કેન્દ્રીય સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા મોકૂફ

પ્રેસિડન્ટ ટ્રમ્પે ચૂંટણી સુધી મંત્રણા મોકૂફ રાખવા રિપબ્લિકન્સને સૂચના આપી

0
970
પ્રેસિડન્ટ ટ્રમ્પે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ચૂંટણી સુધી બીજા રાઉન્ડના ફેડરલ સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા મોકૂફ રાખવા રિપબ્લિકન્સને આદેશ આપતા જણાવ્યું હતું કે ડેમોક્રેટ્સ ગેરવહીવટ ધરાવતા અને ઊંચા ગુના ધરાવતા ડેમોક્રેટ્સ રાજ્યોમાં સહાયના નાણાનો ઉપયોગ કરવા માગે છે અને બદઇરાદા સાથે મંત્રણા કરે છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પે બીજા રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા ચૂંટણી સુધી મોકૂફ રાખવાનો રિપલ્બિકન્સને આદેશ આપતા સરકારના સહાય પેકેજની મંત્રણા આખરે સત્તાવાર રીતે મોકૂફ રહી છે. આ અહેવાલ અંગે હોટેલ ગ્રૂપ્સે રોષ અને નિરાશા વ્યક્ત કરી છે. અગાઉ હોસ્પિટાલિટી ગ્રૂપે નિષ્ક્રીયતાના માઠાં પરિણામ અંગે કોંગ્રેસને ચેતવણી આપી હતી.

રિપબ્લિકન્સ દ્વારા 1.6 ટ્રિલિયન ડોલરના પેકેજની જગ્યાએ ડેમોક્રેટ્સ દ્વારા 2.4 ટ્રિલિયન ડોલરના પેકેજની માગણીનો મુદ્દો ઉઠાવીને ટ્રમ્પે મંગળવારે સ્ટીમ્યુલસની મંત્રણાને અટકાવી દેવાની ટ્વીટર પર જાહેરાત કરી હતી. ગયા સપ્તાહે કોરોનાગ્રસ્ત બનેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગૃહના સ્પીકર નેન્સી પેલોસી ગેરવહીવટ ધરાવતા અને ઊંચા ગુના ધરાવતા ડેમોક્રેટ્સ રાજ્યોને ઉગાવી લેવા નાણા મેળવવા ઇચ્છે છે.

આ આક્ષેપનો જવાબ આપતા પેલોસીએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં સંપૂર્ણ ગેરવ્યવસ્થા છે.

પેલોસીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાનો મૂળ સ્વભાવ દર્શાવ્યો છે અને કોંગ્રેસના જીઓપી સભ્યોની સંપૂર્ણ સામેલગીરી સાથે દેશના ભોગે પોતાનું ભલું કર્યું છે.

AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને મંત્રણા મોકૂફ રાખવાના નિર્ણયને વખોડી કાઢતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોટેલ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ડસ્ટ્રી સંલગ્ન હજારો રોજગારીનું ભાવિ અંગે અંધકારમય બન્યું છે. બીજા રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા ચાલુ કરવા સાંસદોને અનુરોધ કરતો પત્ર મોકલવામાં બીજા 200 ગ્રૂપ સાથે તાજેતરમાં હાથ મિલાવનારા AAHOAએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પગલાં નહીં ભરે તો ઘણું દાવ પર લાગી જશે

AHLAના પ્રેસિડન્ટ અને CEO ચિપ રોજર્સે જણાવ્યું હતું કે “લાખ્ખો અમેરિકન બેકાર બન્યાં છે અને હજારો નાના બિઝનેસ માંડ ટકી રહ્યાં છે ત્યારે આ નિર્ણય અસ્વીકાર્ય અને સમજી ન શકાય તેવો છે. વોશિંગ્ટનના આપણા નેતાઓએ રાજકીય મતભેદ બાજુ પર મૂકીને સૌથી વધુ ફટકો પડ્યો છે તેવા ક્ષેત્રોના બિઝનેસ અને કર્મચારીને મદદ આપવા માટે દ્નિપક્ષીય સમજૂતી કરવી જોઇએ. ”

AAHOA પ્રેસિડન્ટ અને CEO સેસિલ સ્ટેટોને પણ તેમના નિવેદનમાં ગંભીર આર્થિક અસર પર ભાર મૂક્યો હતો.

સ્ટેટોને જણાવ્યું હતું કે “બીજા રાઉન્ડની આર્થિક સ્ટીમ્યુલસની મંત્રણા મોકૂફ રાખવાનો નિર્ણય આપણી સરકારની સંપૂર્ણ નિષ્ક્રીયતા દર્શાવે છે. લાખ્ખો અમેરિકન બેકાર બન્યાં છે. આ મહામારીમાં હજારો નાના બિઝનેસને અસ્તિત્વ ટકાવી રાખવા મદદની જરૂરી છે અને હાલમાં જ ખરી સહાયની જરૂર છે. અનેક નાના બિઝનેસ અને તેમના દ્વારા ઊભી કરવામાં આવતા લાખ્ખો નોકરીઓ સામે જોખમ છે. ”