ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલએ તેની એક્સચેન્જ ઓફર શુક્રવારે સમાપ્ત થયા બાદ વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટને હસ્તગત કરવાની બિડ સમાપ્ત કરી. બંને કંપનીઓએ નિવેદનો બહાર પાડતા જણાવ્યું હતું કે તેઓ હવે તેમની સ્વતંત્ર વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ચોઈસ હોટેલ્સ ઇન્ટરનેશનલે વિન્ધામને હસ્તગત કરવાની બિડ પૂરી કરવાની જાહેરાત કરી છે. તેના પગલે તે વિન્ધામના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી તેણે નામાંકિડ કરેલા ડિરેક્ટરોને પરત ખેંચી લેશે. ગયા અઠવાડિયે તેણે વિન્ડહામ શેરધારકોને એક્વિઝિશન માટે ટેન્ડર શેર કરવા પ્રોત્સાહિત કરવાનો છેલ્લો પ્રયાસ કર્યો હતો પરંતુ આમ છતાં તે સોદા માટે પૂરતો ટેકો મેળવવામાં નિષ્ફળ ગયો હતો.
“એપ્રિલ 2023માં આ પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારથી ચોઈસે વિન્ધામ સાથે અસંખ્ય વિવિધ માર્ગો દ્વારા સદભાવનાપૂર્વક વાટાઘાટોમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સૂચિત ઓફરને ઘણી વખત વધારવી અને ડ્યુ ડિલિજન્સ સાથે ઓફર વધારવી, વિન્ધામ સાથે NDAની ખાનગી માહિતીને એકતરફી ધોરણે શેર કરવી અને બજારના અંદાજો કરતાં વધુ ઓફર કરવાનો સમાવેશ થાય છે,” એમ કંપનીએ જણાવ્યું હતું. “વિન્ધામનો રચનાત્મક અને નોંધપાત્ર શરતો પર જોડાવા માટેના ઇનકારને જોતાં, ચોઇસે નિયમનકારી સમીક્ષા પ્રક્રિયા શરૂ કરવા અને વિન્ધામ સ્ટોકહોલ્ડરો સાથે જોડાવા માટે એક્સચેન્જ ઓફર શરૂ કરવાનું અસાધારણ પગલું ભર્યું હતું. વિન્ધામના સ્ટોકહોલ્ડર્સ દ્વારા એક્સચેન્જ ઑફરમાં ટેન્ડરિંગ કરવામાં આવેલો ટેન્ડર નોંધપાત્ર હતો, આ તબક્કે ઘણા બધા સ્ટોકહોલ્ડર્સને ભાગ લેતા માળખાકીય ધોરણે રોકવામાં આવ્યા હતા. તેના પરિણામે ચોઇસ સમક્ષ જેટલા શેરે ટેન્ડર થયા તે વિન્ધામને હસ્તગત કરવા માટે પૂરતા ન હતા. તેમા પણ ખાસ કરીને જ્યારે વિન્ધામ બોર્ડની આ ઓફરમાં સ્પષ્ટપણે ચાલુ રહેલી અરુચિને ધ્યાનમાં લેતા આગળ સોદો ધપાવવો લગબગ અશક્ય સ્થિતિ હતી.”
વિન્ધામના બોર્ડે એક્સચેન્જ ઑફરને રિન્યૂ ન કરવાના ચોઈસના નિર્ણયને આવકારતું પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું.
બોર્ડના અધ્યક્ષ સ્ટીફન હોમ્સે જણાવ્યું હતું કે, “વિન્ધામના બોર્ડને આનંદ છે કે ચોઈસ તેની અણગમતી એક્સચેન્જ ઓફરની સમાપ્તિ બાદ તેની પ્રતિકૂળ શોધ અને પ્રોક્સી હરીફાઈનું અંત લાવ્યું છે.” “અમે અમારી સફળ મેનેજમેન્ટ ટીમના નેતૃત્વ હેઠળ વિન્ધામની એકલ વ્યૂહરચના અને વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ ધરાવીએ છીએ. બોર્ડ અમારા શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં કામ કરવા અને લાંબા ગાળાના શ્રેષ્ઠ મૂલ્ય નિર્માણને ચલાવવા માટે પ્રતિબદ્ધ છે.” વિન્ધામના પ્રેસિડેન્ટ અને સીઈઓ જ્યોફ બેલોટીએ પણ જણાવ્યું હતું કે કે તેમની કંપની તેની પોતાની વ્યૂહાત્મક યોજના પર આગળ વધશે.
“અમે આ પરિસ્થિતિના બિનજરૂરી વિક્ષેપ વિના અને અમારા વ્યવસાયમાં વિક્ષેપ વિના આમ કરવા માટે આતુર છીએ,” એમ બેલોટીએ જણાવ્યું હતું. “અમે અમારા શેરધારકો અને ફ્રેન્ચાઇઝીઓને તેમના સતત સમર્થન માટે અને અમારી ટીમના સભ્યોને તેમના સમર્પણ અને આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા બદલ આભાર માનીએ છીએ. ”
ઉપરાંત, ચોઈસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના શેર પુનઃખરીદી કાર્યક્રમ હેઠળ અધિકૃત શેરોની સંખ્યામાં આશરે 6.8 મિલિયન શેરની કુલ અધિકૃતતા સામે પાંચ મિલિયન શેરના વધારાને મંજૂરી આપી હતી. કંપનીના અંદાજ મુજબ તેનું એડજસ્ટેડ EBITDA આશરે 10 ટકા વધશે.
ઑક્ટોબરમાં સાર્વજનિક કરાયેલા તેના મૂળ પ્રસ્તાવમાં, ચોઈસે જણાવ્યું હતું કે તેણે વિન્ધામના તમામ બાકી શેર પ્રતિ શેર $90ના ભાવે હસ્તગત કરવાની માંગ કરી હતી અને શેરધારકોને તેમની માલિકીના દરેક વિન્ડહામ શેર માટે $49.50 રોકડ અને 0.324 ચોઈસ કોમન સ્ટોકની ઓફર કરી હતી. ચોઈસ દાવો કરે છે કે આ ઓફર તે વિન્ધામના 30-દિવસના વોલ્યુમ-વેઇટેડ એવરેજ ક્લોઝિંગ પ્રાઈઝનું 30 ટકા પ્રીમિયમ હતી, જે ઑક્ટો. 16 ના રોજ સમાપ્ત થઈ હતી, તેની સાથે વિન્ધામના 52-અઠવાડિયાના ઉચ્ચ સ્તરે 11 ટકા પ્રીમિયમે અને તેના નવીનતમ બંધ ભાવના 30 ટકા પ્રીમિયમે હતી.
વિન્ડહામના બોર્ડે ચોઈસની દરખાસ્તને સર્વસંમતિથી નકારી કાઢી, તેને અવાંછિત, “અત્યંત શરતી” ગણાવી અને શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં ન હોવાનું જણાવ્યું હતું. જોકે, 14 નવેમ્બરના રોજ, ચોઈસે ફેડરલ રેગ્યુલેશન્સને ક્લીયર કરવા અંગે વિન્ધામની ચિંતાઓને દૂર કરવાના હેતુથી વિન્ધામ બોર્ડને “ઉન્નત પ્રસ્તાવ” સાથે પત્ર મોકલ્યો હતો. 12 ડિસેમ્બરના રોજ, ચોઈસે વિન્ધામને હસ્તગત કરવા માટે તેની જાહેર વિનિમય ઓફર શરૂ કરી અને 19 ડિસેમ્બરે વિન્ડહામ બોર્ડે સત્તાવાર રીતે ઓફરને નકારી કાઢી અને શેરધારકોને આ સોદા માટે શેરો ટેન્ડર ન કરવા વિનંતી કરી હતી.