તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સાઉથ કેરોલિનાના ગ્રીનવિલેની હયાત પ્લેસનું વેચાણ

હન્ટર હોટેલ એડવાઇઝર્સ દ્વારા બ્રોકર તરીકે એપલ હોસ્પિટાલિટી આરઈઆઈટીને વેચાણ કરાયું

0
1740
મેનેજિંગ પાર્ટનર અનિશ પટેલના વડપણ હેઠળની નોર્થ કેરોલિનાના ચાર્લોટ ખાતેની તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તેની સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે ડાઉનટાઉનમાં આવેલી 130 રૂમવાળી હયાત પ્લેસનું વેચાણ કરાયું છે. હોટેલ એડવાઝર્સ દ્વારા બ્રોકર તરીકે એપલ હોસ્પિટાલિટી આરઈઆઈટીને તેનું વેચાણ કરાયું છે.

નોર્થ કેરોલિનામાં આવેલા ચાર્લોટસ્થિત તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાજેતરમાં સાઉથ કેરોલિનામાં ડાઉનટાઉન ગ્રીનવિલે ખાત આવેલી હયાત પ્લેસનું વેચાણ કરવામાં આવ્યું છે.

હન્ટરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મયંક પટેલ દ્વારા સમગ્ર સોદાને પાર પાડવામાં આવ્યો હતો. તારા ઇન્વેસ્ટમેન્ટનું સંચાલન મેનેજિંગ પાર્ટનર અનિશ પટેલના વડપણ હેઠળ થાય છે.

મયંક પટેલે કહ્યું હતું કે અમારા ક્લાયન્ટ માટેના આ સોદાના પૂર્ણ થયાની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થઇ રહ્યો છે. તારાના પ્રીમિયમ ગ્રેડ ડેવલપમેન્ટનો હયાત પ્લેસ એ ખૂબ સારું ઉદાહરણ છે.

એપલ હોસ્પિટાલિટી દ્વારા આ 130 રૂમવાળી હોટેલની ખરીદી કરવામાં આવી છે અને તેના પસંદગીની સેવાના પોર્ટફોલિયોમાં ઉચ્ચ રેવપાર એસેટનો ઉમેરો કરાયો છે.

અનિશ કહે છે કે આ મૂડીરોકાણથી સારુ સકારાત્મક વળતર મળી શકશે અને હાલના તબક્કે અમારું ધ્યાન આવનારા સમયના અમારા પાઇપલાઇન હેઠળના ડેવલપમેન્ટ તરફ છે.

હયાત પ્લેસ રીડીમાં ફોલ્સ પાર્ક, મુખ્ય સ્ટ્રીટ, ધી પીસ સેન્ટર અને બોન સેકોર્સ વેલનેસ એરીના નજીકના વિસ્તારમાં છે. હોટેલ ખાતે આવેલી સુવિધાઓમાં ઇન્ડોર પૂલ, ફિટનેસ સેન્ટર તથા મીટીંગ ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. આ હોટેલ પેટ ફ્રેન્ડલી પણ છે.

એપલ હોસ્પિટાલિટીનું સંચાલન એક્ઝિક્યુટિવ ચેરમેન ગ્લેડ નાઇટના વડપણ હેઠળ થઇ રહ્યું છે અને નવેમ્બરમાં 126 મિલિયન ડોલરમાં ત્રણ હોટેલ પણ ખરીદવામાં આવી છે. જેમાં ટેક્સાસમાં ફોર્ટ વર્થમાં આવેલી 157 રૂમવાળી હિલ્ટન ગાર્ડન ઇન ફોર્ટ વર્થ મેડિકલ સેન્ટર, ટેક્સાસમાં ફોર્ટ વર્થમાં ફોર્ટ વર્થ મેડિકલ સેન્ટરમાં આવેલી 112 રૂમવાળી હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન તથા ઓરેગોનના પોર્ટલેન્ડ ડિસ્ટ્રીક્ટમાં આવેલી 243 રૂમવાળી હેમ્પ્ટન ઇન એન્ડ સ્યુટ્સ બાય હિલ્ટનનો સમાવેશ થાય છે. આરઈઆઈટી દ્વારા તેના ચોથા ત્રિમાસિકગાળાના કેશ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રતિ શેર 0.01 ડોલરની જાહેરાત કરવામાં આવી છે.

જુલાઈમાં, હંટર દ્વારા જ્યોર્જિયાના પૂલરમાં આવેલી હોમટુસ્યુટ્સ બાય હિલ્ટન સવાનાહ એરપોર્ટનું પ્રેસિડેન્ટ બીરજુ પટેલીની બીપીઆર પ્રોપર્ટીઝને વેચાણમાં બ્રોકર તરીકે કામગીરી કરવામાં આવી હતી. વિશાળ પ્રાઇવેટ ઇક્વિટી ગ્રુપ દ્વારા પોતાના સિલેક્ટ-સર્વિસ પોર્ટફોલિયોને વધારવાના હેતુ સાથે આ હોટેલની ખરીદી કરવામાં આવી હતી. મયંક દ્વારા પણ આ સમગ્ર સોદા પર નજર રાખવામાં આવી હતી.