કોવિડ-૧૯ની રાહતોમાં સુસ્તી વચ્ચે કોંગ્રેસ સરકારના દરવાજા ખુલ્લા રાખવામાં સફળ

AAHOAના પ્રમુખનું કહેવું છે કે સરકારી પ્રક્રિયાઓ ધીમી ગતિએ કામ કરી રહી છે

0
937
AAHOAના પ્રમુખ અને સીઇઓ સેસિલ સ્ટેટોને યુએસ સેનેટે વન-વીક સ્ટોપગેપ ફંડિંગ પસાર કર્યુ છે તેના જવાબમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે કોવિડ-૧૯ની રાહતોના આગામી રાઉન્ડ અંગે ઝડપી મંજૂરી આપવી જોઈએ.

કોંગ્રેસ શુક્રવારે સંઘીય સરકારના દરવાજા વધુ એક સપ્તાહ માટે ખુલ્લા રાખવામાં સફળ થઈ હતી, પરંતુ તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. હોસ્પિટાલિટીઉદ્યોગને કોવિડ-૧૯ રાહતના નવા રાઉન્ડની તાતી જરૂરિયાત છે ત્યારે વન-વીક સ્ટોપગેપ ફંડિંગમાં પણ સંમતિ સાધવામાં આવેલી મુશ્કેલી તે આ ઉદ્યોગ માટે સારા સમાચાર નથી.

આ હકીકત સ્વાભાવિક રીતે AAHOAના પ્રમુખ અને સીઇઓ સેસિલ સ્ટેટોનને પચી નથી. તેમણે કોવિડ-૧૯ માટે સંઘર્ષ કરી રહેલા કારોબારો અને વ્યક્તિઓને વધારે ફંડિંગ મંજૂર કરવામાં વિલંબ કરી રહેલા સેનેટરોને ઠપકો આપ્યો હતો.

સ્ટેટોને જણાવ્યું હતું કે વોશિંગ્ટને ફક્ત એક અઠવાડિયુ ચાલે તેટલા સ્ટોપગેપ કે કામચલાઉ વ્યવસ્થા માટે છેલ્લી મિનિટે મંજૂરી મેળવી છે, બીજી બાજુએ સરકારની ઢીલી નીતિ અને નિષ્ક્રિયતાના લીધે અમેરિકન પ્રજા અને અમેરિકન કંપનીઓની સ્થિતિ વધુને વધુ પ્રમાણમાં વણસતી જાય છે. એકબાજુએ કોવિડ-૧૯ રોગચાળાનો અને બીજી બાજુએ તેના લીધે આવેલી આર્થિક હોનારતોનો સામનો કરવાનો છે, તો બીજી બાજુએ તાજેતરની ચૂંટણી પછી આવેલા રાજકીય વિભાજનોને પહોંચી વળવાનું છે, આમ આપણા દેશ સામે અનેકવિધ પડકારો છે. હકીકત એ છે કે આપણા ચૂંટાયેલા નેતાઓ એકદમ પાતળી બહુમતીથી આવ્યા છે અને તેના લીધે આ એકદમ વિપરીત સમયમાં સરકારી શટડાઉન તે વરવું ઉદાહરણ છે કે કેવી રીતે રાજકીય મડાગાંઠ આ રોગચાળામાં સપડાયેલા લોકોની સ્થિતિ વધુ બગાડી મૂકે છે. સરકાર આ પ્રકારના સંજોગોમાં ઝડપ કરે તે અત્યંત આવશ્યક બાબત છે, તેના બદલે વોશિંગ્ટનના રાજકારણીઓ સમગ્ર દેશના નાના કારોબારીઓ નાણાકીય કટોકટીમાં સપડાયા છે ત્યારે એકદમ આશ્ચર્યજનક કહી શકાય તેવી ધીમી ગતિએ કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામનો વ્યાપ વિસ્તારવો જોઈએ, જેમા નાના કારોબારોને રાહત દરે ધિરાણ આપવામાં આવે જેથી તે બંધ થતા બચે અને લોકોની નોકરીઓ બચે.

સ્ટેટોને જણાવ્યું હતું કે નવા સ્ટિમ્યુલસ પેકેજ અમેરિકાના હજારો માલિકો અને લાખો કામદારોએ નવી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવશે. તેઓ એકદમ દયનીય હાલતમાં મૂકાઈ જશે, તેમની આ ખરાબ પરિસ્થિતિની જવાબદારી વોશિંગ્ટનના શિરે હશે.

એનપીઆર મુજબ સ્ટોપગેપ સ્પેન્ડિંગ બિલ રીન્યુ કરવામાં આવશે ત્યારે અઠવાડિયાના અંતે વધારેચર્ચા થશે તેમ માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ પદના ભૂતપૂર્વ ઉમેદવાર બર્ની સેન્ડર્સે સેનેટ પહેલા કોવિડ-૧૯ના લીધે અસર પામેલા અમેરિકનોને ચૂકવણી કરવા માટે મતદાન કરે તે વલણ પડતુ મૂકતા બિલના પસાર થવાનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેઓ આગામી સપ્તાહે તેને રીન્યુ કરવાનું આયોજન ધરાવે છે.

AAHOA, યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશન એન્ડધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને બંને પક્ષોના પ્રતિનિધિઓને બિલ પસાર કરવા વિનંતી કરી છે, જેમા ૯૦૮ અબજ ડોલરની કુલ સહાયનો સમાવેશ થાય છે. આ દરખાસ્તમાં પીપીપી માટે ૩૦૦ અબજ ડોલરની સહાયનો પણ સમાવેશ થાય છે. કોકસના તાજેતરના બ્રેકડાઉન પછી તે USTA, AHLA અને AAHOAનો મુખ્ય હેતુ છે. તેમા રાજ્ય અને સ્થાનિક સરકારો માટે ૧૬૦ અબજ ડોલર અને બેરોજગાર ફાયદા માટે ૧૮૦ અબજ ડોલર અને વેક્સિન ડેવલપમેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશન તથા કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટેના ૧૬ અબજ ડોલરનો સમાવેશ થાય છે.