ્ક્યુ પ્લાન હોટલવાળાઓ તથા તેમના કર્મચારીઓને આર્થિક રીતે સહાયરૂપ બનવાની સાથે ઝડપથી રીકવરી માટેનો પાયો પણ નાખે છે, તેમ પણ સ્ટાટને જણાવ્યું હતું, એસબીએ દ્વારા મળનાર પેચેક પ્રોટેક્શન પ્લાન (પીપીપી), ઈઆઈડીએલ ગ્રાન્ટ માટેના વધારાના ભંડોળ તથા ડેસ્ટીનેશન માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન માટેની ગ્રાન્ટ, હાલના સમયે જેમ બધા જાણે છે તેમ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વ ધરાવે છે.”

અમેરિકન રેસ્ક્યુ પ્લાન એ નાના ઉદ્યોગકારોને બચાવવા માટેનું એક ખૂબ “મહત્વપૂર્ણ પગલું” ગણાવી શકાય તેમ અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સે જણાવ્યું હતું.

“હોટલ જોબ ગ્રોથમાં દસ વર્ષમાં થયેલા વધારાનો કોવિડ-19ને કારણે સફાયો થયો છે. જ્યારથી મહામારી શરૂ થઇ છે ત્યારથી લેઇઝર અને હોસ્પિટાલિટીમાં સરેરાશ 39 ટકા રોજગારી ગુમાવવામાં આવી છે-જે અન્ય કોઇ ક્ષેત્ર કરતાં વધારે છે. 2021માં હોટલોમાં 500,000 જેટલી નોકરીઓનું સર્જન કરવું પડે તેમ છે જે મહામારી શરૂ થયાના અગાઉની સરખામણીએ છે,” તેમ રોજર્સે જણાવ્યું હતું. “હવે જ્યારે રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, તેના વિતરણમાં મહિના કરતાં વધારેનો સમય લાગી શકે તેમ છે અને 2023 સુધી પ્રવાસ કરવાનું 2019ની સરખામણીએ સામાન્ય થાય તેમ લાગતું નથી. એક વખત આ ખરડો પસાર થઇ જાય પછી કોંગ્રેસે તાત્કાલિક વધુ અસર પામેલ ઉદ્યોગો તરફ નજર કરવાની જરૂર છે.”

યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડોવે જણાવ્યું હતું કે અમેરિકન રેસ્ક્યુ પ્લાન હેઠળ રસી વિતરણ માટેનું ભંડોળ એ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન માટે મહત્વપૂર્ણ બનશે તેવી માંગણી કરવામાં આવી છે.

“પ્રવાસ સહિતના ખૂબ અસર પામેલા ઉદ્યોગોમાં નાના ઉદ્યોગોને વધારાના અનુદાન અને લોન આપવાના પગલાંથી પણ ખૂબ પ્રોત્સાહિત થયા હોવાનું અનુભવીએ છીએ. પીપીપી મહિનાના અંત સુધીમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે, પરંતુ મહામારીને કારણે અર્થતંત્રને પહોંચેલા દુઃખની અસર જલ્દી ખતમ થાય તેમ નથી. યોજનનો લાભ લેવા અરજી કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી કરીને લોન માટે ત્રીજો ડ્રો કરીને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મદદરૂપ બનવાનો મહત્વપૂર્ણ પગલું છે. તેને પગલે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સંચાલન ચાલુ રાખી શકશે અને કર્મચારીઓને વેતન સાથે કામે રાખી શકશે, તેમ ડોવે જણાવ્યું હતું. ગયા વર્ષે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં સેંકડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ટ્રાવેલ ઉદ્યોગ સાથે અમેરિકાના બહોળા અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવા જરૂરી છે.”

ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને અગાઉના રાહત પેકેજથી સારી અસર પહોંચી છે તેમ કન્સલ્ટીંગ ફર્મ એચવીએસ દ્વારા તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.