Skip to content
Search

Latest Stories

પીચટ્રી હોટેલ ગ્રુપે ફ્લોરિડાની બે હોટેલ હસ્તગત કરી

કંપની દ્વારા આ વર્ષે અંદાજે બે બિલિયન ડોલરથી વધુની હોટેલ અકસ્કયામતોની ખરીદી કરવામાં આવી છે

પીચટ્રી હોટેલ ગ્રુપે ફ્લોરિડાની બે હોટેલ હસ્તગત કરી

પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા તાજેતરમાં ફ્લોરિડા ખાતે બે અપસ્કેલ હોટેલની ખરીદી કરવામાં આવી છે. જેમાં 207-કી એસી હોટેલ માયામી એવેન્ચ્યુરા અને 233-કી એલોફ્ટ માયામી એવેન્ચ્યુરા, કે જે એવેન્ચ્યુરા, ફ્લોરિડા ખાતે માયામીથી બહાર આવેલી છે તેનો સમાવેશ થાય છે.

બિમલ પટેલ, હિતેન સુરજ અને રૂપેશ પટેશની ભાગીદારીવાળી આ એટલાન્ટા ખાતે આવેલી પીચટ્રી દ્વારા આ વર્ષે અંદાજે બે બિલયન ડોલરથી વધુની હોટેલ અસ્કયામત હાંસલ કરવામાં આવી છે. હાલના સમયે સર્જાયેલી પરિસ્થિતિમાં હોસ્પિટાલિટી રિકવરી સાઇકલ વચ્ચે કંપની આવનારા સમયમાં વધુમાં વધુ આ પ્રકારની અસ્કયામતો હાંસલ કરવાનું આયોજન ધરાવે છે.


આ અંગે પીચટ્રીના સીઈઓ ગ્રેગ ફ્રાઇડમેન કહે છે કે પીચટ્રી દ્વારા સાઇકલ સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝમાં રોકાણ કરવાની શરૂઆતને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવી છે. હાલના સમયે અમે લોકો હોટેલો હાંસલ કરવા માટે વધારે સારી તકોને નિહાળી રહ્યાં છીએ. આવી તક છેલ્લાં 15 મહિના દરમિયાન નહોતી. હાલના સમયે જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તેને ધ્યાને રાખીએ તો  રીયલ એસ્ટેટની સાથે હોટેલ સંપત્તિમાં રોકાણ કરવું એ સૌથી વધારે હિતાવહ છે.

આ બંને હોટેલ એક જ સ્ટ્રીટમાં એકબીજાની ખૂબ નજીક છે, જ્યાં 2.4 મિલિયન સ્કેવર ફૂટમાં ફેલાયેલ એવેન્ચ્યુરા મોલ, એવનચ્યુરા આર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર, એવેન્ચ્યુરા હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટર અને ગલ્ફસ્ટ્રીમ પાર્ક રેસિંગ અને કેસિનો આવેલા છે. એસી હોટેલની આસપાસના વિસ્તારમાં ઓફિસ કેમ્પસ આવેલા છે જ્યાં નવી ઓફિસોની સાથે આવનારા સમયમાં મનોરંજન માટેના સ્થળ પણ નિર્માણ પામી શકસે.

આ સોદા અંગેની શરતો અને વિગતો જાહેર કરવામાં આવી નથી. કેલિફોર્નિયાના પાસો રોબલેસ ખાતે આવેલી 81-કી હેમ્પ્ટન ઇન એન્ડ સ્યુટ્સ તથા 60-કી લા બેલાસેરા હોટેલ એન્ડ સ્યુટ્સના સંપાદન પછી ફ્લોરિડા ખાતેની સંપત્તિની ખરીદી કરવામાં આવી છે.

આ અંગે પીચટ્રીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ બ્રાયન વાલ્ડમાન કહે છે કે આ નવા સોદાને કારણે ગ્રેટર માયામી અને માયામી બીચ આસપાસના મોકાના સ્થળોએ મહત્વની સંપત્તિઓ મેળવવાનું સરળ બની શકાશે. આ સ્થળ એવા છે કે જ્યાં કોર્પોરેટ અને ટુરિઝમ ટ્રાવેલનો સમન્વય થાય છે.

More for you

ઇલિનોઇસ માનવ તસ્કરી વિરોધી બિલ પસાર કર્યું

ઇલિનોઇસ માનવ તસ્કરી વિરોધી બિલ પસાર કર્યું

ઇલિનોઇસ સેનેટની સ્થાનિક સરકાર સમિતિએ SB 1422ને મંજૂરી આપી, કર્મચારીઓની તાલીમ ફરજિયાત કરીને માનવ તસ્કરી સામે લડવાના હોટલ ઉદ્યોગના પ્રયાસોને મજબૂત બનાવ્યા. કાયદો સ્થાનિક સરકાર અને કાયદાના અમલીકરણને અનુપાલન પર દેખરેખ રાખવા અને ઉલ્લંઘન માટે દંડ ફટકારવાને મંજૂરી આપે છે.

ઇલિનોઇસ હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન સહિતના ઉદ્યોગ સંગઠનોએ સેન. માઇક હેલ્પિન (ડી-રોક આઇલેન્ડ) દ્વારા રજૂ કરાયેલા બિલની પ્રશંસા કરી હતી, જે હવે સંપૂર્ણ સેનેટ દ્વારા મતની રાહ જોઈ રહ્યું છે.

