હરિકેન લૌરાના ઈવેક્યુઈઝ હજી પણ લુઈસિયાના, ટેક્સાસની હોટેલ્સમાં આવી રહ્યા છે

વધારે ભીડ છતાં હોટેલ માલિકો કોવિડ-19ના સેફટી પ્રોટોકોલ્સ જાળવવા પગલાં લઈ રહ્યા છે

0
1017
હરિકેન લૌરા લુઈસિયાનાના લેક ચાર્લ્સમાં એક વીક પહેલા ત્રાટક્યુ હતું, ત્યારે ક્યુહોટેલ્સ મેનેજમેન્ટ, લાપ્લેસ, લુઈસિયાનાના પ્રેસિડેન્ટ વિમલ પટેલે કંપનીની લેક ચાર્લ્સમાં આવેલી સ્ટેબ્રિજ સ્યુટ્સ હોટેલના થયેલા નુકશાનનો અંદાજ મેળવ્યો હતો. નુકશાન વ્યાપક છે અને તેના પરિણામે હોટેલ થોડા સમય માટે તો બંધ જ રાખવી પડશે, એમ પટેલે જણાવ્યું હતું.

કેટેગરી 4નું હરિકેન લૌરા લુઈસિયાનામાં લેક ચાર્લ્સને ઘમરોળી ગયું તેના એક વીક પછી વિમલ પટેલ પોતાની કંપનીની સ્ટેબ્રિજ સ્યુટ્સ હોટેલને થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યા હતા. તેમની હોટેલને વ્યાપક નુકશાન થયું હતું.

હરિકેનથી થયેલા નુકશાનનું કેન્દ્ર લેક ચાર્લ્સ છે અને અમારી પ્રોપર્ટી પણ ત્યાં આવેલી છે, જેના સ્ટ્રક્ચરને ઘણું મોટું નુકશાન થયું છે. એન્જિનિયરે હોટેલની હાલત નિહાળ્યા પછી અમને તેનો અંદાજ મળ્યો હતો. હોટેલની છત તો સાવ તુટી જ ગઈ છે, એમ ક્યુહોટેલ્સ મેનેજમેન્ટ, લાપ્લેસ, લુઈસિયાનાના પ્રેસિડેન્ટ વિમલ પટેલે જણાવ્યું હતું. અમારે અનેક દિવાલો પણ ખોલીને ખરા નુકશાનનો અંદાજ મેળવવો પડશે.

હોટેલને થયેલા નુકશાન તેમજ આ વિસ્તારમાં ઓછામાં ઓછા બે વીક માટે તો વીજળી અને પાણી પુરવઠો ફરી શરૂ થશે નહીં તે સંજોગોમાં, હોટેલ ફરી શરૂ કરતાં થોડો સમય લાગશે. એની સાથે સાથે, ક્યુહોટેલ્સની લુઈસિયાનાની અન્ય માર્કેટ્સમાં આવેલી પ્રોપર્ટીઝમાં હરિકેનના અસરગ્રસ્તો (ઈવેક્યુઈઝ) તેમજ ઈમરજન્સી વર્કર્સના ધસારાના પગલે કામકાજમાં ભારે વધારો થયો છે.

મારી હોટેલ્સમાંની એકમાં ઈવેક્યુઈઝ રોકાયા છે. બીજા પણ કેટલાય લોકો છે, ખાસ કરીને ઈલેકટ્રીક કંપનીના એનર્જી ક્રુ પણ ત્યાં રોકાયા છે, એમ પટેલે કહ્યું હતું.

વાવાઝોડા સામે આશ્રય… અને કોરોનાવાઈરસ સામે પણ

ન્યૂ ઓર્લિન્સ વિસ્તારની મોટા ભાગની હોટેલ્સમાં તેમની પુરી ક્ષમતા સુધીના લોકો રોકાણ માટે પહોંચી ગયા છે કારણ કે 9,000થી વધુ ઈવેક્યુઈઝ શહેર છોડીને નિકળી ગયા હોવાનું ટાઈમ્સ-પિકાયુનનો અહેવાલ જણાવે છે. સ્કૂલ્સના જીમમાં હન્ડ્રેડ્સની સંખ્યામાં લોકોને આશ્રય આપીને કોવિડ-19ના રોગચાળાના સમયમાં સુપર સ્પ્રેડરની સ્થિતિ ઉભી કરવાના બદલે, રાજ્ય સરકારે 16 હોટેલ્સ સાથે એગ્રીમેન્ટ કરી ઈમરજન્સી એકોમોડેશનની વ્યવસ્થા કરી હતી. આ યોજનાઓ જો કે, નકામી બની ગઈ હતી, કારણ કે લૌરા હરિકેન ફંટાયું હતું અને તે અણધાર્યા માર્ગે આગળ ધપ્યું હતું, એમ ફેમિલી અને ચિલ્ડ્રન સર્વિસના ડીપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન કેથરીન હેઈટમેને કહ્યું હોવાનું ટાઈમ્સ-પિકાયુનનો અહેવાલ જણાવે છે.

પટેલ પોતાના નવા ગેસ્ટ્સને શક્ય એટલા પ્રમાણમાં સલામત રાખવા પગલાં લઈ રહ્યા છે.

અમારે એ વાતની ખાતરી રાખવી પડે છે કે, અમારી ક્લીનિંગ પોલિસી હોવી જોઈએ, વધારે પડતો લોકોનો સ્પર્શ થતો હોય તેવા ટચ પોઈન્ટ એરીઆનું સેનિટાઈઝિંગ થતું રહે ગેસ્ટ્સ માસ્ક પહેરતા હોય, એમ તેઓએ કહ્યું હતું.

હોટેલ સંચાલકો તેમના હાઉસ કીપિંગ સ્ટાફને પણ ગેસ્ટ્સના રૂમ્સમાં નહીં જવાની તકેદારી લેવા જણાવી રહ્યા છે, જેથી ગેસ્ટ્સ સાથેનો સંપર્ક ઓછામાં ઓછો રહે. જરૂરી હોય ત્યારે તેમને માસ્ક્સ પણ પુરા પાડવામાં આવે છે.

હ્યુસ્ટન બહુ થોડા નુકશાન સાથે બચી ગયું હતું અને ત્યાં પણ હોટેલ્સમાં મોટા પાયે ઈવેક્યુઈઝ આશ્રય લઈ રહ્યા હોવાનું પેલેસ ઈન ફ્રેન્ચાઈઝિંગના ડેવલપમેન્ટ માટેના વાઈસ પ્રેસિડેન્ટ રાજ દાસે જણાવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં કમ-સે-કમ દાસને તો એવી સ્થિતિ દેખાય છે, કારણ કે તે સ્થળ અસરગ્રસ્ત વિસ્તારોથી સૌથી વધુ નજીક છે અને ઈવેક્યુઈઝ જ્યાંથી આવે તે હાઈવેથી પણ નજીક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હ્યુસ્ટનના સેન્ટ્રલ એરીઆથી નજીક હોય તેવી પશ્ચિમી તરફ ઈવેક્યુઈઝનું એટલું મોટું પ્રમાણ નથી દેખાતું, પણ શહેરના પૂર્વ તરફના વિસ્તારોમાં આવેલી હોટેલ્સમાં તો અસર દેખાય છે.

દાસે અગાઉ જણાવ્યું હતું કે, તેમની હોટેલ્સમાં વાતાવરણ હજી પણ સલામત છે, કારણ કે ત્યાં એક્સટિરિયર કોરિડોર છે અને તેના કારણે ગેસ્ટ્સ જાહેરમાં એકત્ર થઈ શકે તેવો સમય ઘણો ઓછો થઈ જાય છે. પટેલની જેમ જ દાસે પણ પોતાના હાઉસ કીપિંગ સ્ટાફને સૂચના આપી રાખી છે કે તેઓએ ગેસ્ટ્સના રૂમ્સમાં જવાનું નિવારવું જોઈએ.

કોઈ ગેસ્ટને સર્વિસની જરૂર ના હોય, તો અમે તેમને વિનંતી કરી છે કે, તેઓ અમને એ બાબતે જાણ કરે, જેથી અમને તેમના રૂમમાં જવું કે નહીં તેની ખબર પડે, એમ દાસે જણાવ્યું હતું.

મદદકર્તા હાથ હજી લંબાયા નથી

અગાઉના હરિકેન્સના વખતે, ખાસ કરીને 2017માં હરિકેન હાર્વે વખતે હ્યુસ્ટનના હોટેલિયર્સે સાથે મળી વાવાઝોડાનો ભોગ બનેલાઓને રાહત-સહાય કરી હતી.

દાસના કહેવા મુજબ તેમણે હજી સુધી તો કોઈ સુયોજિત ડોનેશન અભિયાન વિષે સાંભળ્યું નથી.

જો કે, મને ખાતરી છે કે, એ દિશામાં કઈંક ને કઈંક પ્રગતિ તો થશે જ, તેથી, મને ખાતરી છે કે, એવું કોઈ અભિયાન શરૂ થાય કે તુરત જ આપણા હોટેલિયર્સ સાથીઓમાંથી ઘણા તેને સપોર્ટ આપવા તૈયાર થશે, એમ જણાવતાં દાસે વધુમાં કહ્યું હતું કે, સમુદાયને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે અમે લોકો ખૂબજ સક્રિય હોઈએ છીએ.

જે લોકો પોતાના ઘર ગુમાવી ચૂક્યા હોય તેમને ઈમરજન્સી સહાય માટેના ફેમા ફંડીંગના વિતરણમાં વિલંબ થઈ રહ્યો હોવા બાબતે દાસ ચિંતિત છે. ઈવેક્યુઈઝ આ રીતે મળેલા સહાયના નાણાંનો ઉપયોગ પોતાનો હોટેલ્સનો ખર્ચ પુરો કરવા કરતા હોય છે.

અમે હ્યુસ્ટનમાં અમારી કેટલીક પ્રોપર્ટીઝ રાહત માટે ખુલ્લી મુકવાનો અમે પ્રયાસ કર્યો હતો. લોકો તેમને રૂમ્સ મળવાની રાહ જોઈ રહ્યા છે, પણ તેને હજી મંજુરી નથી મળી. જે કોઈ પણ લોકોએ વાવાઝોડામાં પોતાનું ઘર નુકશાનમાં ગુમાવ્યું હોય, તેમના માટે આ અદભૂત પ્રોગ્રામ છે.

લુઈસિયાનાના ગવર્નર બેલ એડવર્ડ્ઝે જો કે, લુઈસિયાનાના હરિકેન લૌરાથી અસરગ્રસ્ત પાંચ વિસ્તારો – એલન, બ્યુરીગાર્ડ, કેલકેસીઉ, કેમેરોન તથા જેફરસન ડેવિસ પારિશમાં આ ફંડ્ઝ માટેના રજીસ્ટ્રેશન્સ શરૂ કરવાને તાજેતરમાં મંજુરી આપી હતી.