હોકઆઇ હોટેલ્સ, જેઆર હોસ્પિટાલિટીએ મિલ્વૌકીમાં ત્રણ હોટેલ શરૂ કરી

આ વિસ્તારમાં બ્રાન્ડનું ડ્યુઅલ બ્રાન્ડ અને સ્વતંત્ર પ્રોપર્ટીઝના સ્વરૂપમાં પ્રથમ સાહસ છે

0
1146
હોકઆઇ હોટેલ્સ અને જેઆર હોસ્પિટાલિટીએ તાજેતરમાં મિલ્વૌકીના ડાઉનટાઉનમાં ત્રણ હોટેલ શરૂ કરી, હિલ્ટન દ્વારા ૧૧૫ રૂમ હોમ ટુ સ્યુટ અને હિલ્ટન ડ્યુઅલ બ્રાન્ડ દ્વારા ૧૦૦ રૂમ ટ્રુને એક જ બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવી અને પછી જોડે જ ૧૧૬ રૂમની સ્વતંત્ર હોટેલ હોલિડે ઇન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.

હોકઆઇ હોટેલ્સે મિલ્વૌકીના ડાઉનટાઉન (પરાવિસ્તાર)માં ડ્યુઅલ બ્રાન્ડ હોમ ટુ સ્યુટ્સ હિલ્ટન દ્વારા બનાવી અને ટ્રુને હિલ્ટનની સાથે બનાવવા ઉપરાંત જોડે જ હોલિડે ઇન એક્સપ્રેસ બનાવી. આ સમગ્ર હોટેલ કેમ્પસ ૧૦૦થી વધારે લોકોને રોજગારી આપશે અને કુલ ૩૩૧ રૂમ પૂરા પાડશે.

૧૧૫ રૂમની હોમ ટુ સ્યુટ્સ અને ૧૦૦ રૂમની ટ્રુ કેમ્પસના બે બિલ્ડિંગમાંથી એકમાં ચાલતી હશે અને ૧૧૬ રૂમની હોલિડે ઇન તેની જોડે હશે. હોકઆઇ હોટેલ્સ દ્વારા શહેરના ડાઉનટાઉનમાં શરૂ કરવામાં આવેલી આ પ્રથમ પ્રોપર્ટીઝ છે, તેની બ્રાન્ડની દરેક પ્રથમ હોટેલ્સ આ શહેરનો હિસ્સો છે.

હોકઆઈ હોટેલ્સ ડેવલપમેન્ટ મેનેજર જય પટેલે જણાવ્યું હતું કે અમે ડાઉનટાઉન મિલ્વૌકી કમ્યુનિટીનો હિસ્સો બનવાને લઈને રોમાંચિત છીએ. કોવિડના લીધે તાજેતરના સમયમાં તેનું બજાર નરમ પડ્યું છે, અમે ડાઉનટાઉન મિલ્વૌકી અંગે અત્યંત આશાવાદી છીએ અને આગામી વર્ષોમાં ત્યાં વિકસવાનું જારી રાખીશું. અમે જો એક વખત સ્થિતિ સલામત લાગશે તો આગામી વર્ષે ગ્રાન્ડ ઓપનિંગ યોજવા મીટ માંડી રહ્યા છીએ.

હિલ્ટનની બે હોટેલ્સ વચ્ચે શેર્ડ ફિટનેસ સેન્ટર હશે, જ્યારે ઇન્ડોર પૂલ, ફિટનેસ સેન્ટર અને બિઝનેસ સેન્ટર બંને બિલ્ડિંગ્સમાં હશે. હોટેલ્સ શહેરના થર્ડ વોર્ડમાં યુ.એસ. બેન્ક સેન્ટર, લેક મિશિગન,ઇન્ટરસ્ટેટ ૭૪૯ નજીક છે.

હોકઆઈ હોટેલ્સે મિન્નેસોટા સ્થિત જેઆર હોસ્પિટાલિટી માટે આ પ્રોજેક્ટ અંગે જોડાણ કર્યું છે. જેઆર હોસ્પિટાલિટીના મેનેજિંગ પાર્ટનર જય ભક્તે જણાવ્યું હતું કે અનેકવિધ બ્રાન્ડ સાથેની પ્રગાઢતાના લીધે અમે અમારા મહેમાનોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા સમર્થ છીએ. હોમ-ટુ સ્યુટ્સ એક્સ્ટેન્ડેડેડ સ્ટે પ્રોપર્ટીની જરૂરિયાત માટે છે, તેનું કિચન લાંબો સમય રોકાતા મહેમાનોને સર્વ કરે છે, જ્યારે ટ્રુ અને હોલિડે ઇન એક્સપ્રેસ બ્રાન્ડ એક કે બે રાત્રિ રોકાતા મહેમાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

જેઆર હોસ્પિટાલિટી થર્ડ જનરેશન હોટેલ કંપની છે અને તેનો પોર્ટફોલિયો મુખ્યત્વે મિડવેસ્ટમાં છે. હોકઆઇ હોટેલ્સ પ્લેટફોર્મ ૧૯૮૨માં આર્કન્સાસમાં મેના ખાતે રચાયું હતું. આજે તે સમગ્ર દેશમાં ૫૦થી વધુ હોટેલ્સની માલિકી ધરાવે છે અને ૫૦થી વધુ હોટેલ્સનું સંચાલન કરે છે તથા તેના નેજા હેઠળ બીજી ૫૦થી વધુ હોટેલ્સ ડેવલપ થઈ રહી છે.

જાન્યુઆરીમાં હોકઆઇ હોટેલ્સે ઇઓવાના લોવા સિટીમાં બુટિક હોટેલ ચૌન્સી શરૂ કરી હતી. ૫૧ રૂમની હોટેલ મિકસ્ડ યુઝ ડેવલપમેન્ટના કન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. તેમા મૂવી થિયેટર, કોફી શોપ, ઓફિસીસ અને કોન્ડોમિનિયમ્સ છે.