પ્રેસિડેન્ટ જો બાઇડેને શનિવારે સવારે “અમેરિકન રિલીફ એક્ટ, HR 10545” પર હસ્તાક્ષર કર્યા, જે ક્રિસમસ પહેલા સરકારી શટડાઉનને અટકાવે છે અને 14 માર્ચ સુધી ભંડોળની ખાતરી આપે છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને રજાઓની મુસાફરીને અસર કરી શકે તેવા વિક્ષેપને ટાળવા માટે ધારાસભ્યોની પ્રશંસા કરી હતી આમ થયું હોત તો લાખો ફેડરલ કર્મચારીઓને ક્રિસમસ બગડી હોત.
જો કે, AHLAએ જણાવ્યું હતું કે વર્ષના અંતના સોદામાં લોજિંગ ફીની પારદર્શિતાની જોગવાઈઓને બાકાત રાખવામાં આવી હતી,જેના માટે હોટેલ ઉદ્યોગ સંગઠનોએ હિમાયત કરી હતી.
“મેં તાજેતરમાં જ સહી કરેલું દ્વિપક્ષીય ભંડોળ બિલ શટડાઉન ટાળે છે અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના પુનઃનિર્માણ માટે તાત્કાલિક જરૂરી આપત્તિ રાહત અને ભંડોળ પહોંચાડે છે,” એમ બાઇડેને જણાવ્યું હતું. “આ કરાર સમાધાનનું પ્રતિનિધિત્વ કરે છે, જેનો અર્થ છે કે કોઈપણ પક્ષને તે જે જોઈતું હતું તે બધું મળ્યું નથી, પરંતુ તે રિપબ્લિકન દ્વારા માંગવામાં આવેલા અબજોપતિઓ માટે ઝડપી કરવેરા કાપને નકારી કાઢે છે અને ખાતરી કરે છે કે સરકાર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખી શકે છે. તે અમેરિકન લોકો માટે સારા સમાચાર છે, ખાસ કરીને તે પરિવારો માટે જે ક્રિસમસને આનંદપૂર્વક માણવા માંગે છે.”
આ સહી વાવાઝોડાની અને અન્ય કુદરતી આફતો માટે આપત્તિ રાહતમાં $100 બિલિયન પ્રદાન કરે છે અને ખેડૂતોને $10 બિલિયનની સહાય ફાળવે છે. ગૃહના 336-34 પાસને પગલે સેનેટે શનિવારે વહેલી સવારે 85 વિ. 11 મત સાથે બિલને મંજૂરી આપી હતી.
AHLAના પ્રમુખ અને સીઇઓ રોઝાના માઇટ્ટાએ જણાવ્યું હતું કે, “AHLA શટડાઉનને ટાળવા માટે ધારાસભ્યોની પ્રશંસા કરે છે જે આ રજાની મોસમમાં નોંધપાત્ર મુસાફરી વિક્ષેપોનું કારણ બની શકે છે.” “જો કે, અમે નિરાશ છીએ કે અમે જે લોજિંગ ફી પારદર્શિતાની જોગવાઈઓનું સમર્થન કર્યુ હતુ, તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. અમે માનીએ છીએ કે ફેડરલ કાયદો ગ્રાહકો, હોટેલીયર્સ અને ઉદ્યોગ માટે સ્પષ્ટ ફી-ડિસ્પ્લે નિયમો બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમે ફી-સમાવિષ્ટ લોજિંગ ડિસ્પ્લે માટે રાષ્ટ્રવ્યાપી ધોરણ સ્થાપિત કરવા માટે કાયદા ઘડનારાઓ અને નવા વહીવટીતંત્ર સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”
AAA એ તાજેતરમાં અનુમાન લગાવ્યું હતું કે આશરે 119.3 મિલિયન અમેરિકનો ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 50 માઈલથી વધુ મુસાફરી કરશે.
છેલ્લાં બે વર્ષથી, AHLA એ બે દ્વિપક્ષીય ફેડરલ ફી-પારદર્શિતા બિલને સમર્થન આપ્યું છે: એક છે હાઉસ-પાસ થયેલ ‘નો હિડન ફી એક્ટ’ અને બીજું છે સેનેટનો ‘હોટેલ ફી ટ્રાન્સપરન્સી એક્ટ.’
ફેડરલ ટ્રેડ કમિશને તાજેતરમાં એક નિયમને અંતિમ સ્વરૂપ આપ્યું હતું જેમાં હોટલ સહિતના ઉદ્યોગોને જાહેરાત કરાયેલ કિંમતોમાં તમામ ફી અગાઉથી જાહેર કરવાની આવશ્યકતા હતી, જેમાં ટૂંકા ગાળાના રહેવાના દરોમાંથી રિસોર્ટ અથવા “જંક” ફીને બાકાત રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
17 ડિસેમ્બરે જાહેર કરાયેલા દ્વિપક્ષીય ખર્ચના સોદામાં આ કાયદાના આધારે અપ-ફ્રન્ટ, ફી-સંકલિત રહેવાની કિંમત દર્શાવવા માટે રાષ્ટ્રવ્યાપી ધોરણ સ્થાપિત કરવા માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. જો પાસ થઈ જાય, તો તે સુનિશ્ચિત કરશે કે ઉપભોક્તાઓ કોઈ આશ્ચર્યજનક ફી વિના કુલ કિંમત જાણતા હશે, પછી ભલે તેઓ ક્યાં પણ બુક કરે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે, “જ્યારે તેમાં અમે જે માંગ્યું હતું તે બધું સામેલ નથી, તેમાં ફરીથી ત્રાટકતા તોફાન માટે આપત્તિ રાહતનો સમાવેશ થાય છે, અબજોપતિઓ માટેના ઝડપી ટેક્સ કટને દૂર કરે છે અને ખાતરી કરે છે કે સરકાર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખી શકે છે,”એમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે બાઇડેને સહી કરેલા બિલ અંગે જણાવ્યું હતું.
AHLA ના નવીનતમ ડેટા દર્શાવે છે કે દેશભરમાં માત્ર 6 ટકા હોટલ ફરજિયાત રિસોર્ટ, ગંતવ્ય અથવા સુવિધા ફી વસૂલે છે, જે સરેરાશ $26 પ્રતિ રાત્રિ છે.
રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના રોજ બીજી વખત બિન-સળંગ ટર્મ માટે યુએસ પ્રમુખપદ પર પાછા ફરવાના છે, જે ગ્રોવર ક્લેવલેન્ડ પછી આવું કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. હોટેલ એસોસિએશનો જેમ કે AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.