એસટીઆરના અહેવાલ અનુસાર બેયર્ડ/ એસટીઆર હોટલ સ્ટોકઈ ઈન્ડેક્સમાં જાન્યુઆરી દરમિયાન 8.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક મહામારી કોવિડ-19ના રસીકરણના વિતરણમાં આવી રહેલી સમસ્યાઓને પગલે તેના દેખાવમાં પણ અસર પડી હોવાનું જણાવાયું છે.
જાન્યુઆરીમાં બન્ને એસએન્ડપી 500 માં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને એમએસસીઆઈ યુએસ આરઈઆટી ઈન્ડેક્સમાં પણ કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. બેયર્ડ/એસટીઆર ઈન્ડેક્સમાં પણ તેની અસર જોવા મળી હતી. હોટેલ બ્રાન્ડ સબ-ઈન્ડેક્સમાં ડિસેમ્બરથી 9.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, તો હોટલ આઈઈઆઈટી સબ-ઈન્ડેક્સમાં 5.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ જણાવાયું છે.
ડિસેમ્બરની શરૂઆરમાં, ધી બેયર્ડ / એસટીઆર વેક્સિનેશનની જાહેરાતને પગલે વધ્યો હતો, જોકે પછી મહિનાના અંત સુધીમાં તેમાં ફેરફાર થયો હતો અને મહિનાના આખરે તેમાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો હતો.
“જાન્યુઆરીમાં હોટલ શેરોમાં નબળાઈ જોવા મળી હતી અને સૂચકાંકોમાં રસીકરણને લઇને પણ ભારે ફેરફાર જોવા મળ્યા હતા ” તેમ સીનિયર હોટલ રીસર્ચ એનાલિસ્ટ અને બેયર્ડ ખાતેના ડિરેક્ટર માઇકલ બેલીસારીયોએ જણાવ્યું હતું. તેના કારણે માર્કેટના તેજીના રોકાણકારોએ પણ વલણ બદલ્યું હતું અને ખાસ કરીને નવરાશની પળોમાં રજા માણવા નિકળી પડનારા પ્રવાસીઓની સંખ્યા કરતાં વેપાર-ધંધા માટે બહાર નિકળનારાઓની સંખ્યાની સરખામણીને કારણે માર્કેટમાં તેની અસર જોવા મળી હતી અને લાંબાગાળાની રીકવરીન તેની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
એસટીઆર પ્રેસિડેન્ટ અમાન્ડા હાઈતેએ જણાવ્યું હતું કે 2020ના શરૂઆતના મહિનાની જેમ આ વખતે પણ પ્રારંભિકકાળના કેટલાક મહિના ધીમા રહી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકવખત રસીની વિતરણ વ્યવસ્થા સુચારુરૂપ ગોઠવાઈ જાય અને બહોળા પ્રમાણમાં તેનો લાભ મળતો થઇ જાય તથા મહામારીનાં પ્રમાણમાં પણ ઘટાડો થતો જોવા મળશે ત્યારે મુસાફરી અંગેની શરતોમાં પણ રાહત જોવા મળશે ત્યારે માર્કેટમાં સુધારો જોવા મળી શકે તેમ છે. તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં અમને આશા છે કે કોર્પોરેટ અને ગ્રુપ બીઝનેસમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે તેવી સંભાવનાઓનું પ્રમાણ વધી જાય છે.