અલાબામાના માર્યા ગયેલા હોટેલિયરનું કુટુંબ,મિત્રો અને વ્યવસાયી વર્તુળો શોકગ્રસ્ત

AAHOAના રિજનલ ડિરેક્ટર પ્રવિણ પટેલને 'કુટુંબપ્રિય' અને 'એક ઉત્સાહી કારોબારી' તરીકે યાદ કરે છે

0
722
હિલક્રિસ્ટ મોટેલના માલિક 76 વર્ષીય પ્રવીણ રાવજીભાઈ પટેલની રૂમની શોધમાં આવેલી વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી હતી તે સ્થળ શેફિલ્ડમાં અલાબામાની પોલીસ તપાસ કરી રહી છેઃ ફોટો સૌજન્યઃ WAAY 31 ન્યૂઝ.

અલાબામાના હોટેલીયર પ્રવીણ રાવજીભાઈ પટેલની 8 ફેબ્રુઆરીએ તેમની હોટેલમાં વિવાદ પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તેમને AAHOA ના નેતાઓ એક ફેમિલીમેન અને સારા કારોબારી તરીકે યાદ કરે છે. AAHOA પણ આ હત્યાને હિંસાના બુદ્ધિવિહીન કૃત્ય તરીકે વખોડયું છે.

શેફિલ્ડ, અલાબામા, પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત આણંદના રહેવાસી 76 વર્ષના પ્રવીણ પટેલની ગોળી મારી હત્યા કરવાના આરોપમાં 34 વર્ષના વિલિયમ જેરેમી મૂર ધરપકડ કરવામાં આવી હતી. મૂર પટેલની માલિકીની હિલક્રેસ્ટ મોટેલમાં આવ્યો હતો અને તેણે રૂમ મેળવવાનો પ્રયાસ કરવા દરમિયાન બે વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ અહેવાલમાં જણાવ્યું હતું કે, “તે સમયે મૂરે હેન્ડગન ખેંચી અને પટેલને ગોળી મારી. ” મૂરને 13મી એવન્યુ પર શેફિલ્ડ પોલીસ દ્વારા ઝડપથી પકડી લેવામાં આવ્યો હતો જ્યારે તે એક અવાવરૂ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મૂરને તપાસ દરમિયાન તેમના કબજામાંથી મર્ડર વેપન મળી આવ્યું હતું.

મૂરને જ્યાં સુધી વોરંટ જારી ન થાય ત્યાં સુધી શેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવશે, એમ ટેરીએ જણાવ્યું હતું અને પછી તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે. AAHOAના અલાબામા પ્રાદેશિક નિર્દેશક સંજય પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રવિણ પટેલે શેફિલ્ડ શહેરમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો અને મોટેલની માલિકી અને સંચાલન કર્યું હતું.

સંજયે જણાવ્યું હતું કે, “તે એકદમ ફેમિલીમેન હતા, તેમનો સ્વભાવ આનંદી હતો અને ઉદ્યમી કારોબારી હતા. “શહેરના દરેક લોકો તેમને 40 વર્ષ રહ્યા પછી સમુદાયમાં એક પરિચિત ચહેરા તરીકે ઓળખતા હતા, અને કુટુંબકબીલા અને મિત્રોની સંભાળ રાખવા માટે સમુદાયમાં જાણીતા હતા.”

AAHOAના અધ્યક્ષ ભરત પટેલે હત્યાની નિંદા કરી હતી.”અમારા સમુદાયોમાં હિંસાના અર્થહીન કૃત્યોને કોઈ સ્થાન નથી, અને અમારું હૃદય પ્રવીણના પરિવાર માટે શોકગ્રસ્ત છે, જેમાં તેની પત્ની, બાળકો અને પૌત્રો પણ સામેલ છે,” તેણે કહ્યું. “પ્રવીણનો પરિવાર જેમાંથી પસાર થઈ રહ્યો છે તે કોઈપણ પરિવારે સહન કરવું ન જોઈએ અને અમે તેમને જાણતા અને પ્રેમ કરતા દરેકની સાથે અમારી સંવેદના છે.”

AAHOAના પ્રમુખ અને CEO લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે, “આવા સંજોગોમાં કોઈ પ્રિયજનની ખોટ એ એક અકલ્પનીય દુર્ઘટના છે જે કોઈ પરિવારે ક્યારેય સહન કરવી ન જોઈએ.” “તેમના સમુદાયમાં લાંબા સમયથી ઉદ્યોગપતિ તરીકે, પ્રવિણ તેની દયા અને તેના સુંદર પરિવાર માટે જાણીતા હતા. જેઓ તેમને જાણતા હતા અને પ્રેમ કરતા હતા તેમના માટે આ અશક્ય મુશ્કેલ સમયમાં તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ ઇશ્વર આપે તે માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમની સેવા અને આતિથ્યનો વારસો આવનારી ઘણી પેઢીઓ સુધી ચાલુ રહે તેવી અભ્યર્થના કરીએ છીએ.

પટેલના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ તુસ્કમ્બિયા, અલાબામામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે યોજાયા હતા. તેમના પરિવારમાં તેમના પત્ની રેણુકાબેન પટેલ, બે બાળકો અને અન્ય સભ્યો છે. તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.

2021માં ક્લેવલેન્ડ, મિસિસિપી, હોટેલિયર યોગેશ પટેલને એક મહેમાન દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને તેણે તેની હોટલમાંથી અગાઉના દિવસે કાઢી મૂક્યો હતો. તે વર્ષના માર્ચમાં, ઉષા અને દિલીપ પટેલ તેમની એલ્કટન, મેરીલેન્ડ, હોટલમાં ગોળીબારનો ભોગ બન્યા હતા જેમાં ઉષાનું મૃત્યુ થયું હતું અને તેના પતિ ઘાયલ થયા હતા. તે વર્ષે અન્ય સમાન ઘટનાઓ પણ નોંધવામાં આવી હતી.