Keep ReadingShow less
યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના સીમલેસ એન્ડ સિક્યોર ટ્રાવેલ કમિશન અનુસાર, 2026 વર્લ્ડ કપ અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સની હવાઈ મુસાફરીની માંગ માટે યુ.એસ. એર ટ્રાવેલની જરા પણ તૈયારીઓ નથી. તાત્કાલિક પગલાં ન લેવાયા તો જૂની સિસ્ટમ વિઝા, જરીપુરાણું માળખું અને અપૂરતી સુરક્ષા ટેકનિક અંગેની ચિંતાઓ વચ્ચે વધતા મુલાકાતીઓને પહોંચી વળવામાં રીતસરની સંઘર્ષ કરતી હશે.

USTA-કમિશ્ડ રિપોર્ટમાં અંદાજ છે કે 2026 વર્લ્ડ કપ, 2028 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ, 2025 રાયડર કપ અને યુએસના 250માં જન્મદિવસની ઉજવણી 40 મિલિયન મુલાકાતીઓ આવી શકે છે અને આર્થિક પ્રવૃત્તિમાં $95 બિલિયન જનરેટ કરી શકે છે.

Keep ReadingShow less
રોસન્ના મૈટ્ટાની AHLAના પ્રમુખ અને સીઇઓના હોદ્દા પર નિમણૂક

રોસન્ના મૈટ્ટાની AHLAના પ્રમુખ અને સીઇઓના હોદ્દા પર નિમણૂક

રોસન્ના મૈટ્ટાની અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના નવા પ્રમુખ અને CEO  તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 14 નવેમ્બરથી શરૂ થશે. મૈટ્ટાએ અગાઉ AHLA ફાઉન્ડેશનના પ્રમુખ અને CEO તરીકે અને AHLAના સંદેશાવ્યવહાર અને જાહેર સંબંધોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી, જેથી તે AHLAના મિશનની કામગીરી, નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓ અંગે નોંધપાત્ર જાણકારી ધરાવે છે.

પાંચ માર્ચથી AHLAના વચગાળાના પ્રમુખ તરીકે નીમાયેલા CEO કેવિન કેરી ચીફ ઓપરેટિંગ ઓફિસર અને સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની તેમની ભૂમિકા ચાલુ રાખશે, એમ AHLAએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

Keep ReadingShow less
તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સાઉથ કેરોલિનાના ગ્રીનવિલેની હયાત પ્લેસનું વેચાણ

તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સાઉથ કેરોલિનાના ગ્રીનવિલેની હયાત પ્લેસનું વેચાણ

નોર્થ કેરોલિનામાં આવેલા ચાર્લોટસ્થિત તારા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાજેતરમાં સાઉથ કેરોલિનામાં ડાઉનટાઉન ગ્રીનવિલે ખાત આવેલી હયાત પ્લેસનું વેચાણ કરવામાં આવ્યું છે.

હન્ટરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મયંક પટેલ દ્વારા સમગ્ર સોદાને પાર પાડવામાં આવ્યો હતો. તારા ઇન્વેસ્ટમેન્ટનું સંચાલન મેનેજિંગ પાર્ટનર અનિશ પટેલના વડપણ હેઠળ થાય છે.

Keep ReadingShow less
બેસ્ટ વેસ્ટર્ન બોર્ડમાં પટેલ અને મર્ચન્યનો સમાવેશ

બેસ્ટ વેસ્ટર્ન બોર્ડમાં પટેલ અને મર્ચન્યનો સમાવેશ

વિરલ ‘વિક્ટર’ પટેલ અને મહમૂદ ‘માઇક’ મર્ચન્ટ હવે બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. પટેલ મિડવેસ્ટના કેટલાક રાજ્યો અને કેનેડાના ઓન્ટારિયો ખાતે તથા મર્ચન્ટ કેલિફોર્નિયા, નેવાડા અને હવાઈ ખાતે ફરજ નિભાવશે.

પટેલ બેસ્ટ વેસ્ટર્ન સાથે સભ્ય તરીકે છેલ્લાં 20 વર્ષથી સંકળાયેલા છે કેમ કંપની દ્વારા જણાવાયુંછે. તેમણે ગવર્નર તરીકે તથા બેસ્ટ વેસ્ટર્ન કેન્ટુકી માર્કેટિંગ કો-ઓપ ખાતે વડા તરીકે ફરજ નિભાવી છે, જ્યાં તેઓ બ્રાન્ડ અને હોટેલમાલિકો વચ્ચે સંકલન સાધવાની જવાબદારી સંભાળતા હતા. હાલમાં તેઓ કેન્ટુકીના કોર્બિન ખાતે આવેલી બેસ્ટ વેસ્ટર્ન કોર્બિન ઇનના માલિક અને સંચાલક છે તથા આવનારા સમયમાં ઇલિનોઇસ, ઈન્ડિયાના, મિશિગન, લોવા, મિનેસોટા અને વિસ્કોન્સિન ખાતે ફરજ નિભાવશે.

Keep ReadingShow less