અમેરિકાની હોટલોના નફામાં વધારો નોંધાયો છે. અગાઉના મહિનાની સરખામણીએ ઓક્ટોબરમાં વધારો રહ્યો હોવાનું એસટીઆરના અહેવાલમાં જાણવા મળે છે. અમેરિકાની હોટલોના માસિક નફાને દર્શાવતા આંકડા અનુસાર વધારો રહ્યો હોવા છતાં 2019ની સરખામણીએ તેમાં ઘટાડો છે.
એસટીઆરના માસિક પીએન્ડએલ આંકડા અનુસાર મહિનાનો ગોપપાર 62.75 ડોલર રહ્યો, જે સપ્ટેમ્બરમાં 46.29 ડોલર રહ્યો હતો. મહિનાનો ટ્રેવપાર 165.03 ડોલર હતો જે અગાઉના સમયે 140.94 ડોલર હતો. ઈબીઆટીડીએ પાર 44.14 ડોલર રહ્યો હતો. જે સપ્ટેમ્બરના 30.47 ડોલર કરતા વધારે રહ્યો હતો. સમાન સમયગાળામાં લેબર કોસ્ટમાં પણ વધારો થયો છે. ઓક્ટોબરમાં લેબર કોસ્ટ 47.50 ડોલર હતું જેની સામે હવે તે વધીને 52.17 ડોલર થયું છે.
ઉદ્યોગની રીતે સરેરાશ રીતે સંચાલન નફો ઓક્ટોબર 2019ના સ્તરે 89 ટકા હતું અને સપ્ટેમ્બરમાં 97 ટકા હતું. લેબર કોસ્ટ ઓક્ટોબરમાં 91 ટકાએ રહ્યું હતું. નફાનું પ્રમાણ હવે અગાઉના મહિનાની સરખામણીએ ઓક્ટોબરમાં પ્રિ-કોવિડ સ્તરની નજીક પહોંચી રહ્યું હોવાનું મનાય છે.
એસટીઆરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્સિયલ પરફોર્મન્સ રક્યુઅલ ઓર્ટિઝ કહે છે કે ઓક્ટોબરના આંકડા અનેક રીતે મહત્વપૂર્ણ બની રહ્યાં છે. સપ્ટેમ્બર અને પછીના મહિનાના આંકડાનું સ્તર માર્કેટની હિલચાલ દર્શાવે છે. ઓક્ટોબરમાં નફાનું પ્રમાણ કોન્ફરન્સ અને ગ્રુપ ટ્રાવેલને કારણે વધ્યું છે. જે હવે ધીરે ધીરે 2019ની સરખામણીએ આવી રહ્યું છે.
ઓક્ટોબરમાં માયામી હોટેલોના વાર્ષિક આંકડા અનુસાર ગોપપાર 2019ના સ્તરે આવી રહ્યું છે. સાન ફ્રાન્સિસકો ગોપપાર ટેરિટરીમાં પણ સકારાત્મક સ્તરે પહોંચી રહ્યું છે.
હોટસ્ટેટ્સ દ્વારા તાજેતરમાં એ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોવિડ-19ના ઓમિક્રોન વરિયન્ટને કારણે અમેરિકા સહિતના સ્થળોએ હોટેલ ઇન્ડસ્ટ્રી સામે ફરી એકવાર પડકારભર્યો સમય આવી શકે છે. ટેસ્ટિંગ પોલિસી વધારે કડક બનવાને કારણે તેની અસર જોવા મળી શકે છે.
અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રીનું નફાનું પ્રમાણ હવે 2019 પહેલાના સ્તરે પહોંચી રહ્યું છે, તેમ હોટસ્ટેટ્સના એક અહેવાલમાં જણાવાયું હતું. જે અનુસાર ટ્રેવપાર ઓક્ટોબરમાં 2019ના સમાનગાળાની સરખામણીએ 30 ટકા નીચે રહ્યું હતું.