નાણાંકીય જવાબદારીઓ માટે હોટેલ્સે લાંબાગાળાના આયોજન કરવાની જરૂર છે

મહામારીની શરૂઆતમાં ત્રણ મહિનાની મળેલી રાહતની સમય મર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે.

0
983
પીએમઝેડ રિયલ્ટી કેપિટલના મેનેજિંગ સભ્ય અને સહ-સ્થાપક માઇકલ સોન્નાબેન્ડના આર્ટિકલ મુજબ, ઘણી હોટલોને તેમની લોન પર ત્રણ મહિનાનો સમય મળી રહ્યો છે. તે અસ્થાયી રાહતનો અંત આવી રહ્યો છે પરંતુ આર્થિક સંકટ ચાલુ રહે છે, એટલે કે હોટેલ્સને 12થી 24 મહિના સુધી તેમનું દેવુ ચૂકવવા માટે પૂનઃરચના કરવી પડશે.

માર્ચ મહિનામાં કોવિડ-19 મહામારીને કારણે અર્થતંત્રને ગંભીર અસર થઇ ત્યારે ઘણી હોટેલ્સને તેમના દેવાની વ્યવસ્થા કરવા માટે ટૂંકાગાળાના સમાધાન માટે ત્રણ મહિનાની રાહત આપવામાં આવી હતી. પીએમઝેડ રિયલ્ટી કેપિટલના આર્ટિકલમાં જણાવ્યા મુજબ,

હવે તેની મુદતની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી હોવાથી, હોટેલ માલિકોને વૈકલ્પિક મૂડીના વિકલ્પોનો લાભ લેવા માટે લાંબાગાળાની વ્યૂહરચના વિકસાવવી પડશે.

પીએમઝેડ રિયલ્ટી કેપિટલના મેનેજિંગ સભ્ય અને સહ-સ્થાપક માઇકલ સોન્નાબેન્ડના આર્ટિકલ મુજબ, આ ત્રણ મહિના સમયગાળામાં હોટેલ્સના ઠપ્પ થયેલા બિઝનેસમાં હંગામી રાહત થઇ છે. ફેડરલ સ્ટીમ્યુલસ મદદની સાથે તે દેવાદારોને તેમની સંપત્તિ ગુમાવતી અટકાવવાની મંજૂરી આપે છે.

જોકે, સોન્નાબેન્ડે તેના આર્ટિકલ ‘ધ સ્ટેટ ઓફ ફાયનાન્સ આફટર ધ થ્રી મન્થ ડેફેરલ’માં લખ્યું છે કે, મહામારી અને તેની આર્થિક મંદી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ, ધીરાણકર્તાઓની ધીરજ થોડી ઘટી રહી છે.

આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘જ્યાં સુધી મુસાફરીમાં સ્થિર બિઝનેસ ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી બેંકલોન ધરાવતા હોટેલિયર્સને તેમના ધીરાણકર્તાઓ દેવાની વ્યવસ્થા કરવાના લાંબાગાળાના સમાધાન પર ચર્ચા કરવા માટે હંમેશાં ઓછા અનુકૂળ હોવાનું જણાય છે.’

આવનારા 12થી 24 મહિના માટે તેમના દેવાની ફરીથી વ્યવસ્થા કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, સોન્નાબેન્ડે જણાવ્યું હતું કે, ધીરાણકર્તા હવે અગાઉની મંદીમાં જોવા મળતા દેવાની રચનાની શોધમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આજે તફાવત એ છે કે માગ પાછી ઊભી નહીં ત્યાં સુધી તેમને મદદ કરવા માટે વધુ મૂડી ઉપલબ્ધ છે.’ તેમાં બચાવના અથવા ચાલુ મૂડીના સ્રોત છે, તે હોટેલ્સમાં રોકાણ કરવા તૈયાર છે, જેઓ માર્ચ પહેલાથી સારી કામગીરી કરે છે અને તે ફરીથી મળવાની સારી સંભાવના છે.’

સોન્નાબેન્ડે જણાવ્યું હતું કે, અન્ય કેટેગરીની મિલકતોની તુલનાએ વિસ્તૃત રોકાણ અને પસંદગીની સેવા સારી રીતે કરે છે, તે મૂડી આપનારા માટે વધુ આકર્ષક રહેશે. બજારોમાં પણ મજબૂત સ્થિતિ રહેશે.

આ ઉપરાંત, મેનેજમેન્ટ ક્ષમતાવાળા વિવિધ રોકાણકારો છે, જે ન હોય તેવા સોદામાં રોકાણ કરવા માટે ભારપૂર્વક પોતાનો પ્રસ્તાવ મુકે છે. મૂડી આપનારાઓ અને મૂડી ઉપયોગકર્તાઓની અપેક્ષાઓ વચ્ચે હજુ પણ સંપર્ક નથી, પરંતુ આ ત્રીજા ત્રિમાસિકગાળાના સંતુલન પર ઘટાડો થવાનું શરૂ થવું જોઈએ.

મેનેજમેન્ટ ક્ષમતાવાળા કેટલાક રોકાણકારો માલિક-સંચાલનના તત્વ સાથેના કરાર આગળ વધારી રહ્યા હોવાનું સોન્નાબેન્ડે જણાવ્યું હતું. જોકે, આ જ સમયે, મૂડી આપનારાઓની અપેક્ષાઓ ઉપયોગકર્તાઓની તુલનાથી જુદી છે, તેમ છતાં, તેમને અપેક્ષા છે કે તે ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં બંધ રહેશે.

સોન્નાબેન્ડે જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગ નિષ્ણાતો સંભવિત ચારથી પાંચ વર્ષ દૂર રિકવરીની વાત જણાવે છે. જ્યાં સુધી બજારની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી અને મંદીથી બચવા માટે માલિકોએ તેમની મિલકતો અને પોર્ટફોલિયોની ખાતરી કરવી જરૂરી છે. આ સ્થિતિમાં તેઓ મૂડી બજારમાં વ્યવહાર કરી શકશે નહીં.

એપ્રિલમાં, પીએમઝેડ રિયલ્ટીના પ્રેસિડેન્ટ, પીટર બર્કે આહોઆ (AAHOA) દ્વારા પ્રાયોજિત એક વેબિનારનું સંચાલન કર્યું હતું, તેમાં હોટેલિયર્સને તેમની સીએમબીએસ લોન્સનું આયોજન કેવી રીતે કરવું તે અંગે સમજાવવામાં આવ્યું હતું.