પીડબલ્યુસીઃ 2022માં એડીઆરને કારણે રેવપાર 2019ના સ્તર સુધી પહોંચી શકે

આવતા વર્ષે ઓક્યુપન્સી 61.7 ટકાના સ્તરે પહોંચી શકે અને એડીઆરમાં 5.9 ટકાનો વધારો થઇ શકે.

0
1804
અમેરિકાની હોટેલોના રેવપારમાં 14.4 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે પ્રિ-પેન્ડેમિક સ્તરની સરખામણીએ 93 ટકાની આસપાસ છે, માંગમાં વધારો થવાથી અને એડીઆરમાં વધારો થતાં તેને બળ મળશે તેમ કન્સલ્ટિંગ ફર્મ પીડબલ્યુસીનું માનવું છે.

અમેરિકાની હોટલોની ઓક્યુપન્સી અને એડીઆરમાં 2022 સુધી વધારો જોવા મળી શકે છે. રેવપારમાં પણ સુધારો જોવા મળ્યો છે, તેમ પીડબલ્યુસીનું માનવું છે. દરમિયાન, 2022ના તૃતિય અને ચોથા ત્રિમાસિકગાળા દરમિયાન સ્થિતિ 2019ની સ્થિતિએ જોવા મળી શકે છે.

પીડબલ્યુસી દ્વારા યુએસ લોજિંગ સેક્ટર માટે ટૂંકાગાળા માટેની સંભાવના અંગે યુએસ હોસ્પાલિટી ડિરેક્ટશનઃ નવેમ્બર 2021માં જણાવાયું છે કે મહામારીને કારણે બંધ પડેલી હોટેલો હવે ખુલી રહી છે અને તેમની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે, ખાસ કરીને વ્યક્તિગત રીતે બીઝનેસ પ્રવાસ કરનારાઓ અને જૂથોની સંખ્યામાં પણ વધારો થયો છે, 2022 સુધીમાં સંક્રમણનું પ્રમાણ પણ ઘટી શકે તેવી સંભાવનાના આધારે આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પીડબલ્યુસીના અહેવાલ અનુસાર આવનારા વર્ષ સુધી ઓક્યુપન્સી અને એડીઆરમાં વધારો જોવા મળશે જે ક્રમશઃ 61.7 ટકા અને 5.9 ટકા સુધીના સ્તરે રહી શકે તેમ છે. કન્સલ્ટન્સી ફર્મ દ્વારા 2022માં રેવપારમાં પણ 14.4 સુધીનો સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

યુએસ હોસ્પિટાલિટી એન્ડ લેઇઝર, પીડબલ્યુના મેનેજિંગ ડિરેક્ટર વોરન માર્રે કહ્યું હતું કે જો 2021ના અંત સુધીમાં રસીકરણમાં વધારો થશે અને સંક્રમણના દરમાં આ પ્રમાણે ઘટાડો થતો રહેશે તો આપણે નવા વર્ષની સારી શરૂઆત કરી શકીશું. 2022ના ત્રીજા અને ચોથા ત્રિમાસિકગાળામાં ઓરડાનાં ભાડાંમાં પણ સુધારો જોવા મળી શકે તેમ છે. હોટેલ ઇન્ડસ્ટ્રીને સારો વેપાર મળવાની સંભાવના રહેલી છે.

પીડબલ્યુસીએ સંકેત આપ્યો છે કે ઓછા દરે થઈ રહેલા રસીકરણને કારણે લોજિંગ રીકવરી ધીમી પડી છે. ડિસેમ્બરમાં વપરાશને પણ અસર પહોંચી શકે છે. નવેમ્બર 16 સુધીમાં અમેરિકાની કુલ વસતીના માત્ર 59 ટકાનું રસીકરણ થઇ શક્યું છે.

રિપોર્ટ અનુસાર સમરમાં માંગમાં મજબૂત વધારો નોંધાયો હતો, અમને આશા હતી કે અમેરિકાની હોટલોની ઓક્યુપન્સીમાં આ વર્ષે પણ સમાન સ્તર રહી શકશે અને 57.1 ટકા સુધીનો વધારો થઇ શકે છે. હવે અમને લાગે છે કે 2021માં એડીઆર 19.6 ટકા અને તેને કારણે રેવપારમાં 55.1 ટકા સુધીનો સુધારો રહેશે, જે મહામારીના અગાઉના સ્તરની સરખામણીએ 82 ટકા વધારે છે.

રિપોર્ટ અનુસાર અમેરિકામાં અપર સ્કેલ હોટેલો દ્વારા રેવપારમાં 2022 સુધી નોંધપાત્ર 40.3 ટકા સુધીનો વધારો રહી શકે છે, જેમાં લક્ઝરી સેગમેન્ટના 23.7 ટકાનો સુધારો પણ સામેલ છે. અપસ્કેલ સેક્ટરમાં પણ રેવપારમાં 21.1 ટકા સુધીનો વધારો આવનારા વર્ષમાં જોવા મળી શકે છે.

એસટીઆરના તાજા અહેવાલમાં જણાવાયા અનુસાર અમેરિકાની હોટલોનો વેપાર હવે મહામારીના અગાઉની સ્થિતિએ પહોંચી રહ્યો છે, જે નવેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં જોવા મળ્યું છે.