વિટનેસ ગ્રુપનો મેનેજમેન્ટ માટે HE સાથે કોન્ટ્રાક્ટ

સેકન્ડ જનરેશન એશિયન અમેરિકન હોટેલિયર્સે 2016માં TWGની સ્થાપના કરી હતી

0
1324
એશિયન અમેરિકાની માલિકીના કોલમ્બસ, ઓહાયો ખાતેના વિટનેસ ગ્રુપે તેની 36 હોટેલ્સના પોર્ટફોલિયોના સંચાલન માટે એટલાન્ટા સ્થિત મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કંપની હોટેલ ઇક્વિટીઝ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ હોટેલમાં ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના ખાતેની ડ્યુઅલ બ્રાન્ડ રેસિડેન્સ ઇન અને સ્પ્રિંગહિલ સ્યુટ્સનો પણ સમાવેશ થાય છે.

એશિયન અમેરિકન્સની માલિકીના હોસ્પિટાલિટી ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ, વિટનેસ ગ્રૂપે તેની 36 હોટેલ્સના પોર્ટફોલિયોના સંચાલન માટે એટલાન્ટા સ્થિત મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કંપની હોટેલ ઇક્વિટીઝ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ પોર્ટફોલિયોમાં મેરિયોટ ઇન્ટરનેશનલ હોટેલ્સ એન્ડ રીસોર્ટ, હિલ્ટન વર્લ્ડવાઇડ હોલ્ડિંગ્સ, ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ અને હયાત હોટેલ કોર્પની બ્રાન્ડનો સમાવેશ થાય છે.

TWGએ વૃદ્ધિ અને નવી તકના સર્જન પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની યોજના બનાવતા આ વર્ષના પ્રારંભમાં આ સમજૂતી અંગે મંત્રણા ચાલુ થઈ હતી. HE અને તેની સહયોગી વર્ચ્યુ પાર્ટનર્સ ભાવિ ટ્રાન્ઝેક્શન, કન્વર્ઝન્સ અને ન્યૂ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

TWGના ચીફ ડેવપમેન્ટ ઓફિસર આકાશ પટેલે જણાવ્યું હતું કે “અમે માર્ચ (અમેરિકામાં કોવિડ-19 મહામારીની અસરની શરૂઆત)માં વાટાઘાટો અટકાવી દીધી હતી, પરંતુ ઓછા વિક્ષેપ સાથે પ્લેટફોર્મના બિઝનેસ સાથે સંકલન માટેની આ અજોડ તક ધ્યાનમાં રાખીને અમે સમરના પ્રારંભમાં ફરી આ મંત્રણા ચાલુ કરી હતી. અમે માનીએ છીએ કે આનાથી ફરી વૃદ્ધિ માટે અમારી સ્થિતિ વધુ સારી થઈ છે.”

HEના પ્રેસિડન્ટ અને CEO બ્રેડ રોહિન્સ્કીએ જણાવ્યું હતું કે HEના બિઝનેસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ, ડેવલપમેન્ટ સર્વિસિસ અને ઓપરેટિંગ પ્લેટફોર્મ જેવા પરિબળોને કારણે TWG સાથે કોન્ટ્રાક્ટ થયો છે.

રોહિન્સ્કીએ જણાવ્યું હતું કે “સૌથી મહત્ત્વની હકીકત છે કે કંપની કલ્ચર, વિઝન અને હેતુના સંદર્ભમાં અમારી વચ્ચે સંકલન, સમાનતા છે. અમારા એસોસીએટ્સ માટે એવા અજોડ અને મજબૂત પ્લેટફોર્મનું સર્જન કરવાનો અમારો હેતુ છે, જેનાથી એસોસિએટ્સને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેમની મહત્ત્વકાંક્ષી પૂરી કરવામાં તથા હેતુ અને અર્થ શોધવામાં મદદ મળી શકે. આ ટ્રાન્ઝેક્શન કોઇ આંકડો હાંસલ કરવામાં માટે થયું નથી. ઘણા મહિનાની વાટાઘાટો, રૂબરુ મુલાકાત અને પ્રમાણિક મંત્રણા મારફત આ સંબંધ સ્થાપિત થયો છે. તે વિશ્વાસ તથા સહિયારા મૂલ્ય અને હેતુના પાયા પર સ્થપાયેલી ખરી ભાગીદારી છે.”

કોલમ્બસ, ઓહાયો સ્થિત TWGની સ્થાપના 2016માં એલાયન્સ હોસ્પિટાલિટી અને કેબી હોટેલ ગ્રુપના મર્જર મારફત થઈ હતી અને તેના સીઇઓ ઓમ પટેલ હતા, એમ એશિયન હોસ્પિટાલિટીમાં તે સમયે પ્રસિદ્ધ આર્ટિકલમાં જણાવાયું હતું. કેબી ગ્રુપ એક મેનેજમેન્ટ કંપની હતી અને એલાયન્સ ડેવલપમેન્ટનું કામ કરતી હતી.

ઓમના પિતા નરેશ પટેલે 1999માં એલાયન્સનો પ્રારંભ કર્યો હતો. નરેશ પટેલના બ્રધર-ઇન-લો નીતિન પટેલ 2000માં એલાયન્સમાં પાર્ટનર બન્યાં હતા. તેમના પુત્ર સાગર પટેલ TWGના સ્થાપકો પૈકીના એક છે તથા ઓમની સાથે સાગરના પિતરાઈ સચિન અને આકાશ પ્રિન્સિપાલ્સ છે.

ઓમ હજુ પણ TWGના બોર્ડર મેમ્બર છે તથા મોમેન્ટ ડેવલપમેન્ટના પ્રિન્સિપાલ પણ છે, એમ તેના લિન્ક્ડઇન પેજમાં જણાવાયું છે.

TWG હોટેલ્સના HEના પોર્ટફોલિયોમાં પરિવર્તનનો પ્રારંભ પહેલી સપ્ટેમ્બર થયો હતો. તે સમયે બંને કંપનીની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમ વચ્ચે સંખ્યાબંધ ટાઉનહોલ બેઠકો યોજાઈ હતી. 500થી વધુ નવા કર્મચારીઓ HEના ટ્રેનિંગ ક્લાસમાં જોડાયા છે, એમ HEના COOના બ્રાયન ડીકોર્ટે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે “અમે અમારા તમામ KPIમાં સતત સુધારો કરી શકીએ તે સુનિશ્ચિત કરવા માટે HEએ અમારા લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે. અમે બિઝનેસની કામગીરીમાં મોખરે છીએ. તેનાથી અમારા એસોસિએટ્સ માટે વૃદ્ધિની તક અને સ્થિરતા તથા તમામ હિતધારકો માટે વધુ સારી નફાકારકતાનું નિર્માણ થયું છે.”

સચિનનો મુખ્ય ફોકસ TWGના લોકો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની ટીમ્સને વ્યાપક સપોર્ટ સિસ્ટમ અને સહિયારી શ્રેષ્ઠ પ્રણાલીનો લાભ થશે.

સચિને જણાવ્યું હતું કે “સૌથી મહત્ત્વની વાત એ છે એ કે આ ભાગીદારીથી અમારી પ્રોપર્ટી અને કોર્પોરેટ ટીમ્સને વધુ સારું પ્લેટફોર્મ મળશે અને HEના ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી શીખવા મળશે. તેનાથી મોટા પોર્ટફોલિયોમાં તેમના માટે ઉપલબ્ધ વધારાની તકનો પણ લાભ મળશે.”