બેસ્ટ વેસ્ટર્ન બોર્ડમાં પટેલ અને મર્ચન્યનો સમાવેશ

આ બંને બીડબલ્યુના પૂર્વ ગર્વનર છે, પટેલ કેન્ટુકી ખાતે અને મર્ચન્ટ કેલિફોર્નિયામાં હતા

0
3294
વિરલ ‘વિક્ટર’ પટેલ, ડાબે, અને મહમૂદ ‘માઇક’ મર્ચન્ટનો બેસ્ટ વેસ્ટર્ન હોટેલ એન્ડ રિસોર્ટ્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમાવેશ કરાયો છે.

વિરલ ‘વિક્ટર’ પટેલ અને મહમૂદ ‘માઇક’ મર્ચન્ટ હવે બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. પટેલ મિડવેસ્ટના કેટલાક રાજ્યો અને કેનેડાના ઓન્ટારિયો ખાતે તથા મર્ચન્ટ કેલિફોર્નિયા, નેવાડા અને હવાઈ ખાતે ફરજ નિભાવશે.

પટેલ બેસ્ટ વેસ્ટર્ન સાથે સભ્ય તરીકે છેલ્લાં 20 વર્ષથી સંકળાયેલા છે કેમ કંપની દ્વારા જણાવાયુંછે. તેમણે ગવર્નર તરીકે તથા બેસ્ટ વેસ્ટર્ન કેન્ટુકી માર્કેટિંગ કો-ઓપ ખાતે વડા તરીકે ફરજ નિભાવી છે, જ્યાં તેઓ બ્રાન્ડ અને હોટેલમાલિકો વચ્ચે સંકલન સાધવાની જવાબદારી સંભાળતા હતા. હાલમાં તેઓ કેન્ટુકીના કોર્બિન ખાતે આવેલી બેસ્ટ વેસ્ટર્ન કોર્બિન ઇનના માલિક અને સંચાલક છે તથા આવનારા સમયમાં ઇલિનોઇસ, ઈન્ડિયાના, મિશિગન, લોવા, મિનેસોટા અને વિસ્કોન્સિન ખાતે ફરજ નિભાવશે.

આ અંગે પટેલે કહ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોથી બ્રાન્ડના વિકાસને મેં નિહાળ્યો અને બોર્ડ મેમ્બર્સ તરીકે સાથે નવી જવાબદારી સંભાળ્યા પછી લેરીના વડપણ હેઠળ મારા સાથીકર્મીઓને મળીને હું ખૂબ રોમાંચ અનુભવી રહ્યો છું. તેઓ ઉમેરે છે કે, મારા માટે ફરજ અત્યંત મહત્વપૂર્ણ છે. મને આનંદ છે કે હું મારા સાથીકર્મીઓ તથા સમુદાય માટે કંઇક કરી શક્યો છું.

પટેલ પોતાના હોમટાઉન કોર્બિન, કેન્ટુકી ખાતે કોર્બિન ટુરિઝમ એન્ડ કન્વેન્શન કમિશનના બોર્ડ ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળે છે. તેઓ કેન્ટુકી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં ચેરમેન તરીકે જવાબદારી નિભાવનારા તેઓ સૌપ્રથમ હોટેલિયર છે. તેઓ સ્થાનિક હિન્દુ મંદિર સાથે પણ સંકળાયેલા છે અને કેન્ટુકીના લેક્સિન્ગટન શહેરમાં આવેલી ઇન્ડિયન કલ્ચરલ સોસાયટીના કન્ટ્રીબ્યુટીંગ મેમ્બર પણ છે.

મર્ચન્ટે પણ બેસ્ટ વેસ્ટર્ન સાથે ગવર્નર તરીકે કામ કર્યું છે. તેઓ મર્ચન્ટ વેલી કોર્પ.ના પ્રેસિડેન્ટ અને સીઈઓ છે. તેઓ ચાર બેસ્ટ વેસ્ટર્ન બ્રાન્ડેડ હોટેલની માલિકી અને સંચાલન સંભાળે છે જેમાં કેલિફોર્નિયાના કોઆલિન્ગામાં આવેલી બેસ્ટ વેસ્ટર્ન બિગ કન્ટ્રી ઇન, ફાયરબોઘમાં આવેલી બેસ્ટ વેસ્ટર્ન એપ્રિકોટ ઇન, કેલિફોર્નિયાના સેલમા ખાતેની બેસ્ટ વેસ્ટર્ન કોલોનિયલ ઇનનો સમાવેશ થાય છે. આ તમામ બેસ્ટ વેસ્ટર્ન એમ.કે. ગુર્ટીન એવોર્ડથી સન્માનિત છે. મર્ચન્ટ ઇલિનોઇસ, સાઉથ કેલિફોર્નિયા, નોર્થ ડાકોટા અને લુઇઝિયાના ખાતેના ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ ઓફ કોમર્શિયલ શોપિંગ સેન્ટરો સાથે પણ સંકળાયેલા છે.

તેઓ કહે છે કે હું છેલ્લાં વીસ કરતાં વધારે વર્ષથી બેસ્ટ વેસ્ટર્ન  સાથે સંકળાયેલો છું અને હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરાયો છે તે મારું સૌભાગ્ય છે. મર્ચન્ટ વધુમાં ઉમેરે છે કે અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે ખૂબ સારી રીતે અને નોંધપાત્ર કાર્ય કર્યું છે. ખૂબ સારી લીડરશિપ ટીમ સાથે અમે અમારા હોટેલમાલિકોને વધારે સારી રીતે સેવા આપી શકીએ છીએ અને 2022 સુધીમાં બેસ્ટ વેસ્ટર્ન હોટેલ એન્ડ રિસોર્ટ્સ વધારે મજબૂત બની શકશે.

મર્ચન્ટ યુવા ઉદ્યોગસહસિકો માટેના માર્ગદર્શક પણ છે અને તેઓ સમાજને બને એટલી વધારે સેવા કરે છે.

અગાઉ બેસ્ટ વેસ્ટર્નના ચેરમેન તરીકે જ્હોન કેલીની પસંદગી કરવામાં આવી હતી.