મેરિયટ દ્વારા કોર્ટયાર્ડ હોટેલ્સ માટે નવી ડિઝાઈનની જાહેરાત

2024 સુધીમાં 375થી વધુ પ્રોપર્ટી ખાતે બહારના ભાગનું રિનોવેશન કરાશે

0
1502
અમેરિકા અને કેનેડામાં આવેલી 375થી વધુ કોર્ટયાર્ડ હોટલના બહારના ભાગનું રિનોવેશન 2024 સુધી કરાશે. મેરિટય ઇન્ટરનેશનલના રિડિઝાઇન અને રિનોવેશન રણનીતિના ભાગરૂપે આ રિનોવેશનની કામગીરી કરાશે. જેમાં પબ્લિક સ્પેસ અને ગેસ્ટ રૂમનું નવું ઇન્ટીરીયર ડિઝાઇનની કામગીરી પણ સામેલ છે. ડાબે, કંપનીની જૂની અને જમણે નવી ડિઝાઇન જોવા મળે છે.

અમેરિકા અને કેનેડામાં આવેલી 375થી વધુ કોર્ટયાર્ડ હોટેલ્સને નવો દેખાવ આપવામાં આવશે. કંપની દ્વારા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર 2024 સુધીમાં આ તમામ હોટેલનો બાહ્ય દેખાવમાં ફેરફાર કરાશે, જે મેરિયટ ઇન્ટરનેશનલની રિડિઝાઈ અને રિનોવેશન સ્ટ્રેટેજીનો ભાગ છે. ઘણી હોટેલ્સમાં પબ્લિક સ્પેસ અને ગેસ્ટ રૂમની અંદરનો દેખાવ પણ બદલવામાં આવશે અને સુવિધા ઉમેરાશે.

આ અંગ ક્લાસિક સિલેક્ટ બ્રાન્ડના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ બ્રાન્ડ લીડર ડાયને માયેરે કહ્યું હતું કે 38 વર્ષ અગાઉ કોર્ટયાર્ડ એ બિઝનેસ ટ્રાવેલર્સ માટેની પહેલી હોટેલ બ્રાન્ડ હતી જે ખાસ તેમને ધ્યાનમાં રાખીને બનાવાઈ હતી. અમારી નવી ડિઝાઇનમાં તે વારસો યથાવત રખાશે અને તેને આગળ વધારાશે. હવે લેઇઝર અને બિઝનેસ ટ્રાવેલર્સને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઇન તૈયાર કરાશે. તેમણે ઉમેર્યું હતું કે સમયની સાથે હવે કોર્ટયાર્ડ ફેરફાર કરવા જઇ રહી છે.

નિવેદન અનુસાર, રિઝાઇન કરવામાં આવેલા અગ્રભાગ –રવેશમાં પોર્ટે-કોચેરની સાથે બહારના ભાગમાં ફરીથી નવા રંગરોગાન જોવા મળશે. જેમાં નવી લાઇટિંગ, નવા સાઇનએદ અને ફ્રેશ લેન્ડસ્કેપિંગનો સમાવેશ પણ થાય છે.

રિનોવેશનની સાથે, કોર્ટયાર્ડ દ્વારા નવા પ્રોટોટોઇપની પણ રજુઆત કરવામાં આવી છે. જેમાં નવા સમયની ડિઝાઇનનો સમાવેશ થાય છે. દિવસથી રાત્રિના સમય દરમિયાન, હોટેલ પબ્લિક સ્પેસ જેમ કે લોબી, મીટીંગ સ્પેસ, ફિટનેસ સેટન્ટર વગેરેને પણ નવો દેખાવ આપવામાં આવશે.

અર્બન પ્રેરિત લોબીમાં અલગ ચેક-ઇન ડેસ્ક કે જ્યાં ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવે. વૂડન ટેક્સચર અને મોડર્ન લાઇટિંગ પણ આ નવા પ્રોટોટાઇપનો એક ભાગ બનશે. લોબીના કેન્દ્ર સ્થાને બિસ્ટ્રો-બાર-કેઝ્યુઅલ બાર અને ક્લાસિક અમેરિકન મેન્યુ સાથેનું ડાઇનિંગ ડેસ્ટિનેશન સામેલ છે.

ખુલ્લી પર્યાવરણીય લોબીમાં ગેસ્ટ પોતાના રૂમ સિવાય પણ અન્યો સાથે બેસીને સામાન્ય વાતચીત કે બેઠક કરી શકે તેવ વ્યવસ્થા હશે. કોર્ટયાર્ડના સિગ્નેચર મીડિયા પોડ કે જેમાં તેનું પોતાનું ટીવી સ્ક્રીન અને રેસિડેન્ટશિયલ સેક્શન સોફા હશે કે જ્યાં કામ કરી શકાશે.

લોબીની પાછળના ભાગે વિશાળ બારીઓ સાથેનું મોટુ લાઉન્જ સીટીંગ હશે. જ્યાંથી બહારનો નજારો નિહાળી શકાશે. કોર્ટયાર્ડના વધારાયેલા ફિટનેસ સેન્ટરમાં વેઇટ લિફ્ટિંગ અને સ્ટ્રેચિંગ વિસ્તારને વધારાયો છે. મહેમાનો માટે કસરતના સામાન અને હાઇડ્રેશન સ્ટેશન પણ સામેલ છે.

ભાગ લેનાર હોટેલ તરીકે, ગેસ્ટ રૂમને ઇલેક્ટ્રોનિક લોકથી સજ્જ કરાશે જ્યાં ગેસ્ટ તેમના રૂમમાં ડિજિટલ રૂમ કીનો ઉપયોગ કરીને પ્રવેશ કરી શકશે. આ સુવિધા મેરિયટ બોનવોય મોબાઇલ એપ પર ઉપબલ્ધ બનશે. જેના થકી ગેસ્ટ મોબાઇલ ચેક-ઇન અને સર્વિસ તથા સુવિધા માટે વિનંતી પણ કરી શકશે.

કોર્ટયાર્ડ હોટેલ્સ કે જેમાં જૂની અન નવી હોટેલ્સ છે જેમાઃ કોર્ટયાર્ડ જેક્સનવિલે બટલર બાઉલવાર્ડ, કોર્ટયાર્ડ એટલાન્ટા પેરીમીટર સેન્ટર, કોર્ટયાર્ડ સાન ડિયેગો મિરામાર, કોર્ટયાર્ડ રાલેઇ/કેરી ક્રોસરોડ અને કોર્ટયાર્ડ મેમ્ફીસ ઇસ્ટ/ગેલેરિયાનો સમાવેશ થાય છે.

ઓક્ટોબરમાં ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ દ્વારા તેની નવી અપસ્કેલ કેમ્બ્રિયા બ્રાન્ડ માટે નવા પ્રોટોટાઇપની રજુઆત ફિનિક્સ શહેરમાં યોજાયેલી 2021 લોજિંગ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી.