હોટેલ્સમાં ઓક્યુપન્સી 22 ઓગસ્ટના વીકેન્ડમાં ઘટીને 50 ટકાથી નીચે ગઈઃ એસટીઆર

એ જ સમયે, જુલાઈમાં તમામ ક્લાસીસ માટેનો વધીને પોઝિટિવ થયો

0
988
હોટેલ્સની ઓક્યુપન્સી 22 ઓગસ્ટના વીકેન્ડ માટે 48.8 ટકા હતી, જે એસટીઆરના રીપોર્ટ અનુસાર અગાઉના વીકના 50.2 ટકાની તુલનાએ ઘટાડો દર્શાવે છે, તો એક વર્ષ પહેલાના રેટ કરતાં તેમાં 30.3 ટકા ઘટાડો થયો છે. એડીઆર 22.7 ટકા ઘટાડા સાથે $100.08 રહ્યો હતો, તો $48.81 થયો હતો, જે 22.7 ટકા ઘટાડો દર્શાવે છે.

લેબર ડે નજીક આવ્યાના પગલે, અમેરિકામાં હોટેલ ઓક્યુપન્સી 22 ઓગસ્ટના વીકેન્ડ માટે ઘટાડા સાથે ફરી 50 ટકાની નીચે ઉતરી ગયાનું એસટીઆર જણાવે છે. જો કે, GOPPAR ફેબ્રુઆરી પછી પહેલીવાર તમામ ક્લાસીસ માટે વધીને ફરી પોઝિટિવ થયો હતો.

તે સપ્તાહના અંતે ઓક્યુપન્સી 48.8 ટકા રહી હતી, જે અગાઉના સપ્તાહના અંતે 50.2 ટકા અને એક વર્ષ પહેલાના ગાળા કરતાં 30.3 ટકા ઘટી હતી. એડીઆર 22.7 ટકા ઘટાડા સાથે $100.08 રહ્યો હતો, તો $48.81 થયો હતો, જે 22.7 ટકા ઘટાડો દર્શાવે છે.

એસટીઆરના લોજીંગ ઈન્સાઈટ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેન ફ્રેટાગે દર્શાવેલા સપ્તાહ માટેના ડેટાના વિડિયો ડીપ ડાઈવમાં જણાવ્યા મુજબ, “કમનસીબે, આ વીકની હેડલાઈન એવી હોઈ શકે કે, વોટ ધી સમર ગિવેથ, ધી સમર ટેકેથ અવે,” (સમર જે આપે છે, તે પાછું પણ લઈ લે છે.)

એસટીઆરની ટોપ 25 માર્કેટના કુલ ડેટા મુજબની જે સ્થિતિ છે તે અનુસાર નેશનલ એવરેજ કરતાં ઓક્યુપન્સી ઓછી – 41.8 ટકા છે અને એડીઆર પણ ઓછી, $99.11 છે. વર્જીનીઆમાં નોરફોક/વર્જીનીઆ બીચ ફરી એકવાર ટોપ 25 માર્કેટમાં 60 ટકાથી વધુ ધરાવતી માર્કેટ રહી હતી, ત્યાં ઓક્યુપન્સી 61.2 ટકા રહી હતી.

સૌથી વધુ ઓક્યુપન્સી જો કે, સબમાર્કેટ્સમાં હતી, જેમાં આયોવાના આયોવા સીટી/વોટરલૂમાં તે 85.9 ટકા તથા કેલિફોર્નિયાના યુરેકામાં ઓક્યુપન્સી 84 ટકા નોંધાઈ હતી.

ઈકોનોમી, મિડસ્કેલ તથા અપર મિડસ્કેલ હોટેલ્સ, તમામમાં ઓક્યુપન્સી 50 ટકા કરતાં વધુ સારી, અનુક્રમે 54.6 ટકા, 52.3 ટકા અને 51.9 ટકા રહી હતી.

ફ્રેટાગે જણાવ્યું હતું કે, “એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, અપર મિડસ્કેલ, મિડસ્કેલ તથા ઈકોનોમી, તમામ વર્ગોમાં મૂળભૂત રીતે આપણી પાસે બધા જ રૂમ્સ ઉપયોગ માટે પ્રાપ્ય હતા. જો કે, લક્ઝરી તથા અપર સ્કેલ હોટેલ્સ માટે એવું કહી શકાય તેમ નથી, તે વર્ગમાં દરેક ત્રણમાંથી એક હોટેલ ઓક્યુપાઈડ હતી. એ સ્થિતિ છતાં, આપણી પાસેની માહિતી મુજબ એ વર્ગની હોટેલ્સની અંદાજે 20 ટકા રૂમ્સ હંગામી ધોરણે બંધ છે.”

ફ્રેટાગ એ બાબતે ચિંતિત હતા કે ગયા વર્ષના આ જ સપ્તાહની તુલનાએ RevPARમાં 46.1 ટકાનો ઘટાડો થયો હતો.

15 ઓગસ્ટના વીકેન્ડ માટે પરસન્ટેજમાં જે પરિવર્તન નોંધાયું હતું એટલું જ પરિવર્તન આ વીકેન્ડના RevPARમાં પણ થયું છે. અગાઉના સપ્તાહના કામકાજની વિગતો તે અગાઉના સપ્તાહ જેવી જ છે, જે દર્શાવે છે કે, સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ માહોલમાં, હું તો એવી કહીશ કે, ખરેખર તો આ માઠા સમાચાર છે.

જો કે, પોઝિટિવ બાજુ તરીકે જોઈએ તો, એસટીઆરના તાજા પી એન્ડ એલ રીપોર્ટ મુજબ તમામ વર્ગની હોટેલ્સ માટે જુલાઈ મહિનાનો GOPPAR પોઝિટિવ રહ્યો હતો.

અમને એ સમાચાર આપતાં આનંદ થાય છે કે, લાંબા સમય પછી પહેલીવાર, ફૂલ સર્વિસ હોટેલ્સ માટે GOPPAR ડોલરની રકમ પોઝિટિવ છે. જો કે તે છે ફક્ત $3 પણ, આખરે છે તો પોઝિટિવ જ, એમ ફ્રેટાગે કહ્યું હતું.

એકંદરે, અમે વિચારીએ છીએ કે, આ પી એન્ડ એલ ડેટા પ્રોત્સાહક છે. મારી દ્રષ્ટિએ તો તે એવું દર્શાવે છે કે, ખર્ચમાં કાપના પગલાં હવે મક્કમ બન્યા છે અને તમામ વર્ગ તથા તમામ સર્વિસ લેવલ્સ GOPPAR પોઝિટિવ બન્યા છે